ઈન્ટરવલ

“વૈયાની શિસ્તબદ્ધ હજારોના ટોળામાં પણ ઉડાન એકસ્ટ્રા ઓર્ડિનરી હોય છે!

તસવીરની આરપાર -ભાટી એન.

પક્ષીઓની દુનિયા નિરાળી નખરાળી માનવીને આનંદોત્સવ આપે છે!? જો આપણે નિષ્પક્ષ મૂલ્યાંકન કરીએ તો પક્ષીઓનો સમૂહ રહી પરસ્પર સ્નેહ સરિતાનો ધોધને અચ્છાઇનો ઓડકાર આપણને સાંભળવા મળે. નૂતન વર્ષે ભાઇ-ચારાની ભાવનાનો બોધપાઠને સમષ્ટિગતની પ્રેરણા લેવા જેવ હોય તો ‘વૈયા’ (જઝઅછકઈંગૠ) પાસેથી લેવા જેવી છે! ગૌરવાન્વિતને જાજરમાન ‘વેયા’ પક્ષીઓ સમૂહમાં રહે છે! આપણે વિભાજિતની ભાવનામાં રહીએ છીએને…!? વૈયા પક્ષી જે વૃક્ષ પર બેસે ત્યાં માઇન્ડ બ્લોઇંગ ચિચિયારી કેવી કરે કચ…કચ… કર્યા કરે ને આખું વાતાવરણ કચ… કચ… કરી મૂકે! વૈયા (છઘજઢ જઝઅછકઈંગૠ) ની મોજ શિયાળાની સંધ્યા હોય ત્યારે કોઇ જંગલ કે કોઇ જગ્યાના આકાશમાં હજારો વૈયા ઊડે ત્યારે તેની એકતા પરેડ જોવા જેવી હોય! એક સાથે લોકી મારી દિશા બદલે ને ભાત ભાતની ડિઝાઇન કાળા રંગની નિરખવા મળે આ તેની સમજદારી છે. વગર કિધે હજારો વૈયા એક સાથે દિશા બદલવી કેવું કપરું કાર્ય કહેવાય. તેમ છતાં બખૂબી રીતે ફાસ્ટ ઊંડે છે. પક્ષી એટલું ધીરજથી લેન્ડિંગ કરે કે વૃક્ષોની ડાળી પર ધીરેથી બેસે વૈયામાં ગુલાબી વૈયુ આવે. મુખ્યત્વે મોઢાનો ભાગ કાળો, ચાંચ ગુલાબી, છાતીનો ભાગ સફેદ ને જરા ગુલાબી છાંટ જોવા મળે. પાંખો કાળી. પૂંછડી કાળી ને પગ ગુલાબી
ચારથી પાંચ ઇંચ જેવું વૈયા હોય ખેડૂતોના ખેતરમાં તીડના ટોળાઓ આક્રમણ કરે ત્યારે વૈયાની સ્કવોડ તીડને તીતરબીતર કરી દે. માળાની ઋતુ ઉનાળો ઝાડની બખોલ કે જૂનાં ભીતડાની બખોલમાં માળા બનાવે છે. આ પક્ષી આમ તો આ પક્ષી પરદેશમાં માળા કરતા હોવા છતાં આપણે ત્યાં પૂરા આઠ-દશ માસ રહે છે. આનું કારણ એ છે કે ચાર માસ એ ફકત યુરોપ અને એશિયામાં માળા કરવા જાય છે. ફેબ્રુઆરીમાં ગયેલા પંખી એપ્રિલમાં આવી જાય છે તે માત્ર મે-જૂન સિવાય અહીં રોકાય છે.

જુવાર, બાજરીના પાક તૈયાર થાય છે ત્યારે આસોમાં મોટાં મોટાં ટોળાં આકાશમાં વળાંકો લેતાં દેખાય છે ત્યારે આવી એકસ્ટ્રા ઓર્ડિનરી તસવીરો લેવી મને ખૂબ ગમે છે. આપણે ત્યાં પહેલા એના બચ્ચાં આવે છે. જેનો રંગ સાવ બદામી ફિક્કા હોય છે. ઊંચા હિમાલયનાં શિખરો ઓળંગી અહીં આવવાનો એને કોણ રસ્તો બતાવતું હશે…? એ પણ એક કોયડો છે! આમ તો આખા ભારતમાં જોવા મળે છે. આખું વરસ કાચા રંગની બચ્ચાં તો દેખાય જ છે. ચૈત્ર-એપ્રિલમાં ટોળા બંધ બેસી વૃક્ષમાં પંચાત કરતા હોય તેમ કચ…કચ…. કર્યા કરે છે. મુંબઇમાં પણ શિયાળો ગાળવા આવે છે. મુંબઇમાં કોમળાનાં લાલ ફૂલમાં ચાંચ પરોવતા જોવા મળે છે! વૈયા પોષમાં વધુ આવે છે, આસોમાં ….. દૃષ્ટિ ગોચર થાય છે. તે ઇંડા ચારથી છ આસમાની મૂકે છે. ખરેખર વૈયા પક્ષીમાં ભીન્ન પ્રકારની જાતો આવે છે. પણ આ પક્ષીનો ભાઇ-ચારાને કચ….કચ….સાંભળવા જેવા હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button