ઈન્ટરવલ

આર્થિક વ્યવહારોમાં સાવચેતી રાખવા ચોવકની શિખામણ

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

“વરતીયો માડૂ તકડ કરે બોલચાલમાં બહુ સહજ રીતે બોલાતી આ ચોવક છે. માણસને ઉતાવળ ક્યારે ક્યારે થાય? કામ પૂરું કરવામાં, કામની કદર થાય તેમાં, કામ કર્યા પછી જે બે દોકડા મળવાના હોય તે મેળવવામાં, અને કાર્યનો સમય કે કાર્ય પૂરું થયા પછી પાછા ઘરે વળવામાં! હજુ આવું તો ઘણું કહી શકાય. અહીં જે પહેલો શબ્દ ‘વરતીયો’ છે, તે બે રીતે લખાય છે. ‘વરતીયો’ અને ‘વરતીઓ’ જેમાં ‘ય’નો પ્રયોગ થયો છે, તે ‘વરતીયા’ શબ્દનો અર્થ થાય છે: વળતિયો એટલે કે પાછા ફરનારો અને ‘વરતીઓ’ શબ્દ તમને ક્યાંય સામે આવે તો તેનો અર્થ થાય છે: પ્રત્યુતર! ‘માડૂ’એટલે માણસ કે વ્યક્તિ. ‘તકડ’નો અર્થ થાય છે: કામ પૂરું થયા પછી સ્વાભાવિક રીતે ઉતાવળ થાય.

આપણે ઘરમાં, સમાજમાં કે ધાર્મિક પંથમાં આપણા પોતાના વાણી, વિચાર કે વસ્ત્ર ઉપરાંત આપણાથી ‘મોટા’ (દરેક રીતે મોટા – મહાન) માણસોના વાણી વિચાર અને વસ્ત્રો ગ્રહણ કરતા હોઈએ છીએ. ઘરમાં મોટાભાઈએ જે પહેરવામાં છોડી દીધાં હોય તે વસ્ત્ર, માતા-પિતા કે ઘરના અન્ય વડીલ સભ્યોનાં વાણી-વિચાર-વર્તન. ધર્મપંથમાં ગુરૂ કે સંત કે જ્ઞાની વ્યક્તિઓના ઉપદેશ-સદ્વિચાર અને સદ્વર્તન આપણે ગ્રહણ કરતા હોઈએ છીએં! એ સંદર્ભના તમામ ભાવ અને ભાવાર્થ સમાવતી એક ચોવક છે: “વડેં જા ઓતાર, સે નિંઢેજા શિણગાર! ચોવકનો અર્થ તો આપણે સમજી લીધો હવે તેમાં વપરાયેલા શબ્દોના અર્થ સમજીએં. ‘વડેં જા’ બે કચ્છી શબ્દોનો સમૂહ છે. આમ ‘વડા’ એટલે મોટા અને ‘જા’ એટલે ના. શબ્દ સમૂહનો અર્થ થાય છે: મોટાના. ‘ઓતાર’ શબ્દનો પ્રયોગ ચોવકમાં થયો છે. જેનો અર્થ થાય છે: (નશાનું) ઊતરી જવું! અહીં આપણે ઊતરેલું કે ઉચ્ચારેલું એ અર્થમાં એ શબ્દ લઈશું ‘સે’ એટલે તે. ‘નિંઢેજા’ આ પણ બે શબ્દોનો સમૂહ છે. જેમાં ‘નિંઢે’નો અર્થ છે: નાના અને ‘જા’ એટલે ના. મતલબ કે, નાનાના. ‘શિણગાર’ એટલે શણગાર. શબ્દાર્થ છે: મોટાઓએ જે છોડ્યું હોય તે નાના માટે સારું!

એક અદ્ભુત ચોવક પ્રચલિત છે: “લોઢેં – લી નેં પટોરેં ભાત ‘લોઢેં’નો મૂળ શબ્દ છે: લોઢ અને તેનો અર્થ થાય છે: પાણીનું મોટું મોજું! ‘લી’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એ એકાક્ષરી શબ્દનો અર્થ થાય છે: રેખા કે સીમા કે મર્યાદા. ‘પટોરેં’ એટલે પટોળું અને ભાત શબ્દથી આપણે સુપેરે પરિચીત છીએં… હા, એજ, પડી પટોળે ભાત…! પણ અહીં આ ચોવકમાં પટોળું અને તેની ભાત શું ભૂમિકા ભજવે છે? એ સમજાય તો પાછો સવાલ થાય છે કે, ‘પાણીનાં મોટાં મોજા’ અને ‘રેખા, સીમા કે મર્યાદાનું અહીં શું કામ છે? ચોવકનો શાબ્દિક અર્થ થાય છે: પાણીના મોજાં પર દોરેલી રેખા જેવી પટોળાંની ભાત! પણ એમાં ભાવાર્થ ક્યાં છે? પાણીનાં મોજાં પર કવિ કે લેખક સિવાય કોણ રેખા દોરી શકે? પણ મિત્રો, ચોવકને કહેવું તો માત્ર એટલું જ છે કે: (કોઈ પાસે) તેની હેસિયત કે લાયકાત કે પાત્રતા કરતાં અધિક (ધન-રૂપકે સંસ્કાર) હોવું!

આર્થિક વ્યવહારો કરતી વખતે કેવી સાવધાની રાખવી જોઈએ તે સમજાવતી એક ચોવક છે: “લેખીને ડીજે, ગિનીને લેખજે પાઈ પાઈનો હિસાબ દરેક પ્રકારના આર્થિકે વ્યવહારમાં રાખવો જરૂરી છે. પુરાવા જોઈએ. શબ્દ છે: ‘લેખીને’ એટલે લખીને, ‘ડીજે’ એટલે આપવું અને ‘ગિનીને શબ્દનો અર્થ થાય છે: લેતી વખતે. ‘લેખજે’ એટલે લખવું. નાણાંની લેવડદેવડ કરતી વખતે, જો તમે કોઈને નાણાં આપતા હો તો પણ લખી રાખવું અને કોઈ પાસેથી લેતા હોઈએ તો પણ લખી રાખવું જોઈએ.

ણ લખી રાખવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button