૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસસંસ્કૃતિ ને સંસ્કારોમાં સમાયું છે આપણું સ્વદેશી વિજ્ઞાન
ફોકસ -લોકમિત્ર ગૌતમ
વિજ્ઞાન એ જગ્યાએ પણ હોય છે જ્યાં અમને ખબર નથી હોતી કે ત્યાં એનું અસ્તિત્વ છે. દાખલા તરીકે ભારતમાં બે મોટા મોસમોની સંધિકાળમાં આવનારા નવરાત્રિના વ્રત પર્વ ભલે ધાર્મિક કર્મકાંડ મનાતું હોય, પરંતુ આનું ગહન વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ કરીએ તો ખબર પડે કે આપણા પૂર્વજોએ વરસાદ પહેલાં આવનારી શરદ ઋતુના સંધિકાળ અને હાજા થીજાવી દેનારી ઠંડીના બાદ અને આગ ફેંકનારી ગરમી પહેલાં ચૈત્રમાં નવરાત્રિના ઉપવાસના નિયમ બનાવીને વૈજ્ઞાનિક ઢબે આપણી રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવાનીં મહત્ત્વની ભૂમિકા છે. આપણી મોટા ભાગની સાંસ્કૃતિક ગતિવિધિઓ એક મજબૂત વિજ્ઞાન સાથે જોડાયેલી છે. આથી આપણા સંસ્કારોને સ્વદેશી વિજ્ઞાન સાથે ગાઢ નાતો છે. હાથ જોડીને પ્રણામ કરવા, નીચે વળીને ચરણસ્પર્શ કરવા, ઊગતા સૂર્યને અર્ધ્ય દેવાનો, સવારે સુઈને ઉઠીને હાથોને મસળીને આંખોમાં લગાડવા- આ આદતો સદીઓથી આપણી જીવનશૈલી ભલે હોય પણ આ આદતો પાછળ નક્કર વિજ્ઞાન છે.
સ્વદેશી વિજ્ઞાન વાસ્તવમાં સ્વદેશી વિજ્ઞાન અને વિજ્ઞાનનો અનુપ્રયોગ છે. આ એક જ્ઞાન પ્રણાલી છ ેજે સ્વદેશી લોકોની સાંસ્કૃતિક પરંપરાઓ અને એના ક્ષેત્રની સમજણમાં સમાયેલી છે. સ્વદેશી વિજ્ઞાનમાં વાર્તા કહેવામ્ાાં, સમારોહો અને પ્રત્યક્ષ અનુભવના માધ્યમથી પ્રસારિત પારંપારિક અને પરિસ્થિતિનું જ્ઞાન (પ્રવિધિ કે ટેક્નિકના રૂપમાં) સામેલ છે.
આ જ્ઞાનમાં ઔષધીય છોડની જાણકારી, જાનવરોના હાવભાવ અને તેમના વ્યવહારને સમજવો, મોસમના પેટર્નને જાણવું અને બીજી હજારો જાતની પ્રાકૃતિક પ્રક્રિયાઓની ઊંડી સમજણ સામેલ છે. સ્વદેશી વિજ્ઞાન વિવિધ કારણોથી મહત્ત્વનું છે. આમાં રોજિંદી સમસ્યાને ઉકેલવાની તાકાત જ નહીં, પરંતુ અંતર્દૃષ્ટિ છે. વાસ્તવમાં સાંસ્કૃતિક પરંપરાઓ અને આપણી જીવન જીવવાની રીતરસમો વાસ્તવમાં આપણા સ્વદેશી વિજ્ઞાનનો હિસ્સો છે. ભારત સરકારે હવે પરંપરા અને સંસ્કૃતિમાં સમાયેલા આ વિજ્ઞાનના મહત્ત્વની રીતરસમોને રેખાંકિત કરવાનો નિર્ણય લીધો છે. આથી સાલ ૨૦૨૪ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ ‘વિકસિત ભારત માટે સ્વદેશી ટેક્નિક’ છે. કેન્દ્રના વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રધાન જિતેન્દ્ર સિંહે છ ફેબ્રુઆરી, ૨૦૨૪એ આની ઘોષણા કરી છે. કોઈ પણ દેશના વિકાસનું પરિદૃશ્ય દુનિયાની અત્યાધુનિક ટેક્નિકથી બનેલું દેખાય છે, પરંતુ કોઈ દેશનું રાષ્ટ્રીય ચરિત્ર તેની સંસ્કૃતિ અને સંસ્કારોમાં સમાયેલા વિજ્ઞાન અને પ્રગતિશીલતાના બોધમાંથી જ ઊભરે છે. આપણા રોજિંદા જીવનમાં સામેલ આપણી સદીઓ જૂની ઘરેલુ કાર્યવિધિઓ વાસ્તવમાં સ્વદેશી તંત્રજ્ઞાન છે. આપણી જીવનશૈલીમાં જે સમજ હોય છે એ વાસ્તવમાં આપણા વૈજ્ઞાનિક માનસનો આધાર હોય છે. હાલના દાયકાઓમાં સ્વદેશી દૃષ્ટિકોણ અને જ્ઞાન પ્રણાલીઓની મુખ્યધારાને વૈજ્ઞાનિક અભ્યાસમાં સામેલ કરવાનું ચલણ અને માન્યતા બન્ને વધ્યા છે.
સરકારે ભારતીય નૌકાદળ માટે પહેલા સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતને ભલે સ્વદેશી વિજ્ઞાનના અગત્યના પ્રતીકના રૂપમાં પસંદ
કર્યું હોય પરંતુ આપણા રોજિંદા જીવનમાં જે વૈજ્ઞાનિક ચેતના, તર્ક, અને પ્રગતિ આપણે પ્રદર્શિત કરીએ છીએ એ વાસ્તવમાં આપણા જીવનમાં સદીઓથી હયાત વિજ્ઞાનની એક એવી કથા છે જેનો નાતો આપણા લોહી, પાણી અને અસ્થિમજ્જા સાથે છે. કોઈ પણ દેશ પોતાનું રોજિંદું જીવન જે રીતે જીવે છે અને જે રીતે ભોજન વ્યવસ્થા હોય છે એ હકીકતમાં એનું સ્વદેશી વિજ્ઞાન છે. પરંપરાગત સ્વદેશી વિજ્ઞાનની દૃષ્ટિએ ભારત દુનિયાનો સૌથી સમૃદ્ધ દેશ છે. હકીકત તો એ પણ છે કે ભારત ચીન, ઈજિપ્ત જેવા દેશો અમેરિકા, રશિયા અને બ્રિટન જેવા દેશોને જોજાનો પાછળ છોડી દે છે.
એ અકારણ નથી કે ભારતમાં દુનિયાના સૌથી વધારે ભોજન વ્યંજન છે. વાસ્તવમાં આ આપણા રોજિંદા જીવનમાં હયાત પ્રયોગશીલ ચિંતન પરંપરા છે જે ભોજનમાં હજારો પ્રયોગ કરીને તેને પોતાને અનુકૂળ બનાવે છે. ભારત પાસે જે યોગ અને કામશાસ્ત્ર છે એ માનવીય ઈતિહાસની સૌથી ઉન્નત અને સંસ્કૃત વૈજ્ઞાનિક ચેતના છે. આજે પૂરી દુનિયાનું મેડિકલ સાયન્સ માને છે કે યોગાસનોમાં શરીરને તંદુરસ્ત અને બધા વિકારોથી મુક્ત કરવાની તાકાત છે એટલું જ નહીં, પરંતુ આ યોગવિદ્યામાં એટલું જબરદસ્ત ટેકનિકલ કૌશલ છે કે આ શરીરને રબર જેવું લવચીક બનાવે છે અને વધતી વયનાં ચિન્હોને આવવા જ દેતી નથી. પશ્ર્ચિમનું મેડિકલ સાયન્સ માને છે કે ૩૦૦થી વધારે જટિલથી જટિલ બીમારી નિયમિત યોગ કરવાથી નાબૂદ થાય છે. યોગ, ધ્યાન અને આસનોમાં અ ેતાકાત છે કે તે માનવીની વય ૧૦,૨૦ નહીં, પરંતુ ૧૦૦ વર્ષ વધારી શકે છે. આપણે તેને ભારતીય સંસ્કૃતિ કે ભારતીય સંસ્કારનો હિસ્સો કહીએ છીએ. હકીકતમાં આ સ્વદેશી વિજ્ઞાન છે.
ભારત દુનિયાનો સૌથી વધારે સમૃદ્ધ ભોજન વ્યંજનવાળો દેશ છે. હવે વિજ્ઞાન પણ એ વાતની સાક્ષી પુરાવે છે કે આ કળા અને સમતુલાની મિશ્રણ ટેક્નિકથી આપણે વિવિધ ખાદ્યપર્દાથોને ઔષધીના રૂપમાં દઈ શકીએ છીએ. આપણે તેને પૌષ્ટિકતાનો ભંડાર બનાવી શકીએ. હા, એને જો નકારાત્મકતાની હદ સુધી જઈએ તો એમાંથી ઝેર પણ બનાવી શકાય છે.
આ વિવિધ ખાધપર્દાથોના મિશ્રણ અને મિશ્રીત પ્રતિક્રિયાઓની કમાલ છે. માનવી જંગલમાં કેરી જેવા ફળથી પહેલી વાર રૂબરૂ થયો હશે અને થોડા દિવસો બાદ તેના ન થવાથી તેને મેળવવાનો પ્રયાસ કર્યો હશે. આ પ્રયાસોનું પરિણામ છે કે આપણી પાસે સેંકડો પ્રકારના અથાણા, આમ પાપડ અને કેરીના બીજા ઉત્પાદકો છે. હાલના દસકામાં સ્વદેશી દૃષ્ટિકોણ અને પારંપારિક જ્ઞાન પ્રણાલીઓને મુખ્યધારાના વૈજ્ઞાનિક અભ્યાસમાં સામેલ કરવાનું ચલણ છે.
વિકાસનું વિજ્ઞાન હવે જીદ સાથે માને છે કે દરેક પ્રકારનું જ્ઞાન, વિકાસના એક પગથિયા સુધી પહોંચવાની રીત છે. વિવિધ દેશોમાં અલગ પારંપારિક મેડિકલ જ્ઞાન છે એ સિસ્ટમ માનવીના રોજિંદા જીવન અનુભવોના નિચોડથી મળેલું સંજ્ઞાનાત્મક નિષ્કર્ષ છે. આથી કોઈ દેશની સંસ્કૃતિ ઘણી સમૃદ્ધ હોય, પછી તે ભલે એનો સંબંધ આધુનિક જીવનશૈલી જોડે ન હોય, પરંતુ એમાં સ્વદેશી વિજ્ઞાનનો મજબૂત આધાર હોય છે. આઝાદી પછી તત્કાલીન સરકારને એવી પ્રતીતિ થઈ કે દેશને આધુનિક જ્ઞાનની જરૂર છે, કારણ કે જીવન જીવવાની કળામાં તો આપણે સદીઓથી સમૃદ્ધ છીએ. જોકે જે પશ્ર્ચિમ કેન્દ્રિત ઉપભોક્તાવાદી વિજ્ઞાન છે એ વિજ્ઞાનમાં પણ આઝાદી બાદ ભારતની વિવિધ સંસ્થાઓએ શાનદાર વિકાસ કર્યો છે. આજે અમેરિકા, ચીન અને રશિયાની સાથે મુકાબલો કરી શકીએ એવા અંતરિક્ષ વિજ્ઞાનને આપણે વિકસિત કર્યું છે. ઈસરો તો નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી જેટલી જ મજબૂત અને શક્તિશાળી સંસ્થા છે. ઈસરોના જ્ઞાનનો આધાર દુનિયામાં પહેલેથી વિકસિત સ્પેસ ટેક્નોલોજી જ છે. જે રીતે પશ્ર્ચિમના દેશોએ જૂથબંદી કરીને આપણને અગત્યની ટેક્નિકથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઈસરોએ ૯૦ ટકાથી વધારે ટેક્નોલોજી વિકસિત કરીને આજે વિકસિત દેશોની પંગતમાં જોડાયું છે. આ આપણા વિજ્ઞાનીઓ અને ટેક્નોલોજી એક્સપર્ટની કમાલ છે.
જે રીતે આપણે આઝાદી બાદ સ્વદેશી તંત્રજ્ઞાન વિકસાવવામાં પોતાને હોમી દીધા એનું જ પરિણામ છે કે ભારત અનેક ક્ષેેત્રોમાં દુનિયાની બરોબરીઅ ેપહોંચી ગયું છે. અમુક ક્ષેત્રોમાં આપણે દુનિયાથી આગળ અને અમુકમાં દુનિયાથી પાછળ છીએ. આઝાદી બાદ જે રીતે ભારતે વિજ્ઞાન અને તંત્રજ્ઞાન, કૃષિ અને ઉદ્યોગમાં જે સિદ્ધિઓ મેળવી એ આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાન ને વ્યક્ત કરે છે. એમાં આપણી સ્વદેશી ટેક્નિક ઊંચા દરજ્જાાની છે. આ ભારતની વૈજ્ઞાનિક પ્રગતિની ઉપલબ્ધી છે.
આજે પણ આપણે મોટે ભાગે વિદેશમાંથી હથિયારો ખરીદીએ છીએ, પરંતુ ગયા ૭૫ વર્ષમાં દેશની ડીઆરડીઓ જેવા સંસ્થાએ જે ઉત્તમ પ્રકારની મિસાઈલ અને બીજા હથિયાર બનાવાનું તંત્રજ્ઞાન વિકસિત કર્યું છે એ અજોડ છે. આથી દરેક દેશને વિજ્ઞાનમાં આગળ વધવા એક સ્વદેસી ભાવ ભૂમિકાની જરૂર હોય છે, એટલું જ નહીં પરંતુ એક રીતે વૈજ્ઞાનિક વિકાસનું અગત્યનું આકર્ષણ પણ છે. ભારત સરકારે જો આને લક્ષ્ય બનાવ્યું તો આગામી દોઢ દાયકામાં દેશની બધી જૂની અને ન વપરાતી સ્વદેશી ટેક્નિકોનોે આધુનિક રીતે ઉપયોગ શરૂ કરાશે તો ભારત સ્વદેશી તંત્રજ્ઞાનમાં પોતાનું વજૂદ બનાવશે અને વિજ્ઞાનનું ભલું કરશે. આથી વિકસિત ભારત માટે સ્વદેશી વિજ્ઞાનના માધ્યમથી વિકાસનું સપનું જોવું એ વૈજ્ઞાનિક ચેતના છે.