ઈન્ટરવલ

ક્લાકાર-કસબી માટે તો દરેક દિવસ રંગભૂમિ દિન..

અમી ત્રિવેદી

વિશ્ર્વ રંગભૂમિ દિન …’
ખરેખર તો શું લખું એ સમજાતું નથી. તેમ છતાં મારા વિચારો અને મારો અભિપ્રાય અહીં ટંકારવાની ચેષ્ટા કરું છું…

આપણે પણ એક અજબ-ગજબ પ્રાણી છીએ. આવા કોઈ પણ ઉજવણીનો આંતરરાસ્ટ્ટ્રીય દિવસ આવે ત્યારે આપણે માત્ર એ એક દિવસ માટે સજાગ થઈ જાઈએ.
જો કે, એક રંગકર્મી – એક રંગભૂમિનો કલાકાર માટે તો દરેક દિવસ -જ્યારે એ નાટકના શો કરતો હોય રિહર્સલ કરતો હો્ય કે નવા નાટક માતે મનોમંથન કરતો ત્યારે એના માટે એ જ દિવસ વિશ્વ રંગભૂમિ દિન જ હોય છે.

આજના દિવસે મારે રંગભૂમિની ગઈ કાલ -આજ કે આવતી કાલ વિશે નહીંં ,પણ હું જાણું છું કે વાચક મિત્રો કદાચ મારી પાસેથી રંગભૂમિની “કલ આજ ઔર કલ વિષે વાંચવા માટે ઉત્સુક હશે.. પણ આજે મારે થોડીક જૂદી રજૂઆત કરવી છે. હું એક શિક્ષક પણ છું… માસ મીડિયા અને માસ કોમ્યુનિકેશનની પ્રાધ્યાપિકા પણ છું અને વાત જ્યારે આવે ત્યારે હું એવું દૃઢ પણે માનું છું કે નાટક – વિચારોની આપ-લે માટે બહુ જરુરી મિડ્યિમ છે.અમારા વિદ્યાર્થીઓ થિયેટર અને માસ કોમ્યુનિકેશન પણ ભણે છે. આ એક એવું માધ્યમ છે, જેના થકી આપણે સમાજને ઘણું બધું કહી શકીએ… એ સમાજનું પ્રતિબિંબ છે.

આજે થિયેટરનાં ઘણાં બધાં માધ્યમ આપણી પાસે ઉપલબ્ધ છે. જેમ કે શેરી નાટક્-નુક્ક્ડ નાટક્, અંકાકીઓ, અકોક્તિ- ગીતા-સંગીતનાં નાટક્,ઈત્યાદિ રંગભૂમિની પોતાની એક આગવી ભાષા છે.નાટકમાં અભિનયની પરાકાષ્ઠા દ્વારા આપણે જોઈતી વાત પહોંચાડી શકીએ છીએ.

જો કે, આપણે જાણીએ છીએ કે આજનો યુવા વર્ગ નાટકો જોવા નથી આવતો ત્યારે એના પ્રત્યે રૂચિ જગાડવી – એમને એ પ્રવૃત્તિમાં સામેલ કરવા એ આપણી ફરજ બની જાય છે..

આપણે જોઈએ છીએ કે નાટ્ય પ્રવૃત્તિમાં યુવા કલાકારો આવે એ માટે દરેક ભાષામાં ખાસ કરી, ગુજરાતી અને મરાઠી- હિંદી ભાષામાં નાટય સ્પર્ધા યોજાય છે, જેને કારણે રંગભૂમિને ઘણાં નવા લેખકો, દિગ્દર્શકો અને કલાકારો મળે છે. ઘણો યુવા વર્ગ આમાં ભાગ પણ લે છે. જો કે, એ જ આયુનો પ્રેક્ષક આપણને મળતો નથી.

આ પરિસ્થિતિમાં આપણે પ્રાચીન-અર્વાચીન નાટકો અને રંગકર્મીઓ સાથે આપણા યુવા વર્ગને પરિચિત કરાવવો જરુરી છે. આપણી રંગભૂમિ ભાંગવાડીથી શરૂ થઈ જ્યાં સંગીત, નાટક અને અભિનય બધામાં કલાકારોની નિપુણતા દેખાતી… સમયની મર્યાદા, જગ્યાની મર્યાદા અને પૈસાનો પણ અભાવ હતો , છતાં કલાકારો પ્રેક્ષકનાં હૃદયમાં ઉત્તરી જતા અને વન્સમોર ’ મેળવીને નાટકને લોકભોગ્ય બનાવતા….

પછી એવો સમય આવ્યો કે ઈંગઝ જેવી માતબર સંસ્થાએ લોક્ભોગ્ય નાટકોનું નિર્માણ કર્યું. પ્રવાણ જોશી, શૈલેશ દવે, કાંતિ મડિયા, સુરેશ રાજડા, અરવિંદ ઠક્કર જેવા દિગ્ગજ દિગ્દર્શકો આવ્યા અને સમય પ્રમાણે નવા વિષયો, નવી માવજત સાથે નાટકો આધુનિક રંગભૂમિને આપ્યા… આ બધાં દિગ્ગજ દિગ્દર્શકો કલાકારોની નસ પારખતાં અને એમને પ્રોત્સાહિત કરી એમની પાસેથી ઉત્તમ અભિનય કરાવતાં અને કલાકાર પણ એ દિગ્દર્શકે મૂકેલો વિશ્ર્વાસ તોડતા નહીં .

આજે ફાસ્ટ ફૂડના જમાનામાં નાટકો પણ ૨૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. ત્રણ ટુચકા અને બે ડુસ્કા એક કમાઉ ફોર્મ્યુલા બની ગઈ છે. કલા… કલા ન રહી અને એક વ્યવસાયનું માધ્યમ બની ગયું છે.

આમ છ્તાં હું માનું છું કે રંગભૂમિને આજે નહીં તો કાલે આપણી યુવા પેઢી તીવ્રતાથીઅપનાવી લેશે તો આપણું કલાતત્વ રંગભૂમિ વિષે તો ઘણું લખી શકાય, પણ અત્યાર પૂરતું તો આટલું જ…!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button