વિશેષ: મોડર્ન લાઇફમાં ઇ-ગિફ્ટ્સ અગત્યનો ભાગ બની ગયા
-શૈલેન્દ્ર સિંહ
આજની આધુનિક જીવનશૈલીમાં ઇ-ગિફ્ટ્સનું ચલણ ખૂબ વધી ગયું છે. ઇ-ગિફ્ટ્સ એટલે ડિજિટલરૂપે મોકલવામાં આવતા શુભેચ્છા મેસેજિસ. ઇ-મેલ, મોબાઇલ મેસેજિસ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી એને મોકલવામાં આવે છે. એમાં વર્ચ્યુઅલ ગિફ્ટ કાર્ડ, ઇ-વાઉચર, ઑનલાઇન સબ્સક્રિપ્શન, ડિજિટલ સેવાઓ અથવા ઑનલાઇન શોપિંગના રૂપમાં ગિફ્ટ તરીકે આપવામાં આવે છે. આ ગિફ્ટ અત્યારે ખૂબ મહત્ત્વ ધરાવે છે. આંખના પલકારામાં એને ક્યાંય પણ મોકલી શકાય છે. આવી રીતે આ આપણી લાઇફને ઝડપ આપે છે.
| Also Read: કેટલી હોય છે એક Rolls Royceની કિંમત? જેમાં ફરવા નીકળ્યો…
જે આજની મોડર્ન લાઇફમાં અગત્યનો ભાગ બની ગયા છે.
વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગના દૂષણ હેઠળ ઇ-ગિફ્ટ્સ પર્યાવરણને કોઈ નુકસાન નથી પહોંચાડતા, કેમ કે એમાં કાગળ, પ્લાસ્ટિક કે પેકેજિંગની જરૂર નથી પડતી. કોવિડના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હોવાથી ઇ-ગિફ્ટ્સનું ચલણ વધ્યું હતું. લોકો પોતાના પ્રિયજનોને ડિજિટલ ભેટ આપીને તેમની સાથે કનેક્ટ થઈ શકતા હતા. એથી તહેવારો, બર્થ-ડે અને ઍનિવર્સરી દરમ્યાન ઇ-ગિફ્ટ્સની બોલબાલા વધી
જાય છે.
ભારતમાં ઇ-ગિફ્ટ્સનું ચલણ વર્તમાન સમયમાં ખૂબ વધી ગયું છે. ખાસ કરીને ડિજિટલ પેમેન્ટ અને ઇ-કૉમર્સના પ્રસાર સાથે. યુપીઆઇ, પૅટીએમ અને ગૂગલ પેમેન્ટ જેવા પ્રસિદ્ધ ડિજિટલ વૉલેટ અને પેેમેન્ટ ઍપ્સની ઉપયોગિતાનો પણ ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. એને કારણે ગિફ્ટ્સ આપવુ ખૂબ સરળ બની ગયું છે. લોકો ડિજિટલ વાઉચર અને ગિફ્ટ કાર્ડસ મોકલે છે. આપણે દુનિયામાં સૌથી યુવા દેશની ગણતરીમાં આવીએ છીએ. એથી યુવા પેઢી ટૅક્નોલોજી સાથે ખૂબ નજીક જોડાયેલા છે.
કોર્પોરેટ જગતમાં પણ યુવા કર્મચારીઓને અથવા ક્લાએન્ટ્સને ઇ-ગિફ્ટ્સ તરીકે વાઉચર અને ડિજિટલ સબ્સક્રિપ્શન આપવામાં આવે છે, જે વધુ સુવિધાજનક છે. વિશ્ર્વમાં સૌથી વધુ ઇ-ગિફ્ટ્સનો ઉપયોગ અમેરિકામાં કરવામાં આવે છે. ત્યાં ઇ-ગિફ્ટ્સ વધુ પ્રચલિત છે. અમેરિકામાં ક્રિસમસ, થેંક્સગિવીંગ અને બ્લેકફ્રાયડે દરમ્યાન ઇ-ગિફ્ટ્સની ડિમાન્ડ વધી જાય છે. એ દરમ્યાન લોકો ઍમૅઝોન, નેટફ્લિક્સ, સ્પોટીફાય જેવી ડિજિટલ સેવાઓની ગિફ્ટ્સ પોતાના પ્રિયજનોને આપે છે. સાથે જ યુરોપના અનેક દેશો જેવા કે યુકે અને જર્મનીમાં પણ એનું ચલણ વધ્યું છે.
ઇ-ગિફ્ટ્સના જેટલા ફાયદા છે તો થોડુંઘણું નુકસાન પણ છે. ઇ-ગિફ્ટ્સમાં વ્યક્તિગત અનુભવ કે પછી ઇમોશનલ ટચ નથી હોતો. એવો આનંદ નથી મળતો જેટલો પર્સનલી ગિફ્ટ આપવામાં મળે છે. ગિફ્ટ ખોલવાની જે ખુશી મળે છે એ આમાં નથી મળતી. સાથે જ ડિજિટલ ગિફ્ટ્સના ઉપયોગ દરમ્યાન ટૅક્નિકલ સમસ્યા પણ આવી શકે છે. આટલું જ નહીં ઇ-ગિફ્ટ્સના મામલામાં છેતરપિંડીની પણ શક્યતા હોય છે. સાયબર ફ્રોડ કાં તો હેકિંગનું જોખમ પણ સતત તોળાય છે. સાથે જ આવી ગિફ્ટ્સનો ઉપયોગ કરવા માટે પણ ચોક્કસ સમયસીમા હોય છે.
| Also Read:મગજ મંથન : માત્ર વસ્તુઓ નહીં, મોહ ને અહંકારનો પણ…
એ સમય નીકળી જાય તો પછી એ ગિફ્ટ્સ બેકાર બની જાય છે. સાથે જ જે લોકો ટૅક્નોલોજીમાં માહેર નથી તેમને આવી ભેટનો ઉપયોગ કઈ રીતે કરવો એની ચોક્કસ માહિતી નથી હોતી. એને કારણે આવી ગિફ્ટ્સનો કોઈ ઉપયોગ થતો નથી.
એથી એમ કહી શકાય કે ઇ-ગિફ્ટ્સનાં સારાં-નરસાં પાસાં છે