ઈન્ટરવલ

દેવ દિવાળી: વધુ એક આનંદનો અવસર

દિવાળી આવી અને ચાલી પણ ગઇ અને હવે દેવદિવાળીની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઇ રહી છે ત્યારે દેવદિવાળીનો અર્થ સમજીએ. હકીકતમાં ચોમાસામાં પૃથ્વી અને આકાશની આડે વાદળા આવી જાય છે. વરસાદ ખૂબ પડે છે તેથી મુશ્કેલીઓ અને બીમારીઓનું પ્રમાણ વધી જાય છે.
બ્રહ્વાંડ દ્વારા આવતી સૂર્ય સહિત અનેક દૈવી શક્તિ આ સમયે વાદળાઓ દ્વારા રૂંધાય છે. દેવો જાણે સંતાઇ ગયા હોય કે પોઢી ગયા હોય તેવું દૃશ્ય સર્જાય છે. આથી ચોમાસાની શરૂઆતમાં અષાઢ મહિનાની સુદ એકાદશી સનાતન સંસ્કૃતિ પ્રમાણે દેવપોઢી એકાદશી તરીકે ઉજવાય છે.
વરસાદના આ દિવસોમાં તકલીફો બહુ આવે છે. પ્રવાસ કે અન્ય શુભપ્રસંગો ટાળવામાં આવે છે એટલે ચાતુર્માસમાં લોકો વધુને વધુ ધર્મકાર્યો તરફ વળે છે.
આ ભેજવાળી ઋતુમાં પાચનશક્તિ ઓછી થાય છે એટલે ઉપવાસ કરવાનો પણ અનેરો મહિમા છે. લોકો શ્રાવણ મહિનો, ગણપતિ અને નવરાત્રોત્સવ દરમ્યાન ઉપવાસ એકટાણા કરતા હોય છે.
હવે કારતક મહિનાથી પરિસ્થિતિ બદલાય છે રોગિષ્ટ વર્ષાઋતુ અને શરદઋતુ પૂરી થાય છે. મુશ્કેલીઓ સર્જતા વાદળો પૂરેપૂરા વરસીને શાંત થઇ જાય છે. આકાશ અને પૃથ્વી વચ્ચે જે વાદળોના આવરણ હતા એ વિખેરાઇ જાય છે. વળી પાછા સૂર્યનારાયણ સહિત અનેક ગ્રહો (દેવો)ની કૃપા આપણા પર વરસવા લાગે છે. આ સમયનો સૂર્ય આપણી સમક્ષ મિત્ર બનીને આવે છે. એટલે તો કારતક સુદ છઠના દિવસે સૂર્યપૂજાનું અનોખું મહત્ત્વ છે. ટૂંકમાં સૂર્ય સહિતની તમામ દૈવી શક્તિ આપણા તનમનનું સ્વાસ્થ્ય જાળવવા કોઇ પણ અવરોધ વિના આવી પહોંચે છે .
જાણે કે આ કલ્યાણકારી દેવો જાગી ગયા હોય તેમ આપણે કારતક સુદ અગિયારશને દેવઊઠી એકાદશી કે દેવ દિવાળી તરીકે ઉજવીએ છીએ. બારશને દિવસે સૃષ્ટિના પાલનહાર વિષ્ણુના લગ્ન પણ આરોગ્ય આપનારી પવિત્ર તુલસી સાથે કરાવીએ છીએ જે તુલસી વિવાહ તરીકે ઉજવાય છે.
આ દિવસ પછી આપણે પણ આપણા દીકરા-દીકરીઓના લગ્ન કે અન્ય શુભપ્રસંગો ઉજવી શકીએ છીએ. આ દિવસોમાં ભેજ ઓછો અને ઠંડી વધતી જાય છે. પાચનશક્તિ વધતી જાય છે એટલે ખાણીપીણીની મોજ પણ ગોઠવી શકાય છે.
ટૂંકમાં દેવદિવાળી એટલે લગ્નો અને અન્ય ઉત્સવોની, જાગૃત થયેલા દેવોની સાક્ષીએ ઉજવણી કરવાનો રૂડો અવસર. ખાણીપીણી અને મોજમજા માણવાની સુંદર તક.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો