ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

રમુજી સવાલના મનમોજી જવાબ દર્શન ભાવસાર

નવરાત્રિમાં તમે ગરબા ગાયા કે નહીં? * વાઈફ ગરબે ઘૂમતી હતી. હું બાબો તેડીને અને વાઈફનું મોટું પર્સ લઈ એની પાછળ ઘૂમતો હતો. એ રમી… હૂં ઘૂમ્યો… સાવ રે, સોનાનું મારું ઝાંઝરિયું ખોવાણું રે.. * ઓરિજિનલ બિલ અને એફિડેવિટ કરાવીને પોલીસ ફરિયાદ કરી દો. ફાઈલ પર વજન કેમ મૂકવું પડે છે? * ફાઈલ કોઈ અજાણ્યા ખૂણે ઊડી ના જાય એ માટે… દિવાળી સફાઈ માટે મારે માળિયે ના ચઢવું પડે એનો કોઈ આઈડિયા છે? * દિવાળી પર નહીં કરો તો તમારી ‘એ’ નિસરણી પર ઊભા રાખીને હોળી પર સફાઈ કરાવશે… મૂર્ખામીની હદ કોને કહેવાય? * મેચની શરતમાં હાર્યા પછી પણ મેચની હાઈલાઈટમાંય શરત લગાવે. રાજાને ગમે તે રાણી..તો રાણીનો વારો કયારે આવશે? *

| Also Read: ટૅક વ્યૂહ : AI કંટ્રોલ ડ્રોન: તારક કે મારક? જો આ પ્રોગ્રામ જીવલેણ સાબિત થાય તો ટેક્નોલોજી વ્યર્થ..?!

તમે રાજા બનશો ત્યારે… રાત રઢિયાળી, આંખ અણિયાળી, ચાલ નખરાળી, દેખાવમાં રૂપાળી… * તો, બનાવી લો એને ઘરવાળી… ગર્લ ફ્રેન્ડ હવે ગાર્ડનમાં આવવાની ના પાડે છે. શું કરું? * ગાર્ડન બદલો…ગર્લ ફ્રેન્ડ નહીં. ઘડિયાળ અને ઘરવાળીની ટકટક ના સાંભળવા શું કરું? * બહેરા બની જાવ. નારાજ પત્નીને પટાવવી કે મનાવવી સારી? * આમાં કેબીસીની જેમ ચાર ઓપ્શન અને ફોન અ ફ્રેન્ડ ના હોય…. પોળમાં રખડતાં કૂતરાં માટે સ્ટ્રીટ ડોગની જેમ પોળમાં રખડતી ગાયને સ્ટ્રીટ કાઉ કેમ કહેતા નથી? * કૂતરાંએ કોપીરાઈટ લીધા હશે. ચંદ્ર પર જીવન છે. તમે શું માનો છો? *

હું એટલું જાણું કે ચંદ્રિકા, મારું જીવન છે! રામરાજ્યની સ્થાપના ક્યારે થશે? * પહેલાં લક્ષ્મણરેખા દોરી બતાવો. આસોપાલવમાં પાલવ તો ક્યાંય દેખાતો નથી? * પહેલાં તમે ગુલાબજાંબુમાં ગુલાબ અને જાંબુ શોધી લો. એટલે પાલવ શોધતાં આવડી જશે. દુનિયા ગોળ છે, એવું કેમ બોલાય છે? * કારણ કે દુનિયા ચોરસ છે- દુનિયા લંબચોરસ છે એવું કોઈ બોલતું નથી… નાપાસ થનારને સ્કૂલવાળા ઉપર ચડાવી આપે છે તો પ્રેમની પરીક્ષામાં નાપાસ થનારને શું ? * એને વારંવાર પ્રેમમાં પડવાની સજા .. એક મિત્રની પ્રેમિકા સાથેનું બ્રેકઅપ થઈ ગયું. હવે શું કરું?

| Also Read: સર્જકના સથવારે : ગુજરાતી ગઝલના સૂફી શાયર ‘મસ્ત મજનૂ’ કપિલરાય ઠક્કર

* બીજા ફ્રેન્ડની ફિયાન્સ સાથે પેચઅપ ટ્રાય કરો. ગેરંટી અને વોરંટીમાં શું ફરક હશે? * ગેરંટી વિશે વડા પ્રધાનશ્રીને અને વોરંટી વિશે કોઈ શો રૂમવાળાને પૂછી લેજો. અફવા અને આગાહી વિશે સમજાવશો? * એક હીરોઈન પ્રેગનન્ટ બન્યાની અફવા ફેલાઈ તો એક આશિકે લખ્યું: હીરોઈનને બાબો આવશે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button