ઈન્ટરવલ

સાયબર સાવધાની : ભૂલથી ગયેલા પાંચ હજાર મેળવવામાં છ લાખનો ફટકો

-પ્રફુલ શાહ

ઓનલાઈન પર ભૂલથી કે અજાણતા કોઈ રકમ ગુમાવી હોય અને ઓનલાઈન થકી જ એ સમસ્યાનો ઉકેલ મેળવવામાં અગણિત જોખમો છે. ઓનલાઈન પર ધુતારા જાળ પાથરીને ડાઘિયા કૂતરાની જેમ રાહ જોઈને જ બેઠા હોય છે. જેનો શિકાર સંપર્ક કરે એટલે તરત બાટલામાં ઉતારી જ દે.

| Also Read:

બ્રહ્માનંદસ્વામી : શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા

થોડા સમય અગાઉ મુંબઈની એક યુવતીને આવો જ આઘાતજનક અનુભવ થયો. આ બહેને પોતાની બૅંકની મોબાઈલ એપ દ્વારા કાર્ડલેસ ચુકવણીની શરૂઆત કરી હતી. અજાણતા કે ભૂલમાં એમનાથી રૂપિયા પાંચ હજારની રકમ ટ્રાન્સફર થઈ ગઈ. એસ.એમ.એસ. આવતા આ બાબતની જાણ થઈ. તેમના પાંચ હજાર રૂપિયા યુ.પી.આઈ. દ્વારા કેરળ પહોંચી ગયા હતા. એ પણ કેરળના મુખ્ય પ્રધાનના કોવિડ સંબંધી આપત્તિ રાહત ફંડમાં.

ખૂબ વિચારીને આ બહેને નક્કી કર્યું કે યુ.પી.આઈ.ની માલિકી ધરાવતી કંપની નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાનો સંપર્ક કરવો. એમને વિનંતી કરવી કે આ રકમ અજાણતા ટ્રાન્સફર થઈ ગઈ છે, તો રિફંડ મેળવી આપો. પોતાના બૅંક એકાઉન્ટમાં પાંચ હજાર રિવર્સ એન્ટ્રીથી પાછા શા માટે ન આવી શકે? તેમણે એન.પી.સી.આઈ.નો સંપર્ક સાધવાની વિગતો માટે ગૂગલ પર શોધખોળ આદરી. કોર્પોરેશનની ટોલ-ફ્રી હેલ્પલાઈનનો નંબર મળતા ઝાઝીવાર ન લાગી.

| Also Read:પ્રસન્નતા મેળવવી-પ્રસારવી: આ રહ્યા તેમના ઉમદા માપદંડ

એકદમ ખુશ થઈને તેમણે એ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ડાયલ કર્યો. સામેથી કોર્પોરેશનની બાંદ્રા બ્રાન્ચના કર્મચારીએ ફોન ઉપાડ્યો. તેણે પોતાની ઓળખાણ સુરેશ શર્મા તરીકે આપી. સુરેશે બહેનની પૂરી વાત એકદમ શાંતિથી સાંભળી. પછી ખાતરી આપી કે આપની વિગતો નોંધી લેવાઈ છે. આ કામકાજ સંભાળતો મારો સાથીદાર આપનો અવશ્ય સંપર્ક કરશે, આમ જરાય ફિકર કરતા નહીં.

બહેને આશા સાથે ફોન કટ કર્યો. સામેથી ફોન આવવા માટે તેમણે ઝાઝી રાહ ન જોવી પડી. અમિત યાદવ નામના ઈસમે ફોન કરીને સમજાવ્યું કે આપ એક એપ ડાઉનલોડ કરી લો. આ ઉપરાંત ઝડપથી કામ પતાવવા સહાય મળે એ માટે આપના મોબાઈલ ફોનની સ્ક્રીનનો એક્સેસ પણ આપવો પડશે. સાથોસાથ બૅંકના પાનાની વિગતો, પાસવર્ડ, યુ.પી.આઈ.ની વિગતોય સમજાવી-પટાવીને લઈ લીધી અને પોતાના હકના પૈસા પાછા મેળવવા માટે તેમણે સૂચનાનું અક્ષરશ: પાલન કર્યું. પોતાના બૅંક એકાઉન્ટમાં પાંચ હજાર રૂપિયા જમા શૂન્ય થઈ ગયાના મેસેજની રાહ જોવા માંડયા, પરંતુ થોડીવારમાં જ આંચકો લાગ્યો. એમના ખાતામાંથી ૯૩ હજાર રૂપિયા ઓછા થઈ ગયા. મેસેજ વાંચતા ખબર પડી કે આ રકમ કોઈ વિરેન્દ્ર રાયકવારના ખાતામાં ગઈ હતી. આ અંગે ફરી અમિત યાદવનો સંપર્ક કર્યો તો માહિતી મળી કે આપની રકમ પાછી આપવા માટે નવું ખાતું બનાવાયું છે. આપને ૨૪ કલાકમાં આ નાણાં પાછા મળી જશે, પરંતુ એવું ન થયું. ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કર્યો તો કુમાર નામની વ્યક્તિ સાથે વાત કરાવાઈ. તેણે ફરીથી બધેબધી વિગતો માગી લીધી. એના પછી ફરી બહેનના એકાઉન્ટમાં બેલેન્સ ઘટી ગયું.

| Also Read:તમારા દર્શન બાદ કોઈ કામના શેષ રહેતી નથી, ફક્ત એક જ કામના શેષ છે કે જન્મજન્માંતર સુધી તમારી આરાધના કરતો રહું

આ પ્રક્રિયામાં ચાર દિવસ વીતી ગયા અને એ દરમિયાન એમના ખાતામાંથી કુલ છ લાખ રૂપિયાને પગ આવી ગયા હતા. એણે ઓનલાઈન ચિટિંગની ફરિયાદ લખાવી.

અ.ઝ.ઙ. (ઑલ ટાઇમ પાસવર્ડ)
ઓનલાઈન લેણદેણ કરનારાએ કે બૅન્કની વિગત પાસવર્ડ ક્યારેય કોઈ કરતા કોઈ સાથે શેઅર ન જ કરવા જોઈએ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button