ઈન્ટરવલ

ગુજરાતમાં ધાણાનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થયું છે

તસવીરની આરપાર – ભાટી એન.

આપણા કવિએ વસંતને સપ્તરંગી ચૂંદડી ઓઢી હોય એવો ઉલ્લેખ સાંભળ્યો છે! પણ મેં વાંકાનેરથી રાજકોટ જતા સિંધાવદર રોડ ટચની વાડીમાં રંગબેરંગી ચૂંદડીઓથી બાંધેલ ભારા જોતા હું તસવીરકારનો જીવ ખરોને !? એટલે જાણવાની ઉત્સુકતા થઇને આવો રંગીન નજારાની તસવીર લેવા પ્રેરાયો…! આ ભારા છે ધાણાના આ અમૂલ્ય જણસ છે. ધાણાનો ભાવ વધારે મળે છે. જેથી તેનું જતન પણ કાળજીપૂર્વક થવું જોઇએ! કાઠિયાવાડમાં ધાણાની ખેતી મબલક થાય છે. તેનું એક ઉદાહરણ આપુ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઇ છે. હોળી, ધુળેટી, પહેલા ધાણાની આવક નોંધાઇ હતી!! ને ૧૪૦૦થી ૧૫૦૦ વાહનોની સાત કિ.મી. લાંબી લાઇનો લાગી હતી.! હરાજીમાં ધાણાના ૨૦ કિલોના ભાવ ૧૦૦૦થી ૨૦૨૬ સુધી બોલાયા હતા! જયારે ધાણીનો ૨૦ કિલોનો ભાવ રૂપિયા ૩૫૦૧માં હરાજી થતા સૌરાષ્ટ્રમાં ધાણાનું વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે.

ધાણા દ્વિદળી વર્ગમાં આવેલા એપ્રિયસી (અમ્બેલીફેરી) કુળની એક વનસ્પતિના ફળ તેના છોડ વૈજ્ઞાનિક નામ ઈજ્ઞશિફક્ષમાીળ તફશિંદફક્ષ કશક્ષવ સંસ્કૃતમાં ધાન્ય, કુસ્તુમ્બરી, હિન્દીમાં ધનિયા, મ. કોથીંબર ધણે, બંગાળ ધને, ગુજરાતમાં ધાણા, કોથમીર, આ આપણી રસોઇમાં અભિવૃદ્ધિ કરે છે. ને ધાણા-જીરું આપણા રસોઇના રાજા છે. ધાણા ૩૦થી ૯૦ સેમી ઊંચો એક વર્ષાયુ છોડ છે. તેના પર્ણો પહોળા હોય છે. કુંઠદંતી (ઈયિક્ષફયિં) ખંડિત પૂર્ણ કિનારી ધરાવે છે! તેના ફળ ગોળાકાર ખાંચાવાળું પીળું બદામી અને ૨.૦-૩.૫ મિ. મી. વ્યાસ ધરાવે છે ફળને દબાવતા તે બે અર્ધભાગ (ફલાંશક)માં વહેંચાય છે! પ્રત્યેક અર્ધ ભાગ એક બીજ ધરાવે છે. પાક ૧૧૦થી ૧૨૦ દિવસનો થાય ત્યારે ધાણા પરિપકવ બને છે.

ધાણાનું ઉદભવસ્થાન ભૂમધ્ય પ્રદેશ ગણાય છે! તેનું વાવેતર ભારત ઉપરાંત રશિયા, પોલેન્ડ, મેક્સિકો, પાકિસ્તાન, ભારતમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિળનાડુમાં ધાણાનું વાવેતર થાય છે. ગુજરાતમાં લીલાધાણા કે કોથમીરનું શહેરની ચારે બાજુ બારે માસ વાવેતર થાય છે. નદીના પટમાં પણ ઉનાળામાં વાવેતર થાય છે. સૂકા ધાણાનું ખેતર, વાડીમાં વાવેતર રવી ઋતુમાં થાય છે. કારણ કે ઠંડી આબોહવામાં ધાણાનો બેસારો અને વિકાસ વધારે થાય છે.! ધાણાની ખેતી માટે સારી નિતારશક્તિ અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્ત્વ ધરાવતી રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી જમીન વધારે માફક
આવે છે.

ધાણાના છોડને કાપણી બાદ છોડને હવાની સંપૂર્ણ અવરજવર થતી હોય તેવી છાંયાવાળી જગ્યાએ સૂકવવામાં આવે છે. એક હેકટરે ધાણાનું ૮૦૦થી ૧૦૦૦ કિ.ગ્રા. જેટલું ઉત્પાદન મળે છે! ધાણાના પાંદડામાં વિટામિન ‘એ’ અને વિટામિન ‘સી’ વધુ જોવા મળે છે. જેથી વ્યાપક પ્રમાણમાં પાવડર, સૂકાબીજ તેમ જ તાજા પાંદડાનો ઉપયોગ ચટણી તેમ જ વિવિધ રસોઇ બનાવટમાં કરવામાં આવે છે. ધાણા આપણા રસોડાની અંદર અતૃલ્ય માન ધરાવે છે.

-આલેખન તસવીર : ભાટીએન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button