ઈન્ટરવલ

ચોવકો મારે છે ચાબખા

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

આપણે ઘણાને એમ કહેતાં સાંભળતા હોઈએ છીએ કે, આજકાલ રાત્રે ઊંઘ નથી આવતી. એવું સાંભળ્યા પછી બહુ સ્વાભાવિક પણે આપણે વિચારી એ કે જરૂર કોઈ ચિંતા ખાઈ જતી હશે! આપણે એવા પણ માણસો સમાજમાં જોયા હશે કે, જે કોઈ પણ પ્રકારની જવાબદારી વગર જીવતા હોય છે અને રાત પડ્યે ઘોરી જતા હોય છે. આવો અર્થ બતાવતી એક ચોવક પ્રચલિત છે: “છછી નિકાં વછી નેં નિંધર અચે અછી આ ચોવકમાં “છછી નિકાં વછી એ શબ્દ સમૂહ છે જેનો અર્થ અહીં બે જવાબદાર થાય છે. ખરેખર ‘છછી’ શબ્દનો અર્થ થાય છે “બાળ બચ્યાં અને વછીનો અર્થ થાય છે “વાછડી! પરંતુ સંપૂર્ણ શબ્દાર્થ થાય છે “કોઈ જ જવાબદારી નહોવી!

આપણા સમાજમાં સલાહ-સૂચન આપવાવાળા સો જણા મળે, પણ આપણે કરવાનું કામ વિચારીને જ કરવું જોઈએ. ચોવક પણ એવી જ સલાહ આપે છે કે, “ચોંધલ ત ચેં પ સુણંધલ કે વિચાર ખપે ચોંધલ એટલે કહેવાવાળા, ‘ચે’નો અર્થ થાય છે: કહે સુણંધલ એટલે સાંભળનાર અને વિચાર ખપેં નો અર્થ છે વિચારવું જોઈએ અથવા અન્યત્ર બુદ્ધિ હોવી જોઈએ એવાં અર્થમાં પણ વાપરી શકાય. સરળ અર્થ ચોવકનો હવે સ્પષ્ટ થઈ ગયો છે કે, “આપણું વર્તન વિચારપૂર્વકનું હોવું જોઈએ.

સૌ પરિચિત છીએ આ ગુજરાતીમાં વપરાતી કહેવતથી : ક્ષમા વીરસ્ય ભૂષણમ્… ખરુંને? કચ્છીએ એમ કહેવાય છે કે, ‘છડપ મિણીયા વડી વડપ’ ‘છડપ’ એટલે આમ તો, છોડી દેવું પણ અહીં જતું કરવું એ અર્થમાં તેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. “મિણીયાં એટલે સૌથી વધારે ‘વડી’ એટલે ‘મોટી’ અને ‘વડપ’નો અર્થ થાય છે મોટાઇ! શબ્દાર્થનું સંયોજન કરતાં જે અર્થ આકાર લે છે તે છે: જતું કરવું એ સૌથી મોટી મોટપ કે મોટાઈ છે.

જોકે, કોઈને આશીર્વાદ આપવા માટે ગુજરાતીમાં કે કચ્છીમાં ઘણા શબ્દો કે શબ્દ સમૂહ છે, પરંતુ કચ્છીએ એમ પણ કહેવાય છે કે “છાલ કેંજા ચર્યા ન થીયે બહુઅર્થી ચોવક છે. ‘છાલ’ એવો શબ્દ છે જેને અહીં ‘હે ભગવાન’ એવો અર્થમાં લેવો જરૂરી છે. ‘કેંજા’ એટલે કોઈના, ‘ચર્યા’ એટલે ‘ગાંડા’ અને ‘થીયેં’નો અર્થ થાય છે: ‘થાય’. વિપરીત રીતે એવી દુઆ છે કે, ‘હે ભગવાન આવાં (સંતાન) સૌને આપ જે અને ચોવકના શબ્દાર્થ પર જઈએ તો : હૈ ભગવાન કોઈનો પણ (સંતાન) ગાંડા (અણસમજુ) ન થાય!’

જો જરા પણ ઓછી અક્કલ કે સમજ ન ધરાવતી વ્યક્તિ મળે તો સમાજ ઓળખી જાય છે અને કહે છે: “છેંણા ધૂં કરે વ્યા “છેણાં એટલે છાણા ‘ધૂં’નો અર્થ થાય છે ધૂમાડો “કરે વ્યા એટલે સરખાં સળગ્યાં નહીં કે, તપ્યાં નહીં… ટૂંકમાં છાણા તપાવવા મૂક્યાં તો અગ્નિમાં તપવાના બદલે ધૂમાડો કરવા લાગ્યાં! અને ચોવકનો અર્થ થાય છે: અક્કલ ઓછી હોવી!

ગુજરાતીમાં એક કહેવત છે કે, નહીં મામા કરતાં કહેણો (કાણો) મામા સારો! જ્યાં યોગ્ય વ્યક્તિઓનો અભાવ વરતાતો હોય ત્યાં અયોગ્ય વ્યક્તિઓનું પણ મહત્ત્વ જોવા મળે છે! પણ કચ્છીમાં માણવા જેવી ચોવક છે કે, “જાડ ન વે ઉત તાડ પ રાજા ‘જાડ’ એટલે વૃક્ષ ‘ન વે’ એટલે ન હોય. ‘ઉત’નો અર્થ થાય છે: ત્યાં ‘તાડ’ એક ઊંચા વૃક્ષનું નામ છે જે છાંયડો નથી આપતું! ‘પ’ આ એકક્ષરી શબ્દનો અર્થ છે: પણ ‘રાજા’ એટલે રાજા. સરળ અર્થ થાય છે: જયાં સારા માણસોની ગેરહાજરી હોય ત્યાં નઠારાનું પણ મહત્ત્વ હોય છે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…