ઈન્ટરવલ

જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ બતાવે છે ચોવક

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

ચોવક છે : ” સિજ છાબડે ઢક્યો ન રે એવાજ અર્થ વાળી ગુજરાતીમાં પણ કહેવત છે: સૂરજ છાબડે ઢાંક્યો ન રહે! ચોવકમાં પહેલો શબ્દ છે: ‘સિજ’ જેનો અર્થ થાય છે : સૂરજ અને ‘છાબડે’એટલે છાબડીએ ‘ઢક્યો’ નો અર્થ થાય છે: ઢાંક્યો અને ‘ન રે’ એ બે એકાક્ષરી શબ્દનો અર્થ થાય છે : ન રહે. સૂરજ છાબડીએ ઢાંક્યો ન રહે તેમ ઘણી બાબતો એવી હોય છે જે છુપાવી શકાતી નથી! એવો શબ્દાર્થ છે આ ચોવકનો પણ ગર્ભિત અર્થ ઘણા થઈ શકે છે. જેમકે : શૂરવીર પુરુષ, જ્ઞાની વ્યક્તિ કે સુંદર નારી ઓળખાયા વગર ન રહે.

એક બહુ સરસ ચોવક છે: “સિકલ ચૂડેલ જી, મિજાજ પરી જોસિકલ શબ્દનો અર્થ છે: દેખાવ કે ચહેરો અને ‘ચૂડેલજી’ એટલે ચૂડેલની. મિજાજનો અર્થ થાય છે: મિજાજ, સ્વભાવ કે વર્તણૂક! શબ્દાર્થ સ્પષ્ટ છે કે, દેખાવ ચૂડેલ જેવો અને મિજાજ પરી જેવો! પણ ચોવક જે કહેવા માગે છે તે એ છે કે, દેખાવ અને હકીકતમાં ઘણો ફેર હોવો! જેમકે દેખાવે તો રૂપાળાં ‘ત્રુ’ (એક કડવું ફળ) પણ હોય પરંતુ સ્વાદ તેનો ખૂબજ કડવો હોય છે. ગુજરાતીમાં આપણે ઘણીવાર કોઈને કહેતાં હોઈએ કે, રૂપાળા હોવું એ દેખાવ જરૂર છે, પરંતુ સ્વભાવે ગધેડા જેવા ડફોળ હોઈએ તો, રૂપની કિંમત શું? ખરું ને?

આજે સારાપનો જમાનો નથી આવું આપણે બોલતાં કે સાંભળતા હોઈએ છીએ. કચ્છીમાં ચોવક પણ એવોજ અર્થ બતાવે છે કે “સાર માંસાઈ જો જમાનૂં નાંય અહીં ‘સાર’ શબ્દનો અર્થ છે: સારાપણું કે સારપ ‘માંસાઈ’ નો અર્થ થાય છે: માણસાઈ ‘જો’ એટલે ‘નો’, ‘જમાનૂ’ અર્થ થાય છે: જમાનો અને ‘નાંય’ એટલે નથી. મતલબ કે, સારમાણસાઈનો જમાનો નથી, પરંતુ આટલો જ અર્થ ચોવકનો નથી થતો. જ્યારે કોઈના ગુણ ધ્યાનમાં ન લેવાય ત્યારે આવો નિરાશાવાદી સૂર સાંભળવા મળે છે.

સારપનો સમાવી લેતી બીજી પણ એવી ચોવક પ્રચલિત છે: ” સારો સૂડીયેં ચડે ‘સારો’ શબ્દનો અર્થ થાય છે: સજ્જન ‘સૂડીયેં’ એટલે ફાંસીએ અને ‘ચડે’ નો અર્થ છે: ચડે. શબ્દાર્થ છે: સજ્જન વ્યક્તિ જ ફાંસીએ ચડે. અને ભાવાર્થ છે : સારપનો બદલો ખરાબ… મતલબ કે સજ્જનતા દાખવવા જતાં બદનામ થવું પડે તેવી સ્થિતિ.

ગુણ, જ્ઞાન અને સાધનાને પ્રમાણિત કરતી એક ચોવક છે. ” સાધે સે વાધે ‘સાધે’ એટલે કે જે સાધના કરે તે અને ‘વાધે’ એટલે આગળ વધે, ભણતરને મહત્ત્વ આપતી આ ચોવકનો સ્પષ્ટ અર્થ જ એ છે કે, લક્ષ્યને વેધવું! એટલે જ તે અર્થની બીજી ચોવકમાં કહ્યું છે: “સામીં વે સે સિધ વે ‘સામીં’ એટલે સ્વામી કે ગુરૂ, ‘વે સે’ આ પણ એકાક્ષરી બે શબ્દો છે, જેનો અર્થ થાય છે: હોય તે. ‘સિધ’ એટલે જ્ઞાન. અને જો કોઈ વ્યક્તિ માટે તેનો ઉપયોગ થતો હોય તો તેનો અર્થ થાય છે : જાણકાર. શબ્દાર્થ છે: જે સ્વામી હોય ને જ્ઞાન સેધડા જ હોય. ચોવક જે કહેવા માગે છે તે એટલું જ છે કે, જ્ઞાનનું ખૂબજ મહત્ત્વ હોય છે.

એક કહેવત છે : સમજને માર હોય’ એ જ વાત ચોવક પણ કહે છે: “સમજ કે માર આય અર્થ સ્પષ્ટ છે એટલે શબ્દાર્થ ન કરતાં ભાવાર્થ માણીએ ‘સમજ’ હોવી એ ગુણ છે, જે સફળતા અપાવે છે અને ‘સમજ’ હોવી એ ઘણીવાર દુ:ખ પણ પેદા કરાવે છે’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress