ઈન્ટરવલ

છોટી કાશી જામનગરનો T આકારનો પ્રતાપ વિલાસ પેલેસ હાલારની શાન છે

તસવીરની આરપાર -ભાટી એન.

ભારતભરમાં અગાઉ રાજાઓનાં રાજ હતાં. તેઓ જે જગ્યાએ રહેતા તેને પેલેસ (મહેલ) જેવા નામથી સંબોધન થતું. ખરેખર આ શબ્દો અત્યારે સાચા લાગે છે…! વર્ષો અગાઉ બનાવેલા નક્કર પથ્થરો એમાં થયેલું કલાત્મક બાંધકામ રાજાઓના પેલેસમાં મહેલની જાહોજલાલી એક્સ્ટ્રા ઓર્ડિનરી અભિવૃદ્ધિ કરતા ઝુમ્મરો, રાજાશાહી સમયના પેઈન્ટિંગ ઉપરાંત ઘણું બધું સાચવી રાજાશાહીને જીવંત રાખી છે. તેમાં રહેલ પ્રાચીન વસ્તુઓ જોવા માટે જાણીતો છે. જેને અગાઉ નવાનગર તરીકે સંબોધન થતું ને છોટે કાશીનું બિરૂદ પામેલ જામનગર જિલ્લાને ‘હાલાર’ પ્રદેશ તરીકે ઓળખાય છે. તેવા જામનગરના જાડેજા રાજવીઓએ ટી (T) આકારનો વ્હાઈટ હાઉસ જેવો સફેદ રંગથી રંગેલો ‘પ્રતાપ વિલાસ પેલેસ’ ભારત દેશના પશ્ર્ચિમ ભાગમાં નવાનગર જામનગરની આન, બાન, શાન છે…! આજે ગુજરાતના નકશામાં ઐતિહાસિક સ્થાન ધરાવે છે.

ગુજરાતનો અતિ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત મહેલ એટલે જામનગરનો ‘પ્રતાપ વિલાસ પેલેસ’. જામનગર પહેલા પણ અને હવે પણ રોયલ રજવાડું અને જિલ્લા તરીકે જાણીતું છે. અહીંનો રાજવી પેલેસ પ્રતાપ વિલાસ પેલેસ સ્પેશિયલ ગ્લાસ ટેક્નિકથી સજાવાયો છે. તેના બાંધકામમાં યુરોપિયન ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પેલેસની ઉ૫ર ત્રણ ડોમ બનાવાયા છે. અતિ સમૃદ્ધ રાજા હોવાથી માન અને આદર સાથે પ્રજા જેને ‘જામ સાહેબ’ નામથી ઓળખતી હતી તે પ્રજા હવે આધુનિક જમાનામાં આદરણીય પ્રતિષ્ઠિત તેમજ સમૃદ્ધ વ્યક્તિને આજે પણ ‘જામસાહેબ’ જેવા હુલામણા નામથી બોલાવે છે.

૧૫મી સદીમાં રચાયેલું નવાનગર નામનું રજવાડું એ ઉપરાંત દરબારગઢ પેલેસ પણ બાંધવામાં આવ્યો છે. દરબારગઢ પેલેસ યુરોિ૫યન અને રાજપૂત સૈનિકોથી બાંધવામાં આવ્યો છે, જ્યારે પ્રતાપ વિલાસ પેલેસ વિક્ટોરિયા મેમોરિયલ બિલ્ડિંગની પ્રેરણાથી બંધાયેલો છે. પરંતુ તેના ડોમ ભારતીય શૈલીથી બાંધવામાં આવ્યા છે. જામ રણજિતસિંહના નામથી ‘રણજી ટ્રોફી’ ક્રિકેટ જગતના ઈતિહાસમાં અમર બની. ૨૦ સેન્ચૂરીની યાદ અપાવતું બેટ જામનગર ખાતેથી ચોરાયું હતું. મહારાજા રણજિતસિંહના નામે આજે પણ રણજી ટ્રોફી રમાય છે. રણજી ટ્રોફી રમતો ખેલાડી પ્રમોશન મેળવી ટેસ્ટ, વન ડેમાં સ્થાન પામી શકે છે. જામસાહેબ શત્રુપાલ્યસિંહજી જે રણજિતસિંહના જ્યેષ્ઠ પુત્ર છે. પ્રતાપ વિલાસ પેલેસ ભવ્યતાતિભવ્ય છે. તેને ફરતી લીલીછમ વનરાય બગીચાની વચ્ચે છે.
પેલેસના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર વિરાટ ટાવર કલાત્મક છે. તેમજ ટી (T) આકારનો પેલેસને એક જ ફ્રેમમાં કેપ્ચરિંગ કરવા માટે ખાસ ડ્રોન કેમેરાથી આકાશ પરથી એરિયલવ્યૂ તસવીર લેવામાં આવી છે. જેથી આપને આ ભવ્ય પેલેસની ઝાંખી સુપેરે થાય આપ જામનગર જાવ તો પ્રતાપ વિલાસ પેલેસ જોવાનું ચૂક્તા નહીં.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત