ગોહિલવાડનું ભાવનગર: એક ઐતિહાસિક શહેર
તસવીરની આરપાર -ભાટી એન.
સૌરાષ્ટ્રમાં વિવિધ ઉપમાથી વિસ્તારને ઓળખાય છે. ઝાલાવાડ, હાલાર, ઘેડ, સોરઠ, ગીર, બરડો જેવાં નામોમાં ગોહિલવાડ એટલે ભાવનગર. ત્યાંના રાજવીઓ ગોહિલ ક્ષત્રિયો હતા અને આજે પણ ગોહિલવાડના રાજવીને માનપાન આપે છે. અત્યારના યુવાન કસરતબાજ જયવિરરાજસિંહ ગોહિલ મર્દ મુછાળા હેન્ડસમ રાજવીને જોતા જ તેની પ્રતિભા જ આગવી ઓળખ આપી દે. આઝાદી પહેલાના દિવસોમાં ભાવનગર ગોહિલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું!
મહારાજા શ્રી ભાવસિંહજીએ ભાવનગરની સ્થાપના વડવા ગામ નજીક ૧૭૪૩ની સાલમાં કરી હતી. ભારત સંઘ સાથે વિલીનીકરણ કરવામાં અનુમતિ આપનાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી અનુમતિ આપનાર ભારત દેશના પ્રથમ રાજા હતા તેણે ભારત દેશની અખંડતા બરકરાર રાખવા આખું રાજ્ય સોંપી દીધું, આ છે વિરતા ગોહિલવાડના રાજવીની. સૂર્યવંશી કુળના ગોહિલ રાજપૂતને મારવાડમાં ગંભીર સ્પર્ધાનો સામનો કરવો પડ્યો લગભગ ૧૨૬૦ એ.ડી. તેઓ ગુજરાત કિનારે ગયા અને ત્રણ રાજધાની સ્થાપિત કરી સેજકપુર (હવે રાણપુર), ઉમરાલા અને સિહોર. સેજકપુરની સ્થાપના ૧૧૯૪માં થઈ હતી. ૧૭૨૨-૧૭૨૩માં ખાંતાજી કડાની અને પિલ્લાજી ગાયકવાડની આગેવાની હેઠળ સૈનિકોએ સિહોર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહારાજા ભાવસિંહજી ગોહિલ દ્વારા ૧૭૨૩માં તેમણે સિહોરથી ૨૦ કિલોમીટર દૂર વડવા ગામની નજીક નવી રાજધાનીની સ્થાપના કરી અને તેના પછી ભાવનગર નામ આપ્યું ૧૮૦૭માં ભાવનગર રાજ્ય બ્રિટિશ રક્ષણાત્મક બન્યા. ભાવનગરનું જૂનું નગર એક કિલ્લેબંધીવાળું હતું.
ભાવસિંહજીના અનુગામી ભાવનગર બંદર દ્વારા દરિયાઈ વેપારને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખતા, રાજ્યને તેના મહત્ત્વને માન્યતા આપતા ભાવસિંહજીના પૌત્ર વાખત્સસિંહ ગોહિલ દ્વારા આ ક્ષેત્રને વધુ વિસ્તાર કરવામાં આવ્યો હતો.
૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ભાવનગર રાજ્યમાં રેલવેનું નિર્માણ થયું હતું..! ભાવનગર પ્રથમ રાજ્ય હતું કે કેન્દ્ર સરકારની સહાય વિના તેની રેલવે સિસ્ટમનું નિર્માણ કરવામાં સક્ષમ હતું, જેનો ઉલ્લેખ ભારતના શાહી ગેઝેટરમાં થયો હતો. ૧૮૭૦થી ૧૮૭૮માં આ સમયગાળા દરમ્યાન વહીવટ, મહેસૂલ સંગ્રહ, ન્યાય તંત્ર, પોસ્ટ અને ટેલિગ્રાફ સેવાઓ અને આર્થિક નીતિના કેટલાક નોંધપાત્ર સુધારા થયા. તેનો બંદરોનો વિકાસ વિસ્તાર કરવામાં આવેલ. ૧૯૧૧માં ભાવનગરના એચ. એચ. મહારાણી નંદકુંવરબાને ક્રાઉન ઓફ ઑર્ડર આપવામાં આવ્યો હતો, જે સામ્રાજ્યના મહિલાઓ માટે ઉચ્ચ શાહી એવોર્ડ હતો.
ભાવનગરની પૂર્વ રજવાડી રાજ્ય ગોહિલવાડ તરીકે પણ જાણીતું હતું. ભાવનગર અત્યારે વિકસિત જિલ્લો છે ત્યાં અલંગ શિપ બ્રેકિંગનો મોટો વિસ્તાર છે. આ જિલ્લાને ઘણી દરિયાઈ પટ્ટીના લાભથી વિકાસ થયો છે. ગોહિલવાડનું ભાવેણું (ભાવનગર) સિટી અદ્ભુત કલાનગરી છે. ખરેખર એક વાર ભાવનગર જોવા લાયક સિટી છે.