ઈન્ટરવલ

કલા-સંસ્કૃતિનું સવર્ધન કરે છે ગુજરાતની ‘સંસ્કાર ભારતી’

તસવીરની આરપાર -ભાટી એન.

ગુજરાતની સંસ્કાર ભારતી સંસ્થાએ ગુજરાતનાં ઊગતા સિતારા એટલે કલાકારોને પૂરક બળ આપવાની જ્યોતિ પ્રગટાવી છે, અને સાચા અર્થમાં સંસ્કાર ભારતી કલાકારો માટે કામ કરતી સંસ્થા પ્રતિ વર્ષ વિવિધતાસભર કાર્યક્રમો દ્વારા કલાનું ઉત્થાન થાય તેવા પ્રયાસ કરે છે. તેમાંય 29/03/2025 નો સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં કરેલ ‘પ્રભાતોત્સવ=2025’ના આયોજનમાં એક નજરાણું સમાન શોભાયાત્રા નીકળેલ, જેમાં ગુજરાતનાં 29 જિલ્લામાંથી 400 કલાકારોએ નોનસ્ટોપ પોતાનું પર્ફોર્મિંગ પણ આપતાં હતાં તો રાસ ગરબાની રમઝટ ચાલુ હતી. તો સોમનાથદાદાનાં મંદિર સામે ચોકમાં અભેસિંહ રાઠોડ મન મોર બની થનગનાટ કરે ગાયું ને લોકો મંત્રમુગ્ધ થઈ ગયેલા સાથે શ્રદ્ધા શ્રીધરણીજી પણ કોકિલ કંઠી અવાજમાં ગીતો ગાયેલ જાણે સોમનાથ ભોળોનાથ રાસે રમવા આવ્યો હોય, તેવી અનુભૂતિ થઈ હતી. બાદ સોમનાથ ઘાટે ભવ્યતાતિભવ્ય આરતીનું આયોજન કરેલ.

નવલા વર્ષને વધાવવા છેલ્લાં 17 વર્ષથી સોમનાથ ખાતે શ્રી રામ મંદિર ઓડિટોરિયમ માં ‘પ્રભાસોત્સવ-25’ નો કાર્યકમ યોજાતો આવે છે. જેમાં ગુજરાતની 29 જીલ્લા સમિતિના કુલ 400 જેટલા કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. આ વખતે પંચશીલ અભિયાન અંતર્ગત ‘પર્યાવરણ’ થીમ પર સાંસ્કૃતિક કૃતિઓ રજુ થઈ હતી.આ પ્રસંગે ઉપસ્થિત અખિલ ભારતીય અધ્યક્ષ ડો. મૈસુર મંજુનાથે ગુજરાત સંસ્કાર ભારતી દ્વારા ચાલતા આ વિશિષ્ટ સાંસ્કૃતિક યાત્રાની સરાહના કરી હતી અને આ પ્રસંગે આનંદ વ્યકત કરી પ્રાંતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સોમનાથ ભગવાનના સાનિધ્યમાં આવવું અને કલા પ્રદર્શિત કરવી તે ગૌરવવંતી ક્ષણ કહેવાય. તેમણે સંસ્કાર ભારતીના નેજા હેઠળ પ્રથમ વખત પોતાની ભારતીય વાયોલિન વાદનની કલાની પ્રસ્તુતિને જીવનની યાદગાર ક્ષણ ગણાવી હતી. આ પ્રસંગે દીપ પ્રાગટય વિધિ કરનાર ઉદઘાટક એવા ગીર સોમનાથના કલેકટરશ્રી ડી.ડી. જાડેજાએ પોતાની ફરજ ઉપરાંત આવા સારા કાર્ય થાય છે અને તેમાં તેમની ઉપસ્થિતિ માટે અને એક વિશિષ્ટ કલા પ્રસ્તુતિ માટે આનંદ વ્યકત કર્યો હતો. સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને વિશેષ ઉપસ્થિત જે.ડી.પરમારે પ્રભાસ અને પ્રથમ જ્યોતિર્લિંગનું મહત્ત્વ સમજાવી આ ક્ષેત્રમાં દૂર દૂરથી આવનાર ક્લાકારોને આવકાર્ય હતા. વેરાવળ પાટણના નગર સેવા સદનના પ્રમુખ શ્રીમતિ પલ્લવીબેન જાની, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની પણ હાજરી હતી.ખાસ તો અ.ભા. અધ્યક્ષ ડો. મંજુનાથજીનું પેન્સિલ સ્કેચમાં તૈયાર થયેલા ચિત્ર ઉપાધ્યક્ષ રમણીકભાઈ ઝાપડિયા અને કનુભાઈ પટેલના હસ્તે આપવામાં આવ્યું.

અમદાવાદ : સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા 2024 ગુજરાતમાં રહેતા કલાના કસબીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અહીં સંસ્કાર ભારતી સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના કલાના જાણકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિવિધ કલાના, 28 જેટલા કલા સાધકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સંસ્કાર ભારતીની આગવી પહેલ : સંસ્કાર ભારતી
ગુજરાત પ્રાંતના અધ્યક્ષ અભેસિંહ રાઠોડે સમગ્ર ગુજરાતમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સમાજમાં વૈચારિક ક્રાંતિ અને લોકોમાં સંસ્કૃતિને લઈને જાગૃતતા આવે તેવું સંસ્કાર ભારતી ગુજરાતનો મુખ્ય હેતુ જોવા મળે છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ એવી ભાવના છે કે, ભારત કૃષિથી લઈને ઋષિઓનો દેશ છે, આ દેશની ભૂમિ ખૂબ જ પવિત્ર છે.

સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દેશના જે પોતે વિવિધ ક્ષેત્રની કલામાં પારંગત હોય તેવા વિવિધ કલા ક્ષેત્રના કલા સાધકોનું સન્માન કરીને તેનું ગૌરવ પ્રાપ્ત કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ગૌરવપૂર્વક સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતનો અમદાવાદ ખાતે 2024માં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ કલાના કસબીઓનું સન્માન : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રંગમંચ, લલિત કલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત આયોજિત મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ-2024 સંસ્કાર સન્માન-2024 એવમ્ સંસ્કાર વિભૂષણ માનપત્ર અર્પણ સમારોહનું અમદાવાદમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું.

પોષણ અને સંવર્ધન માટે સંસ્કાર ભારતી અવિરત પ્રયત્નશીલ છે. લોકમાતા મહારાણી દેવી અહલ્યાબાઈની 300 મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા આયોજીત ‘મારી ગુણવંતી ગુજરાત, સંસ્કારોત્સવ-2024’માં ગુજરાત રાજ્યના વિવિધ ક્ષેત્રના 30 શ્રેષ્ઠતમ કલાકારોના ‘સંસ્કાર સન્માન 2024 એવમ્ સંસ્કાર વિભૂષણ માનપત્ર’ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આપવામાં આવ્યા હતા.ત્યારે પણ સાથે સંગીત નાટક અકાદમી, ન્યુ દિલ્હી ઉપાધ્યક્ષ જોરાવરસિંહ જાદવ, સંસ્કાર ભારતીના અખિલ ભારતીય કોષાધ્યક્ષ સુભાષચંદ્ર અગ્રવાલજીની હાજરી હતી. સંસ્કાર સન્માન 2024: તેમજ 2025માં સોમનાથ ખાતે પ્રભાતોત્સવ 2025માં ભારતીય કલા-સંસ્કૃતિના ઉત્થાનની આછેરી બે વર્ષની ઝલક જોશો તો પણ
કલાની કદર કરી પ્રોત્સાહન આપી સન્માનિત કરેલ આવી સંસ્કાર ભારતી ને સો… સો… સલામ…

આપણ વાંચો:  ઈન્સ્પેકટર કેમ રડી પડ્યા?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button