ઈન્ટરવલ

બૅન્કિંગ ફ્રોડનું બૉમ્બાર્ડિંગ: છ મહિનામાં અધધધધ આઠ ગણો ફ્રોડમાં ઉછાળો

કવર સ્ટોરી_ નિલેશ વાઘેલા

કેશલેસ ટ્રાન્ઝેકશન અને મોબાઇલ બેન્કિંગ જેવી સેવાઓ શરૂ થતાં લોકોએ રાહત તો અનુભવી હતી. તંત્રજ્ઞાનની આ જાદૂઇ ગણી શકાય એવી ક્રાંતિથી અનેક સમસ્યા દૂર થઇ ગઇ હતી, જેમ કે દર વખતે અમુક રોકડા લઈ જવાની કડકૂડ અને તેના ખોવાઇ જવા કે ચોરાઈ જવાના જોખમોમાંથી મુક્તિ મળી ગઇ. એ જ રીતે, દૂરદૂર સુધી નાણાં મોકલવાની તકલીફો દૂર થઈ ગઇ છે. જોકે, તાજેતરમાં ડિજિટલ ક્રાઈમમાં વધારો થતાં અનેકોનેક જોખમો અને સમસ્યાઓ વધી ગઈ છે.

ખાસ કરીને બેન્કિંગ ફ્રોડનું તો જાણે બોમ્બાર્ડિંગ જ થયું છે. થોડા સમય પૂરતી રાહત બાદ બેન્કિંગ ફ્રોડના નાણાકીય રોગે ફરી ઊથલો માર્યો છે. રિઝર્વ બેન્કના આંકડા અનુસાર દેશમાં ચાલુ નાણાવર્ષના પહેલા છ મહિના દરમિયાન બેન્ક ફ્રોડમાં વધારો થતા કુલ ૧૮,૪૬૧ કેસ નોંધાયા છે, જેમાં રહેલી કુલ રકમ પણ આઠ ગણી વધી રૂ. ૨૧,૩૬૭ કરોડ રહી છે.

bank fraud protection fake call scam

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રજૂ કરાયેલી આંકડાકીય માહિતી અનુસાર એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન રૂ. ૨૧,૩૬૭ કરોડની રકમ સાથે ૧૮,૪૬૧ કેસ નોંધાયા હતા જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ. ૨,૬૨૩ કરોડની રકમ સાથે ૧૪,૪૮૦ કેસ હતા.

આરબીઆઈનો રિપોર્ટ જણાવે છે કે, ફ્રોડને કારણે ફાઇનાન્સિયલ સિસ્ટમ માટે અનેક પ્રકારે પડકારો ઊભા થાય છે, જેમાં પ્રતિષ્ઠાને લગતા જોખમ ઉપરાંત કામગીરી, બિઝનેસ અને ગ્રાહકોના ભરોસામાં ઘટાડો છે. નાણાવર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન આરબીઆઇ અનુસાર બેન્કો દ્વારા કરાયેલા રિપોર્ટિંગ અનુસાર ફ્રોડમાં રહેલી રકમ દાયકા દરમિયાન સૌથી નીચલા સ્તરે હતી, જ્યારે સરેરાશ મૂલ્ય પણ ૧૬ વર્ષમાં સૌથી નીચલા સ્તરે હતું.

ફ્રોડની સંખ્યાના આધારે વર્ષ ૨૦૨૩- ૨૪ દરમિયાન ઇન્ટરનેટ અને કાર્ડ ફ્રોડનો હિસ્સો રકમની દૃષ્ટિએ ૪૪.૭ ટકા હતો અને કેસની દૃષ્ટિએ ૮૫.૩ ટકા હતો. વર્ષ ૨૦૨૩-૨૪માં ખાનગી ક્ષેત્રની બેન્કો દ્વારા નોંધાયેલા ફ્રોડ કેસનો હિસ્સો ૬૭.૧ ટકા હતો. જ્યારે રકમની દૃષ્ટિએ, જાહેર ક્ષેત્રની બેન્કોમાં કાર્ડ અને ઇન્ટરનેટ ફ્રોડનો હિરસો સર્વાધિક હતો.

બેન્કિંગ ક્ષેત્રે થાપણોમાં થઈ રહેલા વધારા સાથે ફોડ પણ વધી રહ્યાં છે. વર્ષ ૨૦૨૩- ૨૪માં બેન્કોની નફાકારકતામાં સતત છઠ્ઠા વર્ષે વધારો થયો છે અને તેઓને એનપીએ (નિષ્ક્રિય અસ્ક્યામતા) પણ ઘટીને ૨.૭ ટકાએ પહોંચી છે, જે ૧૩ વર્ષનું નીચલું સ્તર દર્શાવે છે. આરબીઆઈના ડેટા અનુસાર દેશના મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સને કારણે સ્થાનિક બેન્કિંગ અને નેન બેન્કિંગ ફાઇનાન્સિયલ સેક્ટર્સનું પ્રદર્શન વધુ મજબૂત બન્યું છે. બેન્કોની નફાકારકતા સતત છઠ્ઠા વર્ષે વધવા સાથે નાણાવર્ષ ૨૦૨૪-૨૫ના પહેલા છ મહિનામાં પણ સતત વધી છે.

banking graph showing decreasing margins
વધતા વ્યાજ દરની અસર: બેંકોના માર્જિન પર દબાણ.

બેન્ક સાથે છેતરપિંડીઓના કિસ્સાની સંખ્યા એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળામાં વધીને ૧૮૪૬ ૧ થઈ છે અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વર્ષ ૨૦૨૪ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીમાં બેન્ક ફ્રોડની રકમ આઠ ગણાથી વધીને રૂ. ૨૧૩૬૭ કરોડ થઈ છે અને તેમાં ૮૫ ટકા કેસ ઈન્ટરનેટ અને કાર્ડ ફ્રોડના હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો એક રિપોર્ટ જણાવે છે.

આરબીઆઈએ જાહેર કરેલો ટ્રેન્ડ એન્ડ પ્રોગેસ ઓફ બેન્કિંગ ઈન ઈન્ડિયા (ભારતમાં બેંકિંગ ક્ષેત્રે પ્રવાહો અને પ્રગતિ) રિપોર્ટ વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના પ્રથમ છ મહિનામાં કમર્શિયલ બેન્કો, સહકારી બેન્કો અને નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટયુટ્સના કામકાજને આવરી લેવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૨૪ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમ્યાન રૂ. ૨૧,૩૬૭ કરોડની રકમને સામેલ કરતા ૧૮,૪૬૧ ફોડસ થયા હતા, જ્યારે વર્ષ ૨૦૨૩ના એપ્રિલથી સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન રૂ. ૨૬૨૩ કરોડની રકમને સમાવતા ૧૪,૪૮૦ કેસ નોંધાયા હતા.

Another person can make payments from your UPI account, a feature coming soon

બેન્કો સાથે છેતરપિંડીથી બેન્કિંગ સિસ્ટમની પ્રતિષ્ઠા ખરડે છે તથા બેન્કના સંચાલનમાં અને બેન્કોના બિઝનેસમાં જોખમ ઊભું થતું હોય છે અને ગ્રાહકોનો ભરોસો ઘટી જવાથી સમગ્ર તંત્રની સ્થિરતા જોખમમાં મુકાવાની સંભાવના ઊભી થઈ શકે છે. જો કે સમગ્ર વર્ષ ૨૦૨૩-૨૪માં બેન્કો સાથેની છેતરપિંડીની રકમ તુલનાત્મક રીતે ઓછામાં ઓછી હતી અને સરેરાશ રકમ ૧૬ વર્ષમાં સૌથી ઓછી હતી.

વર્ષ ૨૦૨૩-૨૪ના કુલ રકમની સરખામણીમાં ઈન્ટરનેટ અને કાર્ડ દ્વારા થયેલી છેતરપિંડીનો હિસ્સો રકમની દ્રષ્ટિએ ૪૪.૭ ટકા અને કેસોની સંખ્યાની દ્રષ્ટિએ કુલ સંખ્યામાં ઈન્ટરનેટ અને કાર્ડ ફ્રોડસનો હિસ્સો ૮૫.૩ ટકા હતો.

આ પણ વાંચો: કવર સ્ટોરી: ડિજિટલ અરેસ્ટની આભાસી માયાજાળ ‘એનસીપીઆઇ’ એડવાઇઝરી કેવા ઉપાયો સૂચવે છે?

ખાનગી ક્ષેત્રની બેન્કોના ફ્રોડ કેસની સંખ્યાનો હિસ્સો કુલ ફ્રોડ કેસની સંખ્યાનો ૬૭.૧ ટકા હતો. આ જ વર્ષમાં કાર્ડ અને ઈન્ટરનેટ ફ્રોડસનો હિસ્સો રકમની દ્રષ્ટિએ સૌથી વધુ સરકારી બેન્કોમાં હતો. વર્ષ ૨૦૨૩-૨૪માં રેગ્યુલેટેડ એન્ટિસી (આરઈ-બેન્ક, વીમા કંપની, વિગેરે) પર દંડની રકમ વિદેશી બેન્ક અને નાની ફાયનાન્સ બેન્કો સિવાય વધી હતી.

પેનલ્ટીની (દંડ)ની કુલ રકમ વર્ષ ૨૦૨૩-૨૪માં બમણાથી વધીને રૂ.૮૬.૧કરોડ થઈ હતી જેમાં જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રોની બેન્કો પરનો દંડ વધુ હતો, સહકારી બેન્કો પર લાદવામાં આવેલો દંડ સંખ્યાની દ્રષ્ટિએ વધ્યો હતો જોકે, રકમની દ્રષ્ટિએ ઘટયો હતો.

આ પણ વાંચો: કવર સ્ટોરી : આરબીઆઇ સામે મોટી મૂંઝવણ: કાતર ક્યાં ફેરવવી!

રેગ્યુલેટેડ એન્ટિકર્સ સાથે જોડાયેલા હોવાનો ખોટો દાવો ડિજિટલ લેન્ડિંગ (એપ મારફત લોન) સંસ્થાઓ વર્ષ ૨૦૨૩- ૨૪માં સક્રિય હતી તેવું સંખ્યાબંધ અહેવાલોથી જાણવા મળ્યું છે. આરઈ સાથે જે ડિજિટલ લેન્ડિંગ એપ (ડીએલએ) સંકળાયેલી છે તે અંગેની ડેટા બેન્ક આરબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવી છે. સૂચિત ડિપોઝીટરીમાં આરઈ ડેટા રજુ કરશે અને જે ડીએલએ તેમની સાથે જોડાયો હોથ અથવા છુટો પડ્યો હોય તેની વિગત આરઈ બદલાવ કરતું રહેશે.

આરબીઆઇએ સૂચન કર્યું છે કે, ડિજિટલ ફ્રોડસ અટકાવવા અને મ્યુલ બેન્ક ખાતાં (નાણાં બીજા કોઈના, બેન્ક ખાતામાં નામ બીજા કોઈનું) વધી રહ્યા છે. તેના પર નિયંત્રણ મેળવવા બેન્કોએ સતત સક્રિય રહેવું જોઈએ. છેતરપિંડી પ્રકારની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા બેન્કોએ બેન્ક વ્યવહારો પર ચાંપતી નજર રાખવા યંત્રણા ઊભી કરવાની તાતી આવશ્યકતા છે. સરકારી એજન્સીઓ સાથે સંકલન કરતા રહેવું જરૂરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button