તસવીરની આરપાર : પાંચ માળ ઊંડી અષ્ટકોણીય કલાત્મક ‘દાદા હરિની વાવ’

-ભાટી એન.
22 માર્ચ વિશ્ર્વ જળ દિવસ હમણા જ ગયો છે. એટલે પાણીનું મૂલ્ય અતુલ્ય છે. આપણા શરીરમાં 75% પાણી છે! આપણી લાઈફમાં પ્રથમ પાણીની જરૂર પડે છે…! આજે તો પાણી પ્રશ્ર્ન નથી, ગુજરાતમાં નર્મદાના નીર સમગ્ર ગુજરાતમાં આવી જતા દુકાળના દા’ડા જોવા નથી મળતા. હું 25 વર્ષ અગાઉની વાત કરું તો સમગ્ર ગુજરાતમાં દુકાળ પડેલ ને ગામડે… ગામડે… ને સિટીમાં પાણી માટે લાંબી લાઈનો, કિલોમીટર દૂર જતી મહિલાઓની અસંખ્ય તસવીરો મેં લીધેલી એટલે પાણીનું મૂલ્ય શું એની વેદના મેં ઘણી કેમેરાનાં માધ્યમથી
અનુભવેલ…!?
આજે આપણે પાણી પ્રશ્ર્ને રાજા, મહારાજા, મુસ્લિમ બાદશાહ ને લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિઓ જાગૃત રહે છે. સદીઓ અગાઉ પાણીની તીવ્ર તંગી ઊભી થતી વેળા શાસકો પ્રજા માટે વાવ, કૂવા, તળાવ ગળાવતા પણ નદી પર ડેમ બાંધવાની પ્રથા નોતી એટલે પાણીનો પ્રશ્ર્ન સોલ થાય ને પોતાની કાયમી યાદી રહે આ માટે
વાવ, કૂવા ગળાવતા. તેમાં આજે આપણે અમદાવાદ અસારવા
વિસ્તારમાં આવેલી બાઈ હરિરની (દાદા હરિની) વાવથી અવગત
કરાવું છું.
ગુજરાતનું પાટનગર સમું અમદાવાદમાં મહમૂદ બેગડાના સમયમાં (1459-1511)ના સમયમાં સિટીના મધ્યે આવેલ અસારવા વિસ્તારમાં આવેલી આ વાવ અમદાવાદની વાવમાં તે શિરમોર ગણાય છે. મહમૂદ બેગડાના સમયમાં બંધાયેલી આ વાવ સામાન્ય રીતે લોકો તેને ‘દાદા હરિની વાવ’ તરીકે સુવિખ્યાત છે. મહમૂદ બેગડાના અંત:પુરની ‘હરિર’ નામની બાઈએ તે બંધાવી હતી! વાવની અંદરના લેખમાં વાવ બાંધકામની તા. વિ. સં. 1556 પોષ સુદ 13 ને સોમવાર (15 ડિસેમ્બર 1499) લખેલ છે.
આ વાવ એકસ્ટ્રા ઓર્ડિનરી વાવ છે. સામાન્ય વાવ કરતા તદ્દન ભિન્ન છે. આ વાવ બાંધણીની દૃષ્ટિએ ‘ભદ્રા’ પ્રકારની વાવ છે. કારણ કે તેના બે પ્રવેશ છે. મુસ્લિમ અમલદારની દેખરેખ નીચે હિંદુ સ્થપતિએ તેનું બાંધકામ કર્યું છે. વાવની લંબાઈ 7361 મીટર છે. તેનો મુખ્ય પ્રવેશ મંડપની ઉત્તર – દક્ષિણ દિશાએ સોપાન શ્રેણીઓની રચના છે. કૂટ એટલે કે મજલાના સ્તંભો સાદા છે. કૂટનાં પડખેની દીવાલોમાં સુંદર કલાત્મક ‘ચિરાગ’ તેમજ ફૂલવેલનાં સુશોભનો કંડારેલા છે. કૂવાનો કઠોડો સૂક્ષ્મ કલાકોતરણીથી અલંકૃત છે.
સોલંકી સ્થાપત્ય શૈલીમાં રેતીનાં પથ્થરથી બનેલ દાદા હરિર વાવ પાંચ માળ ઊંડો કૂવો પાંચ સ્તરોમાં ડિઝાઈન કરવામાં આવેલ છે. પૂર્વ સ્તર અષ્ટકોણીય આકારનો છે.
આ પણ વાંચો…મગજ મંથન : જેની પાસે જ્ઞાનનો પ્રકાશ છે એને બીજા કોઈ પણ પ્રકારના પ્રકાશની જરૂર નથી
દરેક સ્તર પર બારીક શિલ્પવાળા સ્તંભો અને ગોળાકાર કેપિટલ છે…! માળખાં બારીક શિલ્પવાળા પથ્થરના કામ અને કુંભ અથવા ભૌમિતિક ક્રીઝનાં પેરાપેટ્સથી ભરેલા છે. બિલ્ડરે આરામ માટે પથ્થરની ધાર પણ આપી છે. જેમાં છજા (છતનું આવરણ) ઉપર લટકતો હોય છે. કૂવાનો શાફટ ગોળાકાર છે. બધા સ્તરો પર માર્ગ છે. જે શાફટને ટાંકીની ઉપરના અષ્ટકોણીય જગ્યા સાથે જોડે છે. શાફટની દીવાલ ભૌમિતિક ડિઝાઈનથી ઢંકાયેલી છે. જમીનના સ્તરેથી 190 ફૂટ લાંબો ચાલીસ ફૂટ પહોળો છે.
પૂર્વ છેડે ગુંબજવાળા છત્રમાંથી આઠ પગથિયાં ઉતરીને ઢંકાયેલ ગેલેરી તરફ દોરી જાય છે. પૂર્વ – પશ્ર્ચિમ ધરી પર બનેલ પ્રવેશદ્વાર પૂર્વ તરફથી બે સર્પાકાર સીડીઓ પશ્ર્ચિમમાં કૂવાની નજીક છે. માળખાકીય પ્રણાલી સામાન્ય રીતે ભારતીય શૈલીની છે. કૂવામાં 45 ડિગ્રીનાં ખૂણા પર સેટ કરેલ પથ્થર બીમથી મજબૂત બનાવેલ છે. આવી અદ્ભુત ‘દાદા હરિની વાવ’ જોવા જજો.