અદ્ભૂત તુલસી વિવાહ થયોચાલો, તેનો ઈતિહાસ જાણીએ

તસવીરની આરપાર -ભાટી એન.
માનવીનાં લગ્ન ધામધૂમથી થાય તે લાજમી છે તેમાં વર-ક્ધયા સજીધજીને મંડપ મધ્યે આવેને ગોર મહારાજ આપણી હિન્દુ ધર્મ વિધિ અનુસાર ચાર ફેરા અગ્નિની સાક્ષીએ ફેરવેને મંત્રોચ્ચારથી ક્ધયાદાન આપવાની રસમ પૂર્ણ કરાવે પણ આજના કળયુગમાં તુલસીને કૃષ્ણ-વિષ્ણુના લગ્ન સાચે જ થાય તો જરા હટકે. લાગેને ભગવાન ખૂબ મોહન મોરારિ સૃષ્ટિનો સર્જનહાર મુગટને મોરપીંછને સાચે શ્રીકૃષ્ણ – કે વિષ્ણુભગવાન બની જાન લઈને આવેને ઢોલ નગારા વગાડતા-ફૂટાકડા ફોડતાને રાસરમતાને લગ્ન ગીતો ગવાતા ભગવાન કૃષ્ણના લગ્ન તુલસીજી સંગાથે સાચે જ થાય તો…!? હા. વાંકાનેરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ વકતા તરીકે વિખ્યાત કથાકાર પ.પૂ. રામેશ્ર્વરીબેન પંચાલ (મોરબીવાળા) વ્યાસપીઠથી ભવ્યતાતિભવ્ય તુલસીવિવાહનું આયોજન તા. ૭-૧૨-૨૦૨૩ના રોજ કથાને અનુરૂપ કરેલ, જેમાં શ્રીકૃષ્ણ ભગવાન બની જાન લઈ કુવાડવાથી સાવન સાચે જ શ્રીકૃષ્ણ બની આવેલ તો પૂજા પણ તુલસીજી બની સાથે તુલસીજીના છોડને સાડીને ઓરનામેન્ટ પહેરાવી મંડપ મધ્યે આવેલને અસંખ્ય શ્રોતાગણની હાજરીમાં તુલસીવિવાહ સાચે જ કરેલ, જેમાં મામેરુ ભરેલ, ક્ધયાદાન, આપેલને સજાવેલ મંડપ મધ્યે અગ્નિની સાક્ષીએ કૃષ્ણને તુલસીજી એ ચાર ફેરા ફેરવેલ આદર્શ્ય જોતા કળયુગમાં ભગવાન આવ્યા હોય તેવી અનુભૂતિ તંતોતંત થતી હતી.
તુલસીવિવાહની કથા કહેતા કથાકાર રામેશ્ર્વરીબેન પંચાલે જણાવેલ કે તુલસીને વૈદવતી પણ કહેવામાં આવે છે. રાધાના શ્રાપને હૈય કૃષ્ણના પ્રિય પત્ની જ હતા, પણ સુદામાનામનો ગોપ હતો તે શ્રાપિત હતો શંઘ ચુડામણી સાથે ગાંધર્વ લગ્ન કર્યાને તુલસી સાલીગ્રામને નહીં ચઢે ત્યાં સુધી જીવનમાં શાંતિ નહીં મળે. બીજી દંતકથા મુજબ કારતક માસના સુદ પક્ષની અગિયારસે તુલસીવિવાહનો પર્વ ઉજવાય છે. આ દિવસે ધૂમધામથી તુલસીવિવાહ ભગવાન સાલીગ્રામ સાથે કરવામાં આવે છે. દેવઊઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના સાલીગ્રામ સ્વરૂપનો વિવાહ તુલસી સાથે કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે એક પત્ની લક્ષ્મીજી હોવા છતા વિષ્ણુને તુલસી સાથે લગ્ન કરવા પડ્યા હતા. પૌરાણિક કથા અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની ક્ધયા સાથે થયા હતા. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. સતીત્વ બળ પર જલંધર અજેય બની ગયો. એકવાર તેણે પાર્વતી માતા પર કૃદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના કરી ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું, જેમાં તેઓ હારી ગયા. પછી ભગવાન વિષ્ણુ પાસે ગયા પછી વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રૂપ ધારણ કરી વૃંદાનો સતીત્વ ભંગકરી નાખ્યું તો જલંધરની શક્તિ ખતમ થતા તે દેવતા સામે યુદ્ધમાં મરણ પામ્યો. વૃંદાને આ છળની ખબર પડતા વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આવી દીધો. તેના પ્રાયશ્ર્ચિત રૂપે સાલીગ્રામ સ્વરૂપ કરી. વૃંદા જલંધર સાથે જ સતી થઈ ગઈ વૃંદાની રાખમાંથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ સાલીગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહતુલસી સાથે કરાવ્યો તેના ભાગરૂપે આજે પણ તુલસી-વિવાહ થાય છે. આ તુલસીવિવાહ નિહાળી ધન્યતા અનુભવો.