જાલિડાની સીમમાં રઘુવંશી સમાજનાં રામધામમાં ભવ્ય શિવમંદિર બની રહ્યું છે
તસવીરની આરપાર -ભાટી એન.
બારાક્ષરી માસમાં સર્વોત્તમ માસ શ્રાવણ માસ આ માસને ત્રિલોકનાથ, ત્રિપુરારી, નિલકંઠ, ત્રિનેત્રેશ્ર્વર, સોમનાથ જેવા અનેકાનેક નામ ભોળાનાથ સદા શિવજીના છે…! તેમનો મંગલકારી મંત્ર ૐ નમ: શિવાય શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં પરમ પવિત્ર માસ તરીકે ઓળખાય છે. કારણ કે આ માસ મંગલકારી છે પુણ્યનું ભાથું બાંધવા શિવ મંદિરે જઈ શિવજીની લિંગ પર જલાભિષેક, દુગ્ધાભિષેક, બીલીપત્ર, પુષ્પ ચઢાવી પૂજા અર્ચના થાય છે.
ભોળાનાથની સાદાઈ જુઓ અલંકારમાં નાગ ગળે સોહે છે. આખા શરીરે રાખ (ભભૂત) ચોળે છે. ને સ્મશાન તેનું રહેઠાણ છે. એટલે તેમાંથી આપણે બોધપાઠ લેવા જેવો છે કે સોના-ચાંદીના અલંકારો, શેમ્પૂ, બોડી લોશન બ્યુટી પાર્લરમાં જઈ ધોળા થવાથી કે આલીશાન બંગલામાં રહેવાથી મહાન નથી થવાતું…! ‘સાદાઈથી જીવન જીવો તોય તમારાં સારાં કાર્યો કરો’ તો મહાન બની શકાય છે.
બધા જ ભગવાન માતાજીની વ્યક્તિ પૂજા થાય છે. એટલે તેમના મુખડાની પણ ત્રિલોકનાથના શિવલિંગની પૂજા
થાય છે…! તો સાથે નાગદેવતા
શિવલિંગ પર બિરાજમાન દેખાય છે.
નંદી, કાચબાની પૂજા થાય છે. આવા ભોળીયાની ધૂન કાઠિયાવાડ, સૌરાષ્ટ્રમાં
બાર જ્યોતિર્લિંગમાનું સર્વોત્કૃષ્ઠ લિંગ
લાગે છે.
સોમનાથમાં ૐ નમ: શિવાયનો નાદ વૈકુંઠમાં ગુંજે છે. માનવ સુમન પુલકિત થઈ શ્રદ્ધા, ભક્તિ, કરૂણાનો ત્રિવેણી સંગમ માંહ્યલામાં હિલોળા લેતો હોય છે. જ્યાં દરિયો શિવને મળવા મોજા ઉછાળીને મંદિરને પાવન કરે છે. દરિયા કિનારે ઊભા રહેવાથી સુંદરતમ દૃશ્ય નિહાળવા મળે છે આવું જ બીજું જ્યોતિર્લિંગ નાગેશ્ર્વર જે દ્વારકા થી ૧૦ થી ૧૫ કિ.મી.ના અંતરે આવેલ છે. ચોકલેટી રંગનું ભવ્યતાતિભવ્ય મંદિરમાં શિવલિંગની પૂજા અર્ચનાનો મહિમા અપરંપાર છે.
ગુલશનકુમાર ટી. સિરીઝવાળાએ અહીં ખૂબ વિકાસ કરેલ ને ભવ્ય ભોળાનાથ શંકર ભગવાનની વિરાટ મૂર્તિ મંદિરના પટાંગણમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં ઘેલા સોમનાથ પણ વિખ્યાત છે. તેનો ઇતિહાસ સોમનાથ સાથે સંકળાયેલો છે. જસદણથી નજીક આવેલ ઘેલા સોમનાથ પણ સુંદરતમ છે. “જડીયો જંગલમાં વસે ઘોડાનો દાતાર ત્રિઠીયો રાવળ જામને એણે હાંકી દીધો હાલાર. એવું મોરબી જિલ્લામાં રતન
ટેકરી સ્થિત સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવનો ઇતિહાસ હાલાર કે જામનગરના રાજા જામરાવળ સાથે જોડાયેલો છે. વિરાટ ટેકરી પર આવેલ જડેશ્ર્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રાચીન છે.
વાંકાનેર તાલુકાનું જાલિડા ગામની સીમમાં આવેલ રામધામમાં વિરાટ શિવમંદિર બની રહ્યું છે તે પિંચોતેર ટકા પૂર્ણ થયું છે. સમસ્ત રઘુવંશી સમાજનું રામધામ આશરે ૧૦૦ કરોડથી વધુના ખર્ચે જે સત્તર એકર જમીનમાં શિવમંદિર રામધામ, આવાસ યોજના, ભોજનાલય, ગૌશાળા અને સપ્તરંગી ગાર્ડન સાથે છોટી અયોધ્યા બને તે માટે સમસ્ત રઘુવંશી સમાજનું શ્રદ્ધા, ભક્તિ, સમર્પણની ભાવના સાથે ૨૦૧૬થી સમગ્ર વિશ્ર્વમાં વસતી રઘુવંશી સમાજને એક તાંતણે બાંધવાનો નિશ્ર્ચય પૂજ્ય હરિચરણદાસજી સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો ને આશીર્વાદ મેળવી જાલિડા ખાતે જે જમીન લીધી તેમાં વારસામાં શિવ મંદિર મળેલ તે જ શિવમંદિરને નવનિર્મિત કરી જિર્ણોદ્ધાર પૂર્ણ થવામાં છે તે પૂર્ણ થયા બાદ રામધામના પાયા ખોદાશે ને રામધામ સંકુલ એવડું મોટું થશે કે ન ભૂત ન ભવિષ્યતિ જેમાં જલારામબાપાનું મંદિરને દાદા જશરાજ બિરાજમાન થશે આ ભગીરથી કાર્ય માટે આ સંસ્થાના પ્રમુખ જીતુભાઈ સોમાણીને રઘુવંશી સમાજ અથાગ મહેનત કરે છે.