ઈન્ટરવલ

ભારતની ૫૦ ટકા વસતિ છે મજબૂત

ફોકસ -નિધિ ભટ્ટ

હરિયાણાના ભિવાની જિલ્લાના નાનકડા ગામ બાલાઈમાં જન્મેલા આ યુવાનમાં હિંમત, જોશ અને મહત્ત્વાકાંક્ષા ઠાંસી ઠાંસીને ભરેલાં હતાં. પોતે જે ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવવા માગતા હતા, પણ એ કોઇ કારણસર ફળીભૂત ન થયું. નાસીપાસ ન થવાને બદલે તેમણે આ જ કારકિર્દી તેનાં બાળકોમાં ખાસ કરીને દીકરાઓમાં અજમાવવા માગતા હતા, પણ નસીબની બલિહારી જુઓ કેવી કે તેમના ઘરે ચારેય દીકરીઓએ જન્મ લીધો. તેમ છતાં તેણે હાર ન માની અને દીકરાઓને જે વારસામાં આપવા માગતા હતા એ આપીને જ જંપ્યા. હા વાચકો, તમે જે સમજો છો એ શખસની જ વાત કરું છું. મહાવીરસિંહ ફોગાટ. પોતે સિદ્ધિ મેળવી ન શક્યા એ તેમણે તેમની ચારેય દીકરીઓમાં ભાળી. વાત થોડાં વર્ષ પહેલાંની જ છે, પણ કહેવાનો તાત્પર્ય એ છે કે મહાવીરસિંહ ફોગાટ તેમની દીકરીઓને સશક્ત બનાવવા માગતા હતા. શરીર કસાયેલું હોય તો તમે ધારો એ સિદ્ધિ હાંસલ કરી શકો છો.

વાત છે બે દાયકા પહેલાંની. એ સમયે ભારતનો જ નહીં નાગરિકોનો શારીરિક વિકાસ પણ કાચબા ગતિથી થતો હતો કે એમ કહી શકાય એની તરફ વધારે ધ્યાન આપવામાં આવતું નહોતું. ભારતની સરહદ નજીક સીમા સુરક્ષાનું ધ્યાન આપણા જવાનો કરી રહ્યા છે, પણ આપણા શરીરની સુરક્ષા આપણે પોતે જ કરવાની હોય છે. શહેરમાં જ નહીં આજે ગામડાઓમાં પણ લોકો કસરત કરીને પોતાના શરીરને કસાયેલું રાખતા હોવાનું હાલમાં જ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું. ભારતની ૫૦ ટકાથી વધુ વસતિ આજે મજબૂત હોવાનું આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું.

ફિટ રહેશો તો હિટ થશો એવા સૂત્રને આત્મસાત કરીને આજની પેઢી પૂરી રીતે પોતાના શરીરનું ધ્યાન રાખી રહી છે. શહેરમાં રહેતા યંગસ્ટર્સ કસાયેલું શરીર રાખવા માટે જિમમાં જાય છે તો વૃદ્ધો યોગા કરીને પોતાના શરીરની સાવચેતી રાખી રહ્યા છે. છેલ્લાં અનેક વર્ષ પર નજર કરીએ તો ભારતીયોમાં કસરત કરવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. શહેરના વિકાસ સાથે આજે ઠેર ઠેર જિમ પણ વધી રહ્યા છે. એ જ દર્શાવે છે કે આજકાલના યુવાનો સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે.

ફિટ રહેશો તો હિટ થશો
ફિટ રહેવા માટે એક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે અને આજની પેઢી ખૂબ જ એક્ટિવ થઇ ગઇ છે. માત્ર પુરુષો જ નહીં મહિલાઓ પણ હવે આ માટે ઘણી કોન્શિયસ થઇ ગઇ છે, એવું અભ્યાસમાં જાણવા મળ્યું હતું.

અહીં તમે એક ટિપ્સ આપવા માગીએ છીએ કો જો તમારે તમારા સ્વસાથ્યને જોખમાવા દેવું ન હોય તો ‘હૂ’ના જણાવવા અનુસાર અઠવાડિયામાં ૧૫૦ મિનિટ સામાન્ય કાં પછી ૭૫ મિનિટ સુધી ભારે કસરત કરવી જરૂરી છે. ઘણા લોકો તેને ગણકારતા નથી, જે પાછલી ઉંમરે સારું નથી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશની અડધાથી વધુ વસતિ પહેલાં આ માર્ગદર્શિકાને ફોલો નહોતી કરતી, પણ ધીરે ધીરે તેમાં સજાગતા આવી રહી છે. વૈશ્ર્વિક સ્તરે ૬૦ વર્ષથી વધુ વયનાં પુરુષ-સ્ત્રી બંનેનો ફિઝિકલી એક્ટિવિટીનો સ્તર ઓછો થઇ ગયો છે, જેને જાળવા રાખવા માટે યોગ્ય કસરત કે પછી યોગા કરવા જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button