ઇન્ટરનેશનલ

અમેરિકામાં ટ્રમ્પની જીત પર ઝેલેન્સ્કીએ અભિનંદન પાઠવી શું કહ્યું? જાણો

Donald Trump: અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે, હજુ પણ વોટની ગણતરી શરૂ છે, પરંતુ આ દરમિયાન અમેરિકાના મોટા મીડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે ડોનાલ્ડ ટ્રમ્પની જીતની જાહેરાત કરી છે. જે બાદ અને ભારત અને ફ્રાન્સ સહિત અનેક દેશોના વડાપ્રધાનેએ જીતના અભિનંદન આપ્યા હતા.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ન માત્ર ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપ્યા પરંતુ યુક્રેનનું સમર્થન કરવાની અપીલ પણ કરી હતી. ઝેલેન્સ્કીએ કહ્યું, તેઓ ટ્રમ્પના તાકાતના બળ પર શાંતિ લાવવાની વાત કરશે તે વાતનું સમર્થન આપે છે.

ટ્રમ્પ સાથેની જૂની મુલાકાત કરી યાદ
ઝેલેન્સ્કીએ કહ્યું, મને સપ્ટેમ્બરમાં થયેલી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની અમારી બેઠક યાદ આવે છે. જેમાં અમે યુક્રેન અને અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારી, જીતની યોજના તથા યુક્રેન સામે રશિયાની આક્રમકતાને ખતમ કરવાના ઉપાય પર વિસ્તારથી ચર્ચા કરી હતી.

આ પણ વાંચો : કંગના રનૌતે ડોનાલ્ડ ટ્રમ્પને જીત બદલ આપ્યા અભિનંદન, એક રસપ્રદ ફોટો પણ શેર કર્યો

ટ્રમ્પની પ્રતિબદ્ધતાની પ્રશંસા
યુક્રેનના રાષ્ટ્રપતિએ આગળ કહ્યું, હું આંતરરાષ્ટ્રીય મામલામાં શક્તિના માધ્યમથી રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. આ બિલકુલ એવો જ સિદ્ધાંચ છે, જે વ્યવહારિક રૂપથી યુક્રેનમાં ન્યાયપૂર્ણ શાંતિ લાવી શકે છે. મને આશા છે કે આપણે તેને એક સાથે અમલમાં લાવીશું.

ઝેલેન્સ્કીએ આગળ કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં અમને એક મજબૂત અમેરિકા યુગની આશા કરીએ છીએ. આશા રાખીએ કે યુક્રેન માટે અમેરિકાનો સપોર્ટ નિરંતર ચાલુ રહેશે. અમે લાભકારી રાજકીય અને આર્થિક સહયોગ ડેવલપ કરવામાં રૂચિ રાખીએ છીએ. જેનાથી બંને દેશોને લાભ થશે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ ખુદ અમેરિકા જઈને ટ્રમ્પને અભિનંદન આપવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે કહ્યું, યુક્રેન યુરોપના સૌથી મજબૂત સૈન્ય શક્તિઓમાંથી એક છે અને આ કારણે સહયોગીઓનું સમર્થન કરીને યુરોપ અને ટ્રાન્સએટલાંટિકમાં શાંતિ તથા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને વ્યક્તિગત રીતે અભિનંદન આપવા તથા સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે યુક્રેનની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર ચર્ચા કરવા માટે ઉત્સુક છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker