ઇન્ટરનેશનલ

YouTube એ Hardeep Singh Nijjar ની હત્યાની સ્ટોરી બ્લોક કરી, ભારતની વિનંતી પર લીધો નિર્ણય

YouTube એ શુક્રવારે કેનેડિયન બ્રોડકાસ્ટર CBC દ્વારા દર્શાવવામાં આવેલ 45-મિનિટના અહેવાલને Block કર્યો છે. તે ગયા વર્ષે 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર બનાવવામાં આવ્યું હતું (Khalistan supporter Hardeep Singh Nijjar documentary). તેમાં અલગતાવાદી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ અથવા SFJના જનરલ કાઉન્સેલ ગુરપતવંત સિંહ પન્નુન સાથેની લાંબી મુલાકાતનો પણ સમાવેશ થાય છે.

નિજ્જરની હત્યા પર બનેલી ડોક્યુમેન્ટરી ત્યારે લાઈમ લાઇટમાં આવી જ્યારે CBCએ જણાવ્યુ કે યુટ્યુબ તરફથી તેને જાણકારી આપવામાં આવી છે કે તેની સ્ટોરી રોકવા ભારતના ઇન્ફોર્મેશન મિનિસ્ટ્રી તરફથી આદેશ આપવામાં આવ્યો છે. જે બાદ તેને બ્લોક કરી દેવામાં આવી છે. આ સાથે CBCએ એમ પણ જણાવ્યું કે ભારત સરકારે એક્સ પર આ સ્ટોરી રોકવા માટે પણ વિનંતી કરી હતી. CBCને આ માહિતી આપતા Xએ કહ્યું કે ભારતમાં એક્સ ઉપર પણ તેના પ્રસારણને રોકવામાં આવી શકે છે.

CBCએ બંને પ્લેટફોર્મ પર કરાયેલી કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના વતી કહેવામાં આવ્યું હતું કે ‘અમે આ કાર્યવાહીથી અસંમત છીએ અને માનીએ છીએ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા આ પોસ્ટ્સ સુધી વધારવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે ‘ભારતીય કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને અમે ભારતીય સત્તાવાળાઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button