ઇન્ટરનેશનલનેશનલ

વેનેઝુએલા પર હુમલા બાદ શી જિનપિંગનો અમેરિકા પર પ્રહાર, કહ્યું વિશ્વમાં એકતરફી દાદાગીરી વધી

બેઈજિંગ : અમેરિકાના વેનેઝુએલા પર હવાઈ હુમલા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને બંધક બનાવવા મુદ્દે વૈશ્વિક રાજકારણમાં અનેક પ્રતિક્રિયાઓ આવી છે. જેમાં અનેક દેશોએ અમેરિકાની આ કાર્યવાહીની ટીકા કરી છે.

જેમાં ચીને પણ આ અંગે આકરી ટીકા કરી છે અને નિકોલસ માદુરો અને તેમના પત્નીને મુક્ત કરવાની માંગ કરી છે. જેની બાદ હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. તેમજ કહ્યું છે કે વિશ્વમાં એકતરફી દાદાગીરી વધી છે.

આપણ વાચો: અમેરિકાના વેનેઝુએલા પરના હુમલાની ચીને ટીકા કરી, માદુરો અને તેમની પત્નીને મુક્ત કરવાની માંગ

દાદાગીરી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને ગંભીર રીતે નબળી પાડી રહી છે

ચીનની સરકારી એજન્સીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે, આજે દુનિયા એવા ફેરફારો અને ઉથલપાથલનો અનુભવ કરી રહી છે જે એક સદીમાં ક્યારેય જોવા મળ્યા નથી. કેટલાક દેશોની દાદાગીરી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને ગંભીર રીતે નબળી પાડી રહી છે. ચીને આ અગાઉ વેનેઝુએલા પર અમેરિકાની હુમલાઓની ટીકા કરી છે.

મહાશકિતઓએ આની આગેવાની ના લેવી જોઈએ

ચીનના રાષ્ટ્રપતિએ આઇરિશ વડા પ્રધાન માઇકલ માર્ટિન સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે, વિશ્વ એવા યુગમાં છે જ્યાં સત્તા સંઘર્ષ વ્યવસ્થાને ખલેલ પહોંચાડી રહ્યો છે. જે વૈશ્વિક શાંતિ માટે ખતરો છે.

તેમજ બધા દેશોએ અન્ય દેશોના લોકો દ્વારા મુક્તપણે પસંદ કરાયેલા વિકાસ માર્ગોનો આદર કરવો જોઈએ. આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ અને ખાસ કરીને મહાશકિતઓએ
આની આગેવાની ના લેવી જોઈએ.

આપણ વાચો: વેનેઝુએલા પર અમેરિકાના નિયંત્રણથી ભારતને આ રીતે થઈ શકે છે ફાયદો…

ચીનના વિદેશ મંત્રાલયે પણ અમેરિકાની ટીકા કરી

ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચીન અમેરિકા દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની બળજબરીથી અટકાયત અને દેશનિકાલ પર ઊંડી ચિંતા વ્યક્ત કરે છે.

અમેરિકાનું આ પગલું આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળભૂત ધોરણો અને યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ચીને અમેરિકાને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની વ્યક્તિગત સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમને તાત્કાલિક મુક્ત કરવા. વેનેઝુએલાની સરકારને ઉથલાવવાના પ્રયાસો બંધ કરવા અને વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ લાવવા અપીલ કરી છે

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button