ઇન્ટરનેશનલ

ટ્રમ્પ સામે લડી લેવા ડ્રેગન તૈયાર! ટેરિફ બાદ હવે અમેરિકાની 18 કંપની પર કાર્યવાહી…

બીજિંગ/વોશિંગ્ટનઃ અમેરિકાને હવે તેની ટેરિફ નીતિ ભારે પડી રહી છે. કોઈ વિરોધ કરે કે ના કરે પરંતુ અમેરિકા સામે ચીને લાલ આંખ કરી છે. ટ્રમ્પે ચીન પર 104 ટકાનો ટેરિફ લગાવ્યો તો ચીને અમેરિકા પર 84 ટકાનો ટકા ટેરિફ લગાવ્યો છે. આ ટેરિફ વોરમાં અમેરિકાની કંપનીઓને ભારે ફટકો પડ્યો છે. એટલું જ નહીં પરંતુ ચીનની શી જિનપિંગ સરકારે 18 જેટલી અમેરિકન કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી છે. ચીન સરકારે બુધવારે 12 અમેરિકી કંપનીઓને તેની નિકાસ નિયંત્રણ યાદીમાં ઉમેરી અને 6 અમેરિકન કંપનીઓને અવિશ્વસનીય સંસ્થાઓની યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. શું આના કારણે અમેરિકા પાછી પાની કરશે? ચાલો આ અહેવાલમાં જોઈએ કે, ચીન આખરે કેવી તૈયારીઓ કરી રહ્યું છે.

ચીનનો વિરોધ છતાં આ કંપનીઓ તાઇવાનને શસ્ત્રો વેચે છેઃ ચીન
ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ ટેક્સ વધાર્યો ત્યારે જ ચીને વળતો જવાબ આપી દીધો હતો. ત્યારે ફરી એકવારે ચીને અમેરિકાને ઝટકો આપ્યો છે. ચીને અમેરિકાની આ કંપનીઓ પર આરોપ લગાવ્યો છે કે, તેઓ તાઇવાનને હથિયારો વેચ્યા છે અને ત્યાની સેનાને ટે્કનિકલ મદદ કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ આ મામલે કહ્યું કે, કે ચીનનો વિરોધ છતાં આ કંપનીઓ તાઇવાનને શસ્ત્રો વેચી રહી છે, જે ચીનની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે ખતરો છે. એટલું જ નહીં પરંતુ જે વિદેશી કંપનીઓ ચીનની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડતી સાબિત થશે તેની સામે કાર્યવાહી કરવાં આવશે તેવી ચેતવણી આપી છે.

ચીને અમેરિકાની આ કંપનીઓને અવિશ્વસનીય સંસ્થાઓની યાદીમાં મુકી
ચીને અમેરિકાની શીલ્ડ એઆઈ – ઇન્ક (Shield AI, Inc.), સીએરા નેવાડા કોર્પોરેશન (Sierra Nevada Corporation), સાયબરલક્સ કોર્પોરેશન (Cyberlux Corporation), એજ ઓટોનોમી ઓપરેશન્સ એલએલસી (Edge Autonomy Operations LLC), ગ્રુપ W (Group W) અને હડસન ટેક્નોલોજીસ કંપની (Hudson Technologies Co)ને અવિશ્વસનીય સંસ્થાઓની યાદીમાં મુકી દીધી છે. જેના કારણે અમેરિકાને મોટો ફટકો પડ્યો છે. ચીન પણ મહાસત્તામાં છે, જેથી ડોનાલ્ડ ટ્રમ્પ સામે પાછી પાની કરવા માટે તૈયાર નથી અને દરેક સ્થિતિમાં અમેરિકાને પડકાર આપવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે.

અમેરિકન કંપનીઓ પર ચોરી છુપે તાઇવાનને હથિયાર વેચવાનો આરોપ
વાસ્તવમાં આ માત્ર ટેરિફની વાત નથી પરંતુ ચીન તાઈવાનને પોતાનો હિસ્સો માને છે. આ અમેરિકી કંપનીઓ તાઈવાનને ચોરી છુપે હથિયારો આપતી હોવાનો આરોપ છે. જેથી ચીને આ કંપનીઓને ખતરારૂપ ગણે છે. મહત્વની વાત એ પણ છે કે, અમેરિકા સહિત અનેક દેશો તાઇવાનને હથિયારોની મદદ કરી રહ્યાં છે. જેને લઈને ચીને અનેક વખત ચેતવણીઓ પણ આપી છે. તેમાં અમેરિકાએ ચીન પર વધારે ટેરિફની જાહેરાત કરી તો ચીન આ ચાઇવાને સહાય કરવાનો અમેરિકા પાસેથી બદલો લઈ રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, ચીનના આ નિર્ણયથી અમેરિકાનું વલણ કેવું રહે છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button