ઇન્ટરનેશનલ

Video: અરાજકતાની હદ! ન્યૂયોર્ક શહેરમાં મહિલાને બેલ્ટ વડે ખેંચીને ગળું દબાવી યૌન શોષણ

અમેરિકાના ન્યૂયોર્કમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. રસ્તા પરથી ચાલી રહેલી એક મહિલા પર અચાનક પાછળથી એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. પોલીસનું કહેવું છે કે આરોપીએ આ મહિલાઓનો યૌન શોષણ પણ કર્યું છે. હાલમાં આરોપીની શોધખોળ ચાલુ છે.

મળતી માહિતી મુજબ જ્યારે મહિલા ન્યુયોર્કની 152 બ્રોંક્સ સ્ટ્રીટની ફૂટપાથ પર ચાલી રહી હતી ત્યારે પાછળથી ગઆરોપીએ તેના પર હુમલો કર્યો હતો મહિલા ક્યાંક જઈ રહી હતી ત્યારે આરોપી તેની પાછળ છુપાઈને આવ્યો હતો અને તેના પર બેલ્ટ વડે હુમલો કર્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આરોપી 45 વર્ષની આ મહિલાને ગળામાં બેલ્ટ નાખીને ખેંચી ગયો હતો, જેને કારણે મહિલા બેભાન થઈ ગઈ હતી.

મહિલા પર હુમલો કરનારા આરોપીએ પોતાનો ચહેરો સફેદ નેપકીનથી કે રૂમાલથી ઢાંકી દીધો હતો. વાયરલ થયેલા ઘટનાના સીસીટીવી વીડિયો ફૂટેજમાં પણ આરોપીનો ચેહરો દેખાતો નથી. ફૂટેજમાં આરોપી સફેદ પેન્ટ અને બ્લેક ફૂલ ટીશર્ટ પહેરેલો જોવા મળે છે. તેના માથા પર વાળ ઓછા છે. જોકે, ચહેરો દેખાતો ન હોવાને કારણે તેને ઓળખવામાં મુશ્કેલી થઈ રહી છે. આ ઘટના બીજી મેના રોજ મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે.

પોલીસે જણાવ્યું હતું કે મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તેની હાલત હાલમાં સ્થિર છે. પોલીસનું માનવું છે કે મહિલા અને આરોપી પુરુષ એકબીજાને જાણતા હતા અને આરોપી મહિલાની દિનચર્યાથી વાકેફ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button