ઇન્ટરનેશનલનેશનલ

મ્યાનમારના સૈનિકો મિઝોરમમાં આવી રહ્યા છે, રાજ્ય સરકારે કેન્દ્રની મદદ માંગી

મ્યાનમારમાં લોકશાહી તરફી બળવાખોર દળો અને જુન્ટા-શાસન વચ્ચે ચાલી રહેલી લડાઈ દમિયાન મ્યાનમાર આર્મીના સંખ્યાબંધ જવાનો ભારત આવી રહ્યા છે. મિઝોરમ સરકારે આ અંગે કેન્દ્ર સરકારને અલર્ટ કરી છે. રાજ્ય સરકારે પડોશી દેશના સૈનિકોને ઝડપથી પાછા મોકલવાની ખાતરી કરવા વિનંતી કરી છે.

અહેવાલો મુજબ મ્યાનમારમાં ઉગ્ર અથડામણ વચ્ચે મ્યાનમાર આર્મીના લગભગ 600 સૈનિકો ભારતમાં શરણ લેવા આવી ગયા. અરકાન આર્મી (AA) ના યોદ્ધાઓ દ્વારા સેનાની શિબિરો કબજે કરવામાં આવ્યા બાદ જવાનો મિઝોરમના લૉંગટલાઈ જિલ્લામાં આશ્રય લેવા આવી ગયા છે. અરકાન આર્મીએ પશ્ચિમી મ્યાનમાર રાજ્ય રખાઈનમાં એક સશસ્ત્ર જૂથ છે. સૈનિકોને હાલ આસામ રાઈફલ્સ કેમ્પમાં આશ્રય આપવામાં આવ્યો છે.

શિલોંગમાં પૂર્વોત્તર કાઉન્સિલની બેઠકમાં મિઝોરમના મુખ્ય પ્રધાન લાલદુહોમા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે આ પરિસ્થિતિએ તાત્કાલિક વાટાઘાટો શરૂ કરી છે.

રાજ્ય સરકારે મિઝોરમે રાજ્યમાં આશરો લેવા આવેલા મ્યાનમાર આર્મીના જવાનોને ઝડપથી પરત મોકલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વધતા જતા તણાવ અને પ્રદેશની સ્થિરતા પર તેની અસર થઈ શકે છે તે અંગેની વધતી ચિંતાઓ વચ્ચે આ અરજી કરવામાં આવી છે.

મીઝ્રોરમના મુખ્ય પ્રધાન લાલદુહોમાએ જણાવ્યું હતું કે, ‘લોકો આશ્રય માટે મ્યાનમારથી આપણા દેશમાં આવી રહ્યા છે, અને અમે માનવતાના ધોરણે તેમને મદદ કરી રહ્યા છીએ. મ્યાનમારના સૈનિકો આવતા રહે છે, આશ્રય શોધે છે અને પહેલા અમે તેમને હવાઈ માર્ગે પાછા મોકલતા હતા. લગભગ 450 સૈન્યના જવાનોને પાછા મોકલવામાં આવ્યા હતા.”

મ્યાનમારના જનરલ પડકરનો સામનો કરી રહ્યા છે. ઓક્ટોબરના અંતમાં ત્રણ વંશીય લઘુમતી દળોએ એક સંકલિત આક્રમણ શરૂ કર્યું હતું, લોકશાહી તરફી બળવાખોરોએ કેટલાક નગરો અને લશ્કરી ચોકીઓ કબજે કરી હતી અને સૈનિકોને ભાગી જવાની ફરજ પાડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button