શું Bangladeshમાં ફરી થશે સત્તા પલટો? શહીદ મિનાર ખાતે એકત્ર થશે 30 લાખ લોકો

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh) વધતી અરાજકતા વચ્ચે ફરી બળવાની ચર્ચા શરૂ થઈ છે. જેમાં વિદ્યાર્થી નેતાઓએ જુલાઈ ક્રાંતિનું આહ્વાન કરીને ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકારને ઉથલાવી હતી. આજે ફરી એ જ વિદ્યાર્થી નેતાઓ ઢાકામાં શહીદ મિનાર ખાતે એકઠા થવા જઈ રહ્યા છે. જ્યાંથી ફરી ક્રાંતિની જાહેરાત કરવામાં આવશે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશના બંધારણને બદલવાનો છે.
સરકાર પણ વિદ્યાર્થી નેતાઓ સામે ઘૂંટણિયે
આ સભા માટે 30 લાખથી વધુ લોકોને એકત્ર કરવાની યોજના છે. જમાત-એ-ઈસ્લામી જેવા કટ્ટરપંથી સંગઠનો આ બેઠકનો ઘણો પ્રચાર કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતાઓની અપીલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસની સરકાર પણ વિદ્યાર્થી નેતાઓ સામે ઘૂંટણિયે પડેલી જોવા મળે છે.
જુલાઈ ક્રાંતિની જાહેરાત અમે કરીશું
મીડિયા અહેવાલ મુજબ બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્વ કરી રહેલા મોહમ્મદ યુનુસની પ્રેસ વિંગે કહ્યું છે કે સરકાર ‘જુલાઈ ક્રાંતિ’ની જાહેરાત કરવા જઈ રહી છે. આમાં તમામ રાજકીય પક્ષો અને વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવશે. આ પછી વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. બેઠકમાં વિદ્યાર્થી નેતાઓએ કહ્યું હતું કે, ‘જુલાઈ ક્રાંતિની જાહેરાત અમે કરીશું અને મંગળવારે (31 ડિસેમ્બર) શહીદ મિનાર ખાતે યોજાનારી રેલીમાં તેની જાહેરાત કરવામાં આવશે.’
આ ચળવળના કો-ઓર્ડિનેટર હસનત અબ્દુલ્લાએ કહ્યું, ‘અમે અમારો નિર્ણય ટૂંક સમયમાં આપીશું.’ જોકે, આ પછી મોહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું. તેમણે કહ્યું, ‘જુલાઈ ક્રાંતિની જાહેરાત કરવાની સરકાર તરફથી કોઈ તૈયારી નથી.
આ પણ વાંચો…શપથ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, કોર્ટે જાતીય શોષણ કેસમાં દોષિત ઠેરવ્યા…
બાંગ્લાદેશનું નામ બદલી શકાય છે
આ ક્રાંતિ અંતર્ગત બંધારણ બદલવાની આડમાં સૌથી પહેલા બાંગ્લાદેશનું નામ બદલી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશનું નામ બદલીને ઈસ્લામિક રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ, ઈસ્લામિક ખિલાફત ઓફ બાંગ્લાદેશ અને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈસ્ટ પાકિસ્તાન કરી શકાય છે. આ સિવાય દેશમાં સુન્નત અને શરિયા પણ લાગુ કરી શકાય છે.
અફવાઓમાં એવી પણ ચર્ચા છે કે આ બેઠક બાદ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પાસેથી રાજીનામું લઈ શકાય છે અને મોહમ્મદ યુનુસને નવા રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવી શકે છે.