યુકેમાં ઋષિ સુનકના આ નિવેદન પર કેમ થયો હંગામો?
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે ટ્રાન્સજેન્ડર લોકો પર ટિપ્પણી કરી હતી જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ જોર પકડ્યું છે. 4 ઑક્ટોબરે 2023 કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકના સમાપન ભાષણ દરમિયાન તેમણે સ્ત્રી અને પુરુષના વિષય પર થતી ચર્ચા પર પોતાનો મત રાખતા જણાવ્યું હતું કે પુરુષ એ પુરુષ છે અને સ્ત્રી એ સ્ત્રી છે.
આપણે ખાસ એ બાબત ધ્યાનમાં રાખવું જોઇએ કે લોકો ગમે તે કહે કે કોઇપણ લિંગ હોઇ શકે છે. પરંતુ પુરુષ એ પુરુષ છે અને સ્ત્રી એ સ્ત્રી છે. આ સામાન્ય જ્ઞાનની વાત છે.
સુનકે કહ્યું હતું કે અમે આ દેશને બદલવા જઈ રહ્યા છીએ, અને તેમાં કોઇ વિવાદ ન હોવો જોઈએ. મોટાભાગના મહેનતુ લોકો આ સાથે સહમત છે. માતાપિતા સાથે તેમના બાળકોનો સંબંધ પણ એકદમ સહજ હોવો જોઇએ તે પેતાના પેરેન્ટ્સ સાથે તમામ વાત શેર કરતા હોવા જોઇએ. તેમાં કોઇ વિવાદ ના હોવો જોઇએ. તે જ રીતે દર્દીઓએ પણ હોસ્પિટલમાં ચાલતી ગતિવિધીથી અવગત રહેવું જોઇએ.
કેટલાક લોકોએ સુનકની ટિપ્પણીને સમર્થન આપ્યું હતું, પરંતુ ઘણા લોકોએ તેને ટ્રાન્સજેન્ડર સમુદાય પ્રત્યેની ‘અપમાનજનક’ ટિપ્પણી ગણાવીને તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ સુનકની મજાક ઉડાવતા કહ્યું કે તેની ટિપ્પણીઓ ‘સામાન્ય જ્ઞાન’થી કોષો દૂર છે.
એક યુઝરે કહ્યું હતું કે સુનકના નિવેદનો નાના સમુદાય પર હુમલો કરે છે. જે યોગ્ય નથી. બીજા એક યુઝરે કહ્યું હતું કે હું સુનકના આવા બકવાસ જ્ઞાનથી કંટાળી ગયો છું. તેમ છતાં તેનું બાયોલોજીનું જ્ઞાન ઘણું નબળું છે.’
આ તમામ નિવેદનો 3 ઓક્ટોબરના રોજ આરોગ્ય સચિવ સ્ટીવ બાર્કલે દ્વારા ઇંગ્લેન્ડમાં મહિલા હોસ્પિટલના વોર્ડમાં ટ્રાન્સજેન્ડર મહિલાઓની સારવાર પર પ્રતિબંધ મૂકવાની યોજનાની દરખાસ્ત કર્યા પછી આવી છે. સ્વાસ્થ્ય સચિવે પણ પુષ્ટિ કરી હતી કે મહિલાઓના સ્વાસ્થ્ય સાથે કામ કરતી વખતે લિંગ-વિશિષ્ટ ભાષાનો ઉપયોગ કરવામાં આવશે. આ દરખાસ્તે મધ્યમ ટોરી સાંસદોની તીવ્ર પ્રતિક્રિયા આપી, જેમને LGBTQ+ લોકોને ટાર્ગેટ કરવામાં આવશે એવો ડર છે.