ગાઝા શાંતિ સંમેલનમાં મોદી કેમ ન ગયા? ભારતે તક ગુમાવી હોવાની શશી થરૂરની ટિપ્પણી

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા શશી થરૂરે ગાઝા શાંતિ સંમેલનમાં પીએમ મોદીની ગેરહાજરી મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ સંમેલનમાં એક રાજ્યમંત્રીને મોકલવાના નિર્ણયને મોટી વ્યૂહાત્મક ભૂલ ગણાવી છે. તેમજ આ સંમેલનના કોઈ મોટા નેતાની હાજરી જરૂરી હતી. તેમણે કહ્યું કે શું આપણે તેને વ્યૂહાત્મક સંયમ માનીએ આપણે એક મોટી તક ગુમાવી દીધી છે.
ઇજિપ્તમાં ગાઝા શાંતિ સંમેલન
ઉલ્લેખનીય છે કે, ઇજિપ્તના શર્મ અલ-શેખમાં ગાઝા શાંતિ સંમેલન ચાલી રહ્યું છે અને વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ આ સમિટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પીએમ મોદીને હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં, તેઓ અમુક કારણોસર હાજરી આપી શક્યા ન હતા. શશિ થરૂર હવે આ અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
સંમેલનમાં વિશ્વભરના નેતાઓ સામેલ
શશિ થરૂરે જણાવ્યું હતું કે, આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વભરના પ્રખ્યાત નેતાઓ આ પરિષદમાં હાજરી આપી રહ્યા છે અને પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ અમારા તરફથી એક રાજ્યમંત્રીને ત્યાં મોકલવામાં આવ્યા છે. જે ખૂબ જ આશ્ચર્યજનક છે.
ગાઝા શાંતિ સંમેલનમાં 20 દેશો સામેલ
ગાઝા શાંતિ સંમેલનમાં 20 દેશો સામેલ છે. જેમાં અમેરિકા, કતાર, ફ્રાન્સ, ઇજિપ્ત, તુર્કી, યુકે, સ્પેન, ઇટાલી, યુરોપિયન યુનિયન, આરબ લીગ, સંયુક્ત આરબ અમીરાત, જોર્ડન, કુવૈત, બહેરીન, ઇન્ડોનેશિયા, અઝરબૈજાન, જર્મની, ગ્રીસ, આર્મેનિયા, હંગેરી, ભારત, પાકિસ્તાન, કેનેડા, નોર્વે અને ઇરાકના પ્રતિનિધિઓ પણ હાજર રહેવાના છે.
આ પણ વાંચો…ભારત વિરુદ્ધ ઝેર ઓંકનારા મુનીર બન્યા ટ્રમ્પના ‘ફેવરિટ’- ગાઝા શાંતિ સંમેલનમાં કર્યા વખાણ