ઇન્ટરનેશનલનેશનલ

શા માટે માલદીવ અને ભારતને હજુ પણ એકબીજાની જરૂર છે?

નવી દિલ્હી: જ્યારે માલદીવે ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા ત્યારે ભારતના લોકોએ માલદીવને બરાબરનું આડે હાથે લઈ લીધું. ત્યાં સુધી કે લોકોએ માલદીવ જવા માટે તેમનું બુકિંગ કેન્સલ કરી દીધું હતું અને લક્ષદ્વીપને માલદીવ કરતાં વધુ સારું ગણાવ્યું હતું અને પછી માલદીવની સરકારે એક્શન લેવી પડી અને તેમના પ્રધાનોને બરતરફ કરવા પડ્યા હતા. પરંતુ હક્કીકત એ છે કે જે રીતે માલદીવને ભારત વિના ચાલી શકે તેમ નથી તેવી જ રીતે ભારતને પણ માલદીવનો વિરોધ કરીને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. તો ટાલો તમને એ બાબતથી અવગત કરાવું કે બંને દેશોને એકબીજાની જરૂર કેમ છે.

વિશ્વના નકશા પર માલદીવને જુઓ તો તમને જણાશે કે માલદીવ એ હિંદ મહાસાગરમાં આવેલો દેશ છે અને ભારતના પશ્ચિમ કિનારાથી માત્ર 300 નોટિકલ માઈલના અંતરે માલદીવ આવેલું છે. અને તે વિસ્તાર વિશ્વના સૌથી લોકપ્રિય વેપારી દરિયાઈ માર્ગોમાંનો એક છે, જેની માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશોને માલદીવની જરૂર છે, પરંતુ ભારત સાથે બીજી એક ખાસ વાત છે અને તે છે સુરક્ષા કારણકે ભારતનો દરિયાઈ વિસ્તાર જે હિંદ મહાસાગરમાં માલદીવ સાથે સીધો જોડાયેલ છે.

અને તેના કારણે ભારતે માલદીવની સુરક્ષા માટે તેના સૈનિકોને તાલીમ આપવી પડે છે. એક આંકડા પ્રમાણે માલદીવની સેનાની 70 ટકા તાલીમ ભારત દ્વારા કરવામાં આવે છે. આ તાલીમ કાં તો ટાપુ પર થાય છે અથવા તેઓને ભારતની મિલિટરી એકેડમીમાં તાલીમ આપવામાં આવે છે. કારણ કે ભારત માને છે કે જો માલદીવ સુરક્ષિત રહેશે તો ભારત સમુદ્રમાં પણ સુરક્ષિત રહી શકશે.

આ ઉપરાંત માલદીવને પણ આપણી જરૂર છે કારણ કે માલદીવ જે ચોખા, કઠોળ, શાકભાજી, ચિકન, ફળો અને દવાઓ ખાય છે તે ભારતમાંથી જ આવે છે. આ સિવાય માલદીવ શાળા કે હોસ્પિટલ, ઘર કે પુલ, રોડ કે એરપોર્ટ બનાવવા માંગે છે, ભારત માલદીવને સિમેન્ટ, ઈંટો અને પથ્થર જેવી તમામ જરૂરી સામગ્રી મોકલે છે. તેમજ માલદીવની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક 300 બેડની મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેનું નિર્માણ ભારત દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે જો માલદીવ ભારત સાથે દુશ્મની કરે છે તો તેનો વધારે માર માલદીવને જ પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button