ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે 30 બાળકોના ફોટા કેમ વાઈરલ થઈ રહ્યા છે?
ગાઝાપટ્ટીઃ છેલ્લાં બે અઠવાડિયાથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે લોહીયાળ યુદ્ધ ખેલાઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 4000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. એટલું જ નહીં પણ હજી 200થી વધુ લોકો ગુમ છે. આ 200 ગુમમાં 30 બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ ત્રીસ બાળકોના ફોટા લંડનથી લઇને UN હેડક્વાર્ટરની બિલ્ડીંગ સુધી વાઈરલ થઈ રહ્યા છે. ઈઝરાયલે પણ આ બાળકોના ફોટાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. લંડનના વેમ્બલીથી લઈને ટેટ મોર્ડન સુધી લંડનની અનેક જાણીતી અને નામચીન ઈમારતો પર ઈઝરાયલના આ ગુમ થયેલા બાળકોના ફોટો દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત ન્યૂયોર્ક, લોસ એન્જલસ અને મિયામી સહિત અનેક શહેરોમાં બિલબોર્ડ પર પણ આ ફોટો પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે.
આ માટે યોગ્ય ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઈઝરાયલ દ્વારા આ બાબતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે લંડન સહિત દુનિયામાં અનેક સ્થળો પર મોટી મોટી સ્ક્રીન્સ પર આ બાળકોના નામ, ફોટો અને ઉંમર લખવામાં આવી રહી છે. આ સાથે સાથે સાથે જ ટ્વીટર પર #BRINGTHEMBACK હેશટેગ પણ ટ્રેન્ડ થઇ રહ્યું છે. આ સિવાય UN હેડક્વાર્ટર, રોમાનિયન શહેરો અને અન્ય ઘણા શહેરોની બિલ્ડિંગ્સ પર આ લાપતા બાળકોના ફોટો ઈલેક્ટ્રિક બોર્ડ પર ફ્લેશ થઈ રહ્યા છે અને એના પર કિડનેપ બાય હમાસ એવું પણ લખવામાં આવ્યુંછે.