ઇન્ટરનેશનલ

કોણ હતો હમાસનો પ્રમુખ નેતા મોહમ્મદ સિનવાર? ઇઝરાયલે હવાઈ હુમલામાં કર્યો ઠાર

ગાઝા/તેલ અવીવ: ઇઝરાયલ અને હમાસ (Israel Hamas War) વચ્ચે છેલ્લા ઘણાં સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલી સેના (Israeli army)એ હમાસના એક મોટા નેતાને ઠાર કર્યો છે. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Israeli Prime Minister Benjamin Netanyahu)એ IDF દ્વારા એક મોટા લશ્કરી કાર્યવાહી દરમિયાન હમાસના વરિષ્ઠ નેતા મોહમ્મદ સિનવાર (Hamas leader Mohammad Sinwar)ને મારી નાખવાનો દાવો કર્યો છે. આખરે કોણ છે કે, હમાસના વરિષ્ઠ નેતા મોહમ્મદ સિનવાર? ચાલો આ અહેવાલમાં હમાસના વરિષ્ઠ નેતા વિશે જાણીએ…

ઇઝ અલ-દિન અલ-કાસમ કમાન્ડરને ઇઝરાયલે કર્યો ઠાર

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મોહમ્મદ સિનવાર હમાસની લશ્કરી પાંખ ઇઝ અલ-દિન અલ-કાસમ બ્રિગેડના પ્રભાવશાળી કમાન્ડર હતો. એટલું જ નહીં પરંતુ હમાસના વડા યાહ્યા સિનવારના નાના ભાઈ હોવાનું પણ કહેવાય છે. હમાસના વડા ઇસ્માઇલ હનિયા અને યાહ્યા સિનવાર પછી તેઓ હમાસના ત્રીજા ટોચના નેતા તરીકે ઓળખવામાં આવ્યો હતો. મોહમ્મદ સિનવાર માર્યો હતો એટલે ઇઝરાયલી સેના આનો પોતાની મોટી જીત માને છે. કારણ કે, મોહમ્મદ સિનવારના મોતને ગાઝામાં આતંકનો અંત માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ગાઝામાં લોકો હમાસથી કંટાળ્યા છે? હમાસ વિરોધી રેલીમાં હજારો લોકો જોડાયા, શાંતિ માટે અપીલ કરી…

હમાસના ત્રીજા ટોચના નેતા તરીકે ઓળખાતો મોહમ્મદ સિનવાર

ઇઝારાયલી સેના દ્વારા મંગળવારે એક સત્તાવારે નિવેદનમાં કહ્યું હતું કે, મોહમ્મદ સિનવારને દક્ષિણી ગાઝાના ખાન યૂનુસ વિસ્તારમાં એક વિશે ઓપરેશન દરમિયાન તેને નિશાન બનાવવામાં આવ્યો હતો. IDF પ્રવક્તાએ એવું પણ જણાવ્યું હતું કે, સિનવારનું મૃત્યુ સચોટ ગુપ્ત માહિતી અને હવાઈ હુમલા દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. પરંતુ મહત્વની વાત એ છે કે, મોહમ્મદ સિનવારના મોત અંગે હમાસ દ્વારા પુષ્ટિ કે ખંડન કરવામાં આવ્યું નથી.

ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ મંગળવારે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં એક ખાસ ઓપરેશન દરમિયાન મોહમ્મદ સિનવારને નિશાન બનાવવામાં આવ્યો હતો. તાજેતરના મહિનાઓમાં આ વિસ્તાર ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર રહ્યો છે. 

આ પણ વાંચો: હમાસ-અમેરિકાની ગુપ્ત બેઠક પર ઇઝરાયલનાં પેટમાં રેડાયું તેલ; અમેરિકાએ રોકડું પરખાવ્યું “અમે એજન્ટ નથી”…

મોહમ્મદ સિનવારની ગણતરી હમાસના ટોચના નેતાઓમાં થતી

મોહમ્મદ સિનવારને હમાસની રાજનીતિ અને સૈન્યના નેતૃત્વમાં ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવતો હતો. એટલું જ નહીં પરંતુ તેની ગણતરી હમાસના ટોચના નેતાઓમાં થતી હતી. હમાસના આંતકી સંગઠનમાં નિર્ણયોમાં તેની મહત્વની ભૂમિકા પણ રહેતી હતી. મોહમ્મદ સિનવારને તેના મોટા ભાઈ યાહ્યા સિનવાર સાથે મળીને ગાઝામાં હમાસના સશસ્ત્ર ચળવળમાં ખાસ માનવામાં આવતો હતો. 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયલ પર થયેલા આતંકવાદી હુમલાના મુખ્ય સૂત્રધાર પણ હતો. હમાસનો પ્રમુખ નેતા યાહ્યા સિનવાર હતો, જેણે ઈઝરાયલ મોસ્ટ વોન્ટેડ આંતકવાદી માનતું હતું. મોહમ્મદ સિનવારને તેનો નાનો ભાઈ માનવામાં આવે છે.

મોહમ્મદ સિનવારના મોતને ઇઝરાયલે મોટી જીત માની

મહત્વની વાત એ છે કે, મોહમ્મદ સિનવારનો મોત પછી હવે હમાસની સેન્ય ક્ષમતાને અસર થવાની છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી સેના સામે લડવામાં આ બે ભાઈઓની મહત્વની ભૂમિકા રહેતી હતી. પરંતુ એ પણ અગત્યનું છે કે, હમાસ જેવા સંગઠનાત્મક માળખામાં પ્રમુખ હોદ્દા પર બીજા દાવેદારની સત્વરે ભરતી કરી દેવામાં આવે છે. છતાં  મોહમ્મદ સિનવારના મોતને ઇઝરાયલ મોટી જીત માની રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ યુદ્ધ ક્યાં સુધી ચાલે છે? શું ઈઝરાયલ હમાસના સંગઠનને સંપૂર્ણ રીતે ખતમ કરી નાખશે? તે સમય આવે જાણવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button