ઇન્ટરનેશનલ

કોણ છે બલૂચિસ્તાન લિબરેશન આર્મી? કે જેની દહેશત પાકિસ્તાન આર્મીથી લઈને ચીન સુધી….

ઇસ્લામાબાદ: પાકિસ્તાન માટે માથાનો દુખાવો બનેલા બલૂચિસ્તાનમાં સ્થિતિ સામાન્ય નથી થઈ રહી. શનિવારે બલૂચિસ્તાનમાં એક રેલવે સ્ટેશન પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં 24 લોકો માર્યા ગયા અને 46 લોકો ઘાયલ થયા. પ્રાંતીય રાજધાની ક્વેટાના રેલ્વે સ્ટેશન પર વિસ્ફોટ થયો હતો જ્યારે પેશાવર જતી જાફર એક્સપ્રેસના ઉપડવા પહેલા મુસાફરો પ્લેટફોર્મ પર એકઠા થયા હતા. આ હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મીએ (BLA) લીધી છે. આ કોઇ પહેલીવાર નથી બન્યું કે જ્યારે બલૂચિસ્તાન સેનાએ પાકિસ્તાનને નુકસાન પહોંચાડ્યું હોય. આ વિદ્રોહી જૂથ પાકિસ્તાનમાં સમયાંતરે હુમલા કરતું રહે છે.

આ પણ વાંચો: હિંસા વચ્ચે બલૂચિસ્તાનમાં આ મહિલા ગાંધીમાર્ગે સરકાર સામે ઉતરી

શું છે BLAનો હેતુ?
બલૂચિસ્તાન લિબરેશન આર્મી એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં કાર્યરત એક મુખ્ય વિદ્રોહી સંગઠન છે. બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે અને ખનિજ સંસાધનોથી પણ સમૃદ્ધ પ્રદેશ છે, પરંતુ ત્યાંના રહેવાસીઓ એ વાતથી અસંતુષ્ટ છે કે તેમને આ સંસાધનોનો લાભ નથી મળી રહ્યો. આ કારણોસર BLA અને અન્ય બલૂચ સંગઠનોએ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કર્યું છે. આ સંગઠનની એક જ મુખ્ય માંગ છે – બલૂચિસ્તાનની સ્વતંત્રતા. જેથી ત્યાંના સંસાધનો પર બલૂચ લોકોના અધિકારો સ્થાપિત થઈ શકે.

BLAનો પ્રારંભિક વિકાસ:
બલૂચિસ્તાન લિબરેશન આર્મીની રચના 1970 ના દાયકામાં થઈ હોવાનું માનવામાં આવે છે, જ્યારે બલૂચિસ્તાનના લોકો તેમની રાજકીય અને સાંસ્કૃતિક ઓળખના સંવર્ધન માટે સંઘર્ષ કરી રહ્યા હતા. 1970ના દાયકામાં પાકિસ્તાનમાં એક મોટું લશ્કરી અભિયાન ચલાવવામાં આવ્યું કે જેમાં ઘણા બલૂચ નેતાઓ અને સમુદાય પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. આ સમયગાળા દરમિયાન ઘણા બલૂચ જૂથોએ સશસ્ત્ર વિદ્રોહનો માર્ગ પસંદ કર્યો. જો કે, વાસ્તવમાં આ સંસ્થા વર્ષ 2000માં ઝડપથી ઉભરી આવી.
BLAની સ્થાપના બલૂચ નેતા મીર હબત ખાન મરરી અને તેમના પુત્ર નવાબ ખૈર બખ્શ મારી દ્વારા કરવામાં આવી હોવાનું કહેવાય છે. નવાબ ખૈર બખ્શ મારીએ બલૂચ લોકોના અધિકારો અને સ્વતંત્રતા માટેની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના મૃત્યુ પછી તેમના પરિવાર અને અન્ય બલૂચ નેતાઓએ આંદોલન ચાલુ રાખ્યું. જોકે આનો કોઈ સત્તાવાર પુરાવો નથી.

આજે કોણ કરી રહ્યું છે નેતૃત્વ:
આજે ઘણા BLA જૂથો છે જે બલૂચિસ્તાનમાં સક્રિય છે. જેમાના કેટલાક જૂથો અલગથી કાર્યરત છે અને BLA સિવાયના સંગઠનો બની ગયા છે. વર્ષોથી BLAનું નેતૃત્વ બાલાચ મારી અને બ્રહ્મદાગ બુગતી જેવા નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચળવળને પણ પ્રોત્સાહન આપ્યું હતું. હાલમાં અસલાન બલોચ BLAનો નેતા હોવાનું કહેવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker