ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન અપાતા વ્હાઇટ હાઉસે નારાજગી વ્યક્ત કરી...
ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન અપાતા વ્હાઇટ હાઉસે નારાજગી વ્યક્ત કરી…

વોશિંગ્ટન : વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને આપવામાં આવ્યો છે. ત્યારે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન અપાતા વ્હાઇટ હાઉસે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં વ્હાઈટ હાઉસે આ નિર્ણયને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો છે. તેમજ વ્હાઇટ હાઉસે સમિતિની આકરી ટીકા કરી હતી.

પસંદગી પ્રક્રિયા રાજકીય રીતે પક્ષપાતી હતી

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ નોબેલ શાંતિ પુરસ્કારના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે પસંદગી પ્રક્રિયા રાજકીય રીતે પક્ષપાતી હતી અને વૈશ્વિક શાંતિને પ્રોત્સાહન આપવાની સાચી પ્રતિબદ્ધતા પર આધારિત નહોતી. તેમજ ફરી એકવાર નોબેલ સમિતિએ સાબિત કર્યું છે કે તેઓ શાંતિ કરતાં રાજકારણને મહત્વ આપે છે.

ટ્રમ્પની આશાઓ પર પાણી ફેરવી દીધું

ઉલ્લેખનીય છે કે, વ્હાઇટ હાઉસ અને ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ પુરસ્કાર મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ શુક્રવારે સમિતિના નિર્ણયથી ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસને મોટો ઝટકો લાગ્યો. સમિતિએ લોકશાહીને પ્રોત્સાહન આપવાના પ્રયાસો બદલ વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને એવોર્ડ આપવાની જાહેરાત કરીને ટ્રમ્પની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

આ પણ વાંચો…વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર મારિયા કોરિના મચાડોને અપાયો, જાણો કોણ છે?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button