ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ભારત અમેરિકા ટ્રેડ ડીલ પૂર્વે વ્હાઇટ હાઉસનું મોટું નિવેદન, કહ્યું દ્વિપક્ષીય વેપાર 500 બિલિયન ડોલર લઈ જવાનું લક્ષ્ય

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરની જાહેરાત અને બાદમાં તેને મુલતવી રાખ્યા બાદ અનેક દેશોએ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે. ત્યારે ટૂંક જ સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડીલ થવાના સંકેત મળી રહ્યા છે. આ અંગે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની વેપાર ટીમ આ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે વ્યસ્ત છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સારા સંબંધ છે અને તે ચાલુ રહેશે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 બિલિયન ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના પીએમ મોદી સાથે ઉત્તમ સંબંધ

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગત અઠવાડિયે કહ્યું હતું કે ભારત સાથે એક મોટો વેપાર કરાર થવાનો છે, અને આ સાચું છે. મેં તાજેતરમાં અમારા વાણિજ્ય સચિવ સાથે આ વિશે વાત કરી હતી, જેઓ ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ સાથે આ કરાર પર કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ અને તેમની વેપાર ટીમ તરફથી ભારત સાથેના આ કરાર અંગે અપડેટ આપવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું કે ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનો એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સારા સંબંધો આ સોદાને વધુ મજબૂત બનાવશે.

વેપાર સોદો એક વચગાળાના કરારનો ભાગ

ઉલ્લેખનીય છે કે, આ વેપાર સોદો એક વચગાળાના કરારનો ભાગ છે. જેને 9 જુલાઈ 2025 સુધીમાં પૂર્ણ કરવાની જરૂર છે. આનું કારણ એ છે કે આ તારીખ પછી અમેરિકા દ્વારા જાહેર કરાયેલ 26 ટકાનો નવો ટેરિફ અમલમાં આવશે. જે ભારતીય નિકાસને અસર કરી શકે છે. આ વચગાળાનો સોદો વર્ષના અંત સુધીમાં એક વ્યાપક કરાર માટે માર્ગ મોકળો કરશે.

આ પણ વાંચો…ન્યૂ યોર્ક મેયરની રેસમાં વિવાદ: ભારતીય મૂળના ઝોહરાન મમદાની પર ટ્રમ્પના પ્રહાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button