ઇન્ટરનેશનલ

Bangladesh ની સ્થિતિ પર અમેરિકાની નજર, વ્હાઇટ હાઉસે આપ્યું આ નિવેદન

વોશિંગ્ટનઃ બાંગ્લાદેશમાં(Bangladesh)સતત હિંદુ પર અત્યાચાર થઈ રહ્યા છે. તેવા સમયે અમેરિકાએ સત્તાવાર રીતે કહ્યું છે કે રાષ્ટ્રપતિ જો બાઈડન બાંગ્લાદેશની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. દેશમાં ધાર્મિક અને વંશીય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા બાંગ્લાદેશની વચગાળાની સરકારને જવાબદાર ગણે છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા કોમ્યુનિકેશન સલાહકાર જ્હોન કિર્બીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ સુરક્ષાની સ્થિતિ જટિલ છે. અમે આ પડકારને પહોંચી વળવા માટે તેની કાયદા અમલીકરણ અને સુરક્ષા સેવાઓની ક્ષમતાને મજબૂત કરવા વચગાળાની સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

બાંગ્લાદેશના નેતાઓ સાથે પણ વાતચીત

વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા કોમ્યુનિકેશન સલાહકાર જ્હોન કિર્બીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું, બાંગ્લાદેશના તમામ નેતાઓ સાથેની અમારી વાતચીતમાં જે સ્પષ્ટ થયું છે તે છે ધાર્મિક અને વંશીય લઘુમતીઓની સુરક્ષા, ધર્મને ધ્યાનમાં લીધા વિના મહત્વની છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ તેને વળગી રહે.

આ પણ વાંચો : ભારતના દબાણ બાદ બાંગ્લાદેશે સ્વીકાર્યું, લઘુમતીઓ પર આટલા હુમલાની પુષ્ટિ કરી

અમેરિકામાં પણ હિંદુ પર અત્યાચાર વિરુદ્ધ પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થતા અત્યાચારના વિરોધમાં ભારતીય અમેરિકનોએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં વ્હાઇટ હાઉસની સામે અને શિકાગો, ન્યૂયોર્ક, ડેટ્રોઇટ, હ્યુસ્ટન અને એટલાન્ટા સહિતના અનેક શહેરોમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન અને માર્ચ યોજી છે. તેમણે રાષ્ટ્રપતિ બાઈડનને બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારને રોકવામાં મદદ કરવા અપીલ કરી છે. આ અગાઉ ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રી રાજા કૃષ્ણમૂર્તિએ સેનેટની વિદેશી સંબંધો સમિતિના સભ્યોને બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓ વિરુદ્ધ હિંસાના મુદ્દા પર ધ્યાન આપવા વિનંતી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button