ઇન્ટરનેશનલ

પીઓકે ક્યારે અને કેવી રીતે ભારતમાં જોડાશે?

વી કે સિંહના ખુલાસાથી પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ જશે


નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન વીકે સિંહે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. વીકે સિંહના કહેવા પ્રમાણે, પાકિસ્તાનમાં જે રીતે વસ્તુઓ ચાલી રહી છે, તેના કારણે વિવિધ દળો પોતાના જ લોકો સામે ઉભા છે. તેમણે કહ્યું હતું કે, “ત્યાં એક વિશાળ મંથન ચાલી રહ્યું છે. મને ખ્યાલ છે કે આ વિસ્તાર (POK) પાકિસ્તાન દ્વારા બળનો ઉપયોગને કારણે અને પછી યુએનની સંડોવણીને કારણે પાકિસ્તાનના તાબામાં છે, તે આપમેળે આપણી પાસે પાછો આવશે.”

આ પહેલા પણ કેન્દ્રીય પ્રધાન વીકે સિંહે PoK મુદ્દે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તાજેતરમાં જ તેણે કહ્યું હતું કે PoK પોતાની રીતે ભારતમાં જોડાય તેની રાહ જુઓ.

કેન્દ્રીય પ્રધાન વીકે સિંહે કહ્યું હતું કે તમે શા માટે ચિંતિત છો, થોડા સમય પછી PoK પોતાની મેળે આવી જશે. કેન્દ્રીય પ્રધાન વીકે સિંહના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ઘણા લોકો ભારતમાં આવવાનો રસ્તો ખોલવાની માંગ કરી રહ્યા છે.

જનરલ વીકે સિંહે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં સેનાના જવાનોની શહીદી પર પાકિસ્તાનને દુનિયાથી અલગ પાડી દેવાની વાત કરી હતી. એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે ક્રિકેટ નહીં રમવું જોઇએ અને ફિલ્મોમાં પણ કામ નહીં કરવું જોઇએ.

અગાઉ, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે કાશ્મીર પર પાકિસ્તાન સાથે ચર્ચા કરવાનો એક જ મુદ્દો છે – ક્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરનો ગેરકાયદેસર કબજો ખાલી કરે છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button