ઇન્ટરનેશનલનેશનલ

પાકિસ્તાનમાં 2024માં મુકેશ અંબાણી વિશે શું સૌથી વધુ સર્ચ થયું? જાણો વિગત

નવી દિલ્હીઃ વર્ષ 2024 વિદાય લેવાની તૈયારીમાં છે. વર્તમાન વર્ષ પૂરું થવાને હવે 10 દિવસ જ બાકી રહ્યા છે. આ દરમિયાન સર્ચ એન્જિન ગૂગલે વર્ષ 2024માં પાકિસ્તાનીઓ દ્વારા સૌથી વધુ સર્ચ કરેલો ડેટા જાહેર કર્યો હતો. જેમાં ગુજરાતી ઉદ્યોગપતિ અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી સૌથી વધુ સર્ચ કરાયેલા લોકોની યાદીમાં સ્થાન મેળવનારા વ્યક્તિઓમાં સામેલ છે. આ સર્ચ માત્ર એશિયાના સૌથી ધનિક વ્યક્તિની કુલ સંપત્તિ વિશે જ નહોતી, પરંતુ તેના પરિવાર વિશે પણ હતી.

મુકેશ અંબાણી વિશે પાકિસ્તાનમાં શું થયું સર્ચ
મુકેશ અંબાણી સંબંધિત પાકિસ્તાનના લોકોએ મુકેશ અંબાણી નેટ વર્થ સૌથી વધુ સર્ચ કરી હતી. આ સિવાય મુકેશ અંબાણીના પુત્ર, મુકેશ અંબાણીના પુત્રના લગ્ન, મુકેશ અંબાણીનું ઘર અને અંબાણીની કુલ સંપત્તિ પણ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા. તેમજ મુકેશ અંબાણી કોણ છે તે પણ સર્ચ કર્યું હતું.

કેટલી છે નેટવર્થ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની નેટવર્થ 94.3 અબજ ડૉલર છે. તેઓ 120 અબજ ડૉલર (રેવન્યૂ)ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે, જે પેટ્રોકેમિકલ્સ, ટેલિકોમ, ઓઇલ અને ગેસ, મીડિયા, ફાયનાન્સિયલ સર્વિસ અને રિટેલ જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે.

કોણે કરી હતી રિલાયન્સની સ્થાપના
રિલાયન્સની સ્થાપના મુકેશ અંબાણીના પિતા સ્વ. ધીરુભાઈ અંબાણીએ 1966માં કરી હતી. 2002માં તેના મુકેશ અંબાણી અને તેના નાના ભાઈ અનિલ અંબાણી વચ્ચે ભાગલા પડ્યા હતા.

આ પણ વાંચો…વડા પ્રધાનની કુવૈત મુલાકાત ઊર્જા સહિતના ક્ષેત્રો માટે મહત્વની

મુકેશ અંબાણીનો પરિવાર
મુકેશ અંબાણીએ સામાજિક કાર્યકર્તા નીતા અંબાણી સાથે લગ્ન કર્યા છે. તેમને ત્રણ બાળકો – આકાશ, ઈશા અને અનંત છે. જે પૈકી આકાશ અને ઈશા જોડિયા છે. અનંત અંબાણી નાનો પુત્ર છે, જેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં ડિરેક્ટર પણ છે. આકાશ જિયો ચલાવે છે, ઈશા રિટેલ અને નાણાકીય સેવાઓનું સંચાલન કરે છે, જ્યારે અનંત અંબાણી વિદેશનો એનર્જી બિઝનેસ સંભાળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button