ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

હેં, Olympic Gold Medalમાં ભેળસેળ? આટલામાં મળે છે મેડલ?

હાલમાં જ્યાં જુઓ ત્યાં પેરિસ ઓલમ્પિક (Paris Olympic)ની ચર્ચા ચાલી રહી છે એના વિશે જ વાંચવા અને સાંભળવા મળે છે. ઓલમ્પિકમાં પોતાના દેશ માટે ગોલ્ડ મેડલ જિતવું એ દરેક એથલિટનું સપનું હોય છે. આ સિવાય આ મેડલને લઈને એક એવી સર્વસામાન્ય ધારણા હોય છે કે ગોલ્ડ મેડલ સંપૂર્ણપણે ગોલ્ડનો બનેલો હોય છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે હકીકતમાં એવું હોતું નથી. આજે અમે અહીં તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ગોલ્ડ મેડલમાં 6 ટકા જ ગોલ્ડ બાકી તો…
મળી રહેલી માહિતી પ્રમાણે આ વખતે પેરિસ ઓલમ્પિકમાં ખેલાડીઓને 529 ગ્રામ વજનનો ગોલ્ડ મેડલ આપવામાં આવવાનો છે, અને આ ગોલ્ડ મેડલનો આશરે 95.4 ટકા હિસ્સો (505 ગ્રામ) ચાંદીમાંથી બનાવવામાં આવેલો છે અને એમાં છ ટકા શુદ્ધ સોનુ અને 18 ગ્રામ લોખંડ જોવા મળે છે અને વાત કરીએ આ મેડલની કિંમતની તો આ મેડલની કિંમતની તો આ મેડલની કિંમત આશરે 950 ડોલર એટલે આશરે 80,000 રૂપિયા જેટલી હોવાનું કહેવાઈ રહ્યું છે.

ફોર્બ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જો આ ગોલ્ડ મેડલ શુદ્ધ સોનાથી બનાવવામાં આવ્યું હોત તો તેની કિંમત આશરે 41,161.50 ડોલર એટલે કે આશરે 34.46 લાખ રૂપિયા જેટલી હો. આ જ કારણ છે કે 1912માં છેલ્લી વખત શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવેલા મેડલ્સ ખેલાડીઓને આપવામાં આવ્યા હતા.

વાત કરીએ સિલ્વર મેડલની તો તેનું વજન 525 ગ્રામ હોય છે જેમાં 507 ગ્રામ ચાંદી, 18 ગ્રામ લોખંડ હોય છે અને એની કિંમત આશરે 486 ડોલર એટલે કે આશરે 41,000 રૂપિયા હોવાનું કહેવાય છે. જ્યારે કાસ્ય પદકનું વજન 455 ગ્રામ હોય છે અને એમાં 415.15 ગ્રામ તાંબુ, 21.85 ગ્રામ ઝિંક અને 18 ગ્રામ લોખંડનો સમાવેશ થાય છે. આ મેડલની કિંમત 13 ડોલર એટલે કે આશરે 1100 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

એફિલ ટાવરના અંશ પણ હશે મેડલમાં
આ વખતે ખેલાડીઓને આપવામાં આવનાર મેડલની ખાસિયત વિશે વાત કરીએ તો દરેક મેડલમાં પેરિસના ફેમસ એફિલ ટાવરના લોખંડના ટુકડા ઉમેરવામાં આવ્યા છે. 20મી સદીમાં એફિલ ટાવરના જિર્ણોદ્વાર દરમિયાન આ ટુકડાઓને મૂળ ટાવરથી દૂર કરીને અલગ રાખવામાં આવ્યા હતા.

આ જ્વેલરી હાઉસે ડિઝાઈન કર્યા છે મેડલ
મેડલની કિંમત અને તેમાં વપરાતી ધાતુઓ વિશે વાત કરી લીધા બાદ આગળ વધીએ અને કોણે આ મેડલ ડિઝાઈન કર્યા છે એની તો એલવીએમએચ જ્વેલરી હાઉસ, ચૌમેટ દ્વારા આ મેડલ ડિઝાઈન કરવામાં આવ્યા છે. મેડલને ષટકોણ આકાર આપવામાં આવ્યો છે અને એના છ બિંદુને ફ્રાન્સના માનચિત્રને પ્રદર્શિત કરે છે. આ પહેલી વખત છે કે કોઈ જ્વલર્સે ઓલમ્પિક માટે મેડલ ડિઝાઈન કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker