પોતાના પરિવારમાં એક નાનો ‘ડ્રેગન’ લઈ આવવા માટે શ્રેષ્ઠ સમય: Singaporeના PMએ બાળકો કરવા અપીલ કરી
આ ધરતી પર આઠસો કરોડથી પણ વધારે મનુષ્યોનો ભાર છે. જેને લઈને દુનિયાના મોટા ભાગના દેશો વસ્તી નિયંત્રણ ઉપર ભાર મૂકી રહ્યા છે. કોઈ દેશ તો વસ્તી નિયંત્રણ માટે ખાસ અભિયાનો પણ ચલાવી રહ્યા છે. આ બધાની વચ્ચે સિંગાપુર એક એવો દેશ છે કે તે તેના નાગરિકોને બાળકો પેદા કરવાનું કહી રહ્યું છે. જો કે વાત જાણે એમ છે કે આ વર્ષે 10 ફેબ્રુઆરીએ ચાઇનીઝ પંચાંગ (the year of the dragon 2024) શરૂ થવા જઈ રહ્યું છે. ચીની મૂળના ઘણા પરિવાર દ્વારા ડ્રેગન વર્ષમાં જન્મેલા બાળકોને શુભ માને છે, જેથી સરકારે બાળકો કરવાનો આગ્રહ કર્યો છે.
આપને જણાવી દઈએ કે, ચાઈનીઝ પંચાગ 2024 આ વર્ષે 10 ફેબ્રુઆરી 2024થી શરૂ થવા જઈ રહ્યું છે અને ચાઈનીઝ પંચાગ અનુસાર આ વર્ષ ‘ધ યર ઓફ ડ્રેગન’ તરીકે ઓળખાશે. ચીની પૌરાણિક કથાઓમાં ડ્રેગનને એક શક્તિશાળી અને શુભ પ્રતીક તરીકે જોવામાં આવે છે જે હિંમત, સર્જનાત્મકતા અને નવીનતાનું પ્રતિનિધિત્વ કરે છે.
જે દિવસથી ડ્રેગન વર્ષ શરૂ થઈ રહ્યું છે, તે દિવસે જ સિંગાપુરના વડાપ્રધાનનો લીનો જન્મદિવસ આવી રહ્યો છે. તેમનો જન્મ 1952માં ડ્રેગન વર્ષમાં જ થયો હતો. તેવાં PMએ કહ્યું કે, ‘પોતાના પરિવારમાં બાળક લઈ આવવા માટે યુવાન યુગલો માટે સારો સમય છે’.
તેઓ એ એક રિપોર્ટમાં જણાવ્યુ હતું કે ‘અમે સિંગાપોર મેડ ફોર ફેમિલી બનાવીશું અને લગ્ન અને પેરેંટિંગની આકાંક્ષાઓને સમર્થન આપવાનું ચાલુ રાખીશું. ચાઇલ્ડ કેર અને વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે, પેરેંટિંગ રજા તાજેતરમાં સ્વૈચ્છિક ધોરણે બે અઠવાડિયાથી વધારીને ચાર અઠવાડિયા કરવામાં આવી છે. આવા પગલાં માતાપિતા પરનો બોજ ઘટાડશે. તેમણે કહ્યું, ‘કૌટુંબિક જીવનનું એક મહત્વનું તત્વ બાળકોનું હોવું અને ઉછેરવું છે. બાળકોને આ દુનિયામાં લાવવું અને તેમને શીખતા અને વધતા જોવું એ માતાપિતા માટે ખૂબ જ આનંદની વાત છે.