ઇન્ટરનેશનલ

અમેરિકાએ આપી આ ચેતવણી તો ભારતે ભર્યું મોટું પગલું…

નવી દિલ્હી/ટોરન્ટોઃ ભારતમાં સંગઠિત ગુનેગારો, શસ્ત્રધારી હુમલાખોરો અને આતંકવાદીઓની વચ્ચે સાંઠગાંઠ થઈ હોવાના અમેરિકાએ ઈન્પુટ આપ્યા પછી ભારત સરકારે તાકીદે તેના પર કાર્યવાહી કરતા તેની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિનું ગઠન કર્યું છે, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું.

ભારત અને અમેરિકા સુરક્ષા મુદ્દે સાથે રહ્યા છે. અમેરિકન સરકારવતીથી ગુનેગારોને સાઠગાઠના ઈન્પુટ મળ્યા છે. આ અંગે શિખ અલગાવવાદી ગુરુપતવંત સિંહ પન્નુની અમેરિકાની ધરતી પર હત્યાનું ષડયંત્રને અમેરિકાના અધિકારીઓને નિષ્ફળ બનાવ્યું હતું.


પન્નુએ અમેરિકા અને ભારતમાં રહીને ભારતની વિરુદ્ધ અલગાવવાદી ગતિવિધિઓને ઓપરેટ કરે છે, જ્યારે શિખ ફોર જસ્ટિસ (એસજેએફ) નામના અલગાવવાદી સંગઠન પણ ચલાવે છે.

ગયા અઠવાડિયા દરમિયાન એક વિદેશી અખબારી સમાચારમાં અમેરિકન-કેનેડિયન નાગરિક ગુરુપતવંત સિંહ પન્નુને મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તે શીખ્સ ફોર જસ્ટિસના જનરલ કાઉન્સેલ છે તેમ જ ભારત સરકારે પણ તેને આતંકવાદી જાહેર કર્યો હતો.


સપ્ટેમ્બર મહિનામાં નવી દિલ્હીમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પણ તેમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
પન્નુની હત્યાના ષડયંત્રના સમાચાર એ વખતે આવ્યા છે, જ્યારે ખાલિસ્તાની આતંકવાદીઓ મુદ્દે ભારત અને કેનેડાની વચ્ચે વિવાદ થયો છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ દાવો કર્યો હતો કે કેનેડામાં ઘૂસીને નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટનો હાથ હતો.


દરમિયાન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટુડોને કેનેડિયન પ્રધાનોએ પણ કટ્ટરવાદી ખાલિસ્તાનીઓ વિરુદ્ધ પગલાં ભરવાની પણ ચીમકી આપી હતી. જો તેમની સામે પગલાં ભરવામાં વિલંબ નહીં કરવાનો પણ અનુરોધ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button