ઇન્ટરનેશનલ

Washington DC plane crash: પેસેન્જર પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું; 28 મૃતદેહો મળ્યા; ટ્રમ્પના આરોપ

વોશિંગ્ટન ડીસી: બુધવારે યુએસના વોશિંગ્ટન ડીસીમાં મોટો વિમાન અકસ્માત (Washington DC plane crash) થયો હતો, રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ નજીક લેન્ડીંગ પહેલા અમેરિકન એરલાઈનનું પેસેન્જર જેટ આર્મી હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. ત્યાર બાદ પેસેન્જર જેટ અને હેલિકોપ્ટર બંને પોટોમેક નદીમાં ક્રેશ થયા હતાં. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલી રહ્યું છે, જ્યારે ક્રેશ સાઇટ પરથી 28 મૃતદેહો મળી આવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોઈ પણ બચી શક્યું નથી.

2009 પછી સૌથી મોટી દુર્ઘટના:

અહેવાલો મુજબ પેસેન્જર વિમાનમાં 64 લોકો સવાર હતા અને બ્લેક હોક હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા. 2009 પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પહેલો મોટો અકસ્માત હતો. વોશિંગ્ટન ફાયર વિભાગના ચીફ જોન ડોનેલીએ જણાવ્યું હતું કે ઘટના પછી તરત જ મોટા પાયે રિકવરી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બોટ્સ હજુ પણ નદીમાં છે, પીડિતો અને કાટમાળનો શોધ થઇ રહી છે.

Also read:Washington Plane crash: પોટોમેક નદીમાંથી 19 મૃતદેહો મળ્યા, એર ટ્રાફિક કંટ્રોલરે આપી હતી ચેતવણી

બ્લેક બોક્સ મળી આવ્યું:

અધિકારીઓએ પોટોમેક નદીમાંથી ફ્લાઇટ AA5342નું એક ‘બ્લેક બોક્સ’ રેકોર્ડર રીકવર કર્યું છે. બ્લેક બોક્સમાં ફ્લાઇટ ડેટા અને કોકપીટ વોઇસ રેકોર્ડર હોય છે, આ ડેટા અકસ્માત પહેલા ફ્લાઇટમાં શું થયું તે સમજવા માટે મહત્વના રહેશે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અહેવાલ મુજબ, અથડામણ માટે હેલિકોપ્ટર ટ્રાફિક અને વિમાનોના લેન્ડીંગ અને ટેકઓફની સંભળાતો એર ટ્રાફિક કંટ્રોલર જવાબદાર હતો.

ટ્રમ્પના આરોપ:

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે એવું લાગે છે કે આ દુર્ઘટના ટાળી શકાયી હોત. ટ્રમ્પે કોઈપણ પુરાવા વિના, આ ઘટના માટે બરાક ઓબામા અને જો બાઈડેન વહીવટીતંત્રની પહેલને જવાબદાર ઠેરવ્યું. યુએસ રાષ્ટ્રપતિએ એક પ્રેસ કોન્ફરન્સમાં અગાઉના વહીવટીતંત્ર દ્વારા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનમાં થયેલી ભરતી પર સવાલ ઉઠાવ્યા હતાં.એર ટ્રાફિક કંટ્રોલર્સ એક ઓડિયોમાં વારંવાર હેલિકોપ્ટરને પૂછતા સંભળાય છે કે શું તેમને પેસેન્જર જેટ દેખાય છે? અને પછી ક્રેશ થયો એ પહેલાં તેને વિમાનની પાછળથી પસાર થવા કહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button