ઇન્ટરનેશનલ

ઈરાન-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના એંધાણઃ ઈરાને આપી દીધું અલ્ટિમેટમ

ઈસ્લામાબાદ/તહેરાનઃ પાકિસ્તાન અને ઈરાન વચ્ચે રાજકીય તણાવ વધ્યા પછી હવે યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે. પાકિસ્તાન પર ઈરાને એર સ્ટ્રાઈક કર્યા પછી પાકિસ્તાને પણ હુમલો કર્યો હતો. પાકિસ્તાનની એર સ્ટ્રાઈકમાં સાત સ્થાનિક લોકોના મોત થયા છે. પાકિસ્તાનની એર સ્ટ્રાઈકને કારણે ઈરાને પાકિસ્તાનને ચેતવણી આપતા અલ્ટિમેટમ આપ્યું હતું.

ઈરાનની સરકારી ટીવી ચેનલના સૂત્રોએ જણાવ્યું છે કે ઈરાને પાકિસ્તાનની હરકતની ટીકા કરી હતી. એની સાથે ચેતવણી આપતા તેના અંગે તાત્કાલિક સ્પષ્ટીકરણ માગ્યું હતું. ઇરાને મંગળવારે પાકિસ્તાનના બ્લુચિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી હતી એના પછી બંને દેશ વચ્ચે તણાવ વધ્યો છે. આજે પાકિસ્તાને ઈરાન પર કાર્યવાહી કરી હતી.

ગુરુવારે સવારે ઈરાનમાં છુપાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન માર્ગ બાર સરમાચર (વિરોધીઓ વિદ્રોહીઓનો ખાતમો બોલાવવાનું ઓપરેશન) ચલાવ્યું છે. આ ઓપરેશનમાં આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની એર સ્ટ્રાઈક મુદ્દે ઈરાને કહ્યું હતું કે પાકિસ્તાને આ મુદ્દે સ્પષ્ટીકરણ આપવું જોઈએ. આ મુદ્દે ઈરાને કહ્યું હતું કે પાકિસ્તાનની સેના હાઈ એલર્ટ પર છે. ઇરાને જવાબી કાર્યવાહી કર્યા પછી પાકિસ્તાને કહ્યું હતું કે તેમની સેનાને હાઈ એલર્ટ પર છે અને ઈરાનના ઈટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે.

દરમિયાન પાકિસ્તાન મિલિટરીએ કહ્યું હતું કે પડોથી દેશ ઈરાનથી તણાવ ઊભો થવાને કારણે પાકિસ્તાની આર્મી એલર્ટ મોડ પર છે. પાકિસ્તાનની સેનાએ આજે સવારે આતંકવાદી જગ્યાએ હુમલા કર્યા હતા. ડ્રોન, રોકેટ અને સ્ટેન્ડ ઓફ હથિયારનો ઉપયોગ કરીને લક્ષિત ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button