ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઇરાન ઈઝરાયલ વચ્ચે યુદ્ધ સમાપ્ત, ઇરાને એર સ્પેસ ખોલી, ઈઝરાયલે પ્રતિબંધો દૂર કર્યા

તહેરાન : ઇરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપથી સમાપ્ત થયું છે. જેની બાદ ઇરાને તેનું એર સ્પેસ ખોલ્યું છે. તેમજ ઈઝરાયલે તમામ પ્રકારના પ્રતિબંધો પણ દૂર કરી દીધા છે. યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી બંને દેશોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

અમેરિકાએ ઈઝરાયલનો સાથ આપ્યો

જેમાં 12 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં, પહેલીવાર ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સીધી અથડામણ થઈ. બંને દેશોએ મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટ દ્વારા એકબીજા પર હુમલો કર્યો. અમેરિકાએ ઈઝરાયલનો સાથ આપ્યો અને ઈરાનના મુખ્ય પરમાણુ મથકોનો નાશ કર્યો.

ઈરાનના પરમાણુ કાર્યક્રમનો અંત લાવવાનો દૃઢ નિર્ધાર : નેતન્યાહૂ

ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, જો કોઈ ઈરાનમાં પરમાણુ કાર્યક્રમને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરશે તો અમે તેને ફરીથી નષ્ટ કરીશું. આ અમારો દૃઢ નિર્ધાર છે.

ઇરાનમાં સરકાર તરફી ઉગ્રવાદી સંગઠનોએ રેલી યોજી

જ્યારે ઈરાનમાં 12 દિવસના યુદ્ધ પછી યુદ્ધવિરામથી લોકો રાહત અનુભવી રહ્યા છે. ત્યારે સરકાર તરફી ઉગ્રવાદી સંગઠનોએ તેહરાનમાં રેલી યોજી હતી. રેલીમાં લોકોએ ઇઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચો…ઈરાન-ઇઝરાયલ યુદ્ધવિરામની વૈશ્વિક અસર: ક્રૂડ ઓઈલ સસ્તું, ભારતીય ઓઈલ શેરોમાં તેજી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button