ઇન્ટરનેશનલ

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ વિવેક રામાસ્વામીએ અચાનક DOGE છોડી દીધું, જાણો શું છે કારણ

વોશિગ્ટન: ગત વર્ષે નવેમ્બર મહિનામાં યુએસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બિલિયોનેર ઈલોન મસ્ક સાથે ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી(Vivek Ramaswamy)ને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ની આગેવાની સોંપી હતી. હવે ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે, ત્યાર બાદ જાહેર કરવામાં આવ્યું છે કે વિવેક રામાસ્વામી DOGEનો ભાગ નહીં હોય.

39 વર્ષીય રામાસ્વામીએ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા તૈયારી બતાવી હતી, ત્યાર બાદ તેઓ રેસમાંથી હટી ગયા હતાં. હવે તેઓ ઓહિયોના ગવર્નર પદ માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

ટ્રમ્પનો આભાર માન્યો:
વિવેક રામાસ્વામીએ X પર એક પોસ્ટમાં લખ્યું કે “DOGE ની રચનામાં મદદ કરવી એ મારા માટે સન્માનની વાત હતી. મને વિશ્વાસ છે કે ઈલોન અને તેમની ટીમ સરકારને સુવ્યવસ્થિત કરવામાં સફળ થશે. ઓહિયોમાં મારી ભાવિ યોજનાઓ વિશે મને ટૂંક સમયમાં વધુ જાણકારી આપીશ. સૌથી અગત્યનું, અમેરિકાને ફરીથી મહાન બનાવવામાં અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મદદ કરવા માટે તૈયાર રહીશું.”

DOGE ની રચનામાં મહત્વની ભૂમિકા:
વિવેક રામાસ્વામી ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના નજીકના વિશ્વાસુ છે. ગત વર્ષે નવેમ્બરમાં ટ્રમ્પે મસ્ક સાથે વિવેકને DOGE ના કો-લીડર તરીકે નિયુક્ત કર્યા હતાં. દરમિયાન, ગવર્નમેન્ટ એફિશિયન્સી એડવાઇઝરી ગ્રુપે એક નિવેદનમાં, DOGE ની રચનામાં મદદ કરવામાં રામાસ્વામીની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ પ્રશંસા કરી.

આ પણ વાંચો…શપથ લેતા જ ટ્રમ્પ આવ્યા એક્શનમાં, બાઇડેન સરકારના 78 ફેંસલા એક ઝાટકે કર્યા રદ્દ

વિવેક રામાસ્વામીનો જન્મ અમેરિકાના સિનસિનાટીમાં થયો હતો. વિવેક રામાસ્વામીએ હાર્વર્ડ યુનિવર્સિટી અને પછી યેલ લો સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેમણે હેજ ફંડ્સ અને ફાર્માસ્યુટિકલ રીસર્ચ ક્ષેત્રે કરિયર બનાવ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button