ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક પામનારા વિનય મોહન ક્વાત્રા છે કોણ?

વોશિંગ્ટનઃ ભારતના વિદેશ મંત્રાલયે વરિષ્ઠ ભારતીય વિદેશ સર્વિસ (આઈએફએસ) અધિકારી વિનય મહોન ક્વાત્રાની અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરી છે. ક્વાત્રા આ જ મહિના દરમિયાન વિદેશ સચિવપદેથી નિવૃત્ત થયા હતા. અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે ક્વાત્રાની જાહેરાત કરી છે ત્યારે જાણીએ કોણ છે ક્વાત્રા.

જાન્યુઆરીમાં તરનજીતસિંહ નિવૃત્તિ પછી જગ્યા ખાલી પડી હતી. 30 એપ્રિલના ક્વાત્રાનો કાર્યકાલ પૂરો થયો હતો, પરંતુ કેન્દ્ર સરકારે છ મહિના લંબાવ્યો હતો. હવે ક્વાત્રાની જગ્યાએ વિક્રમ મિસ્ત્રીની વિદેશ સચિવ તરીકે નિમણૂક કરી છે. વિદેશ સચિવ બન્યા પહેલા મોહન ક્વાત્રા ભારતના રાજદૂત તરીકે ચીન, અમેરિકા અને ફ્રાન્સમાં કામ કરી ચૂક્યા છે.

વિનય મોહન ક્વાત્રા 1988 બેચના ઈન્ડિયન ફોરેન સર્વિસ (આઈએફએસ)ના અધિકારી છે, જ્યારે મોદી સરકારના ફેવરિટ અધિકારીમાંથી ક્વાત્રાની પણ ગણતરી કરવામાં આવે છે. આ અગાઉ ક્વાત્રા નેપાળમાં ભારતના રાજદૂત રહી ચૂક્યા છે. ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો સુધારવા માટે તેમને શ્રેય આપવામાં આવે છે. તેમણે ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ, જિનિવામાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડિપ્લોમા કર્યું છે, જ્યારે તેમણે જિનિવામાં પણ ભારતના પર્મેનન્ટ મિશનમાં સચિવ તરીકે કામગીરી કરી છે.

આ પણ વાંચો : Bangladesh Protests: બાંગ્લાદેશથી 499 ભારતીય વિદ્યાર્થી પરત ફર્યા

ભારતીય-અમેરિકન સંસ્થાઓ અને એનજીઓએ અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે વિનય ક્વાત્રાની નિમણૂક (Vinay Mohan Kwatra)નું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે તેમની સાથે કામ કરવા ઉત્સુક છે.

પૂર્વ વિદેશ સચિવ ક્વાત્રાની અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરાઇ હતી. જાન્યુઆરીમાં તરનજીત સંધુની નિવૃત્તિ બાદ અમેરિકામાં ભારતના રાજદૂતનું પદ ખાલી થઈ ગયું હતું. એનજીઓ ઈન્ડિયાસ્પોરાએ જણાવ્યું હતું કે એનઆરઆઈ જૂથ વિનય મોહન ક્વાત્રાને અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે તેમની નિમણૂક બદલ અભિનંદન આપે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજદૂત ક્વાત્રા નિઃશંકપણે યુએસ-ભારત સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને ઈન્ડિયાસ્પોરા રાજદૂત ક્વાત્રા સાથે કામ કરવા આતુર છે.

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઈએસપીએફ) એ જણાવ્યું હતું કે, “રાજ્ય સચિવ તરીકે તેમણે નોંધપાત્ર ભૌગોલિક રાજકીય પડકારોનો સામનો કરતા ભારતની વિદેશ નીતિનું નિપુણતાથી નેતૃત્વ કર્યું છે. અમે યુએસ-ભારત ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ. સંસ્થાએ કહ્યું હતું કે યુએસઆઇએસપીએફ ક્વાત્રા સાથે યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે આતુર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે