ઇન્ટરનેશનલ

વેનેઝુએલામાં સત્તા મેળવવા નોબેલ વિજેતા મારિયા મચાડો ટ્રમ્પને રિઝવવામાં વ્યસ્ત, કરી મોટી જાહેરાત

નોર્વે : વેનેઝુએલામાં અમેરિકાના હવાઈ હુમલા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ સત્તા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે. જેના પગલે હાલમાં વિપક્ષી નેતા અને 2025 ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડોનું વલણ વધુને વધુ ચર્ચામાં છે.

તેમજ મચાડોએ જણાવ્યું છે કે, સ્વતંત્રતાનો સમય આવી ગયો છે.તેમણે સંકેત આપ્યો કે વર્ષોના દમન બાદ વિપક્ષ સત્તામાં આવી શકે છે.

આપણ વાચો: વેનેઝુએલામાં અમેરિકાની સ્ટ્રાઈકને વિપક્ષના નેતાઓએ વખોડી! સરકારનું મૌન

મચાડોએ કહ્યું નોબેલ પુરસ્કાર ટ્રમ્પને સમર્પિત કરવામાં માંગે છે

જોકે, આ અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં અમેરિકાના સરકાર ચલાવશે. તેમજ હાલમાં મારિયા કોરિના મચાડોને નેતુત્વ સોંપવાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે દેશના મચાડોને સંપૂર્ણ સમર્થન નથી.

જયારે મારિયા કોરિના મચાડોએ કહ્યું છે કે બધું ડોનાલ્ડ ટ્રમ્પની મરજી મુજબ થશે. તેમજ તેમણે બીજી એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં તે નોબેલ પુરસ્કાર ટ્રમ્પને સમર્પિત કરવામાં માંગે છે.

આપણ વાચો: ટેરિફથી અમેરિકા મજબૂત બન્યું: ડૉનાલ્ડ ટ્રમ્પે જંગી આવક થયાનો કર્યો દાવો, જાણો કેટલી રકમ મળી

મચાડોએ હવે ખુલ્લેઆમ ટ્રમ્પને ટેકો આપ્યો

આ દરમિયાન મચાડોએ હવે ખુલ્લેઆમ ટ્રમ્પને ટેકો આપ્યો છે. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર રાષ્ટ્રપતિ ટ્રમ્પને સમર્પિત કરવાનો ઇરાદો ધરાવે છે. મારિયા મચાડોના મતે, 3 જાન્યુઆરીએ અમેરિકા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેને દુનિયા અશક્ય માનતી હતી.

મચાડો નોર્વેથી પરત ફરશે

મચાડોએ કહ્યું કે 3 જાન્યુઆરીએ ન્યાયે અત્યાચારને હરાવ્યો અને આ દિવસ ઇતિહાસમાં નોંધાશે. તેમણે તેને માત્ર વેનેઝુએલા માટે જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે એક મોટું પગલું ગણાવ્યું. મચાડો કહે છે કે ટ્રમ્પે દુનિયાને બતાવ્યું છે કે તેઓ તેમના નિર્ણયોમાં કેટલા મક્કમ છે.

મચાડોને ગત મહિને નોબેલ પુરસ્કાર મેળવવા માટે નોર્વે ગયા હતા અને હજુ સુધી વેનેઝુએલા પરત ફર્યા નથી. તેમણે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં પોતાના દેશ પાછા ફરવાની યોજના ધરાવે છે. તેમના વલણમાં ફેરફારને વેનેઝુએલાના સત્તાના રાજકારણમાં ટ્રમ્પને આકર્ષવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button