છેલ્લું ગ્લેશિયર પણ પીગળીને અદ્રશ્ય થયું, હવે…..?
જો તમે એમ માનો છો કે આબોહવા પરિવર્તન કંઈ નથી, અથવા આબોહવા પરિવર્તનને અમારી સાથે શું લેવાદેવા, તો તમારી વિચારસરણી મનુષ્યના અસ્તિત્વ માટે ઘાતક છે. કારણ કે, વેનેઝુએલા તેના તમામ ગ્લેશિયર્સ ગુમાવનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. વેનેઝુએલા આધુનિક ઈતિહાસનો પ્રથમ દેશ બની ગયો જેની તમામ હિમનદીઓ પીગળી ગઇ છે. જોકે, હિમનદીઓ ગુમાવનાર વેનેઝુએલા એકમાત્ર દેશ નથી ઘણા દેશો વેનેઝુએલા જેવા જ માર્ગ પર છે અને આગામી કેટલાક દાયકાઓમાં તેમના ગ્લેશિયર્સ પીગળી જશે. વેનેઝુએલાની છેલ્લી બચેલી ગ્લેશિયર હમ્બોલ્ટ ગ્લેશિયર હવે અદ્રશ્ય થઈ ગઈ છે.
વેનેઝુએલા એક સમયે છ હિમનદીઓનું ઘર હતું, જે એન્ડીસ પર્વતમાળામાં દરિયાની સપાટીથી લગભગ 5,000 મીટરની ઊંચાઈએ સ્થિત હતું. પરંતુ, વર્ષ 2011 સુધીમાં, તેમાંથી પાંચ હિમનદીઓ ગાયબ થઈ ગઈ. વૈજ્ઞાનિકોને આશા હતી કે હમ્બોલ્ટ ગ્લેશિયર બીજા એક દાયકા સુધી ટકી રહેશે. પરંતુ આ ગ્લેશિયર વૈજ્ઞાનિકોની ધારણા કરતાં વધુ ઝડપથી પીગળ્યું અને 2 હેક્ટરથી ઓછા વિસ્તારમાં સંકોચાઈ ગયું.
વેનેઝુએલા એક સમયે છ હિમનદીઓનું ઘર હતું, જે એન્ડીસ પર્વતમાળામાં દરિયાની સપાટીથી લગભગ 5,000 મીટરની ઊંચાઈએ સ્થિત હતું. પરંતુ, વર્ષ 2011 સુધીમાં, તેમાંથી પાંચ હિમનદીઓ ગાયબ થઈ ગઈ. આબોહવા પરિવર્તન હાલમાં એટલી ઝડપી ગતિએ થઈ રહ્યું છે કે 2100 સુધીમાં વિશ્વના બે તૃતીયાંશ હિમનદીઓ અદૃશ્ય થઈ જવાનો અંદાજ છે.
ભારત પણ તેના ગ્લેશિયર્સ ગુમાવવાના જોખમમાં છે. 2023 ના અહેવાલ મુજબ, હિંદુ કુશ હિમાલય પર્વતમાળામાં ગ્લેશિયર્સ અભૂતપૂર્વ દરે પીગળી રહ્યા છે અને જો ગેસ ઉત્સર્જનમાં તીવ્ર ઘટાડો કરવામાં નહીં આવે તો, આ સદીના અંત સુધીમાં 80 ટકાથી વધુ ગ્લેશિયર્સ ભારત ગુમાવી દેશે. એટલે કે આગામી 75 વર્ષમાં ભારતના 80 ટકા ગ્લેશિયર્સ અદૃશ્ય થઈ જશે.
ગ્લેશિયર્સ તાજા પાણીનો મહત્વનો સ્ત્રોત છે, ખાસ કરીને ગરમ, શુષ્ક આબોહવા દરમિયાન ગ્લેશિયર્સ એક તાજગીનો સ્રોત હોય છે. તેમના અદ્રશ્ય થવાનો અર્થ એ થશે કે તાજા પાણી માટે સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર રહેવું પડશે. હિમનદીઓમાંથી વહેતું ઠંડું પાણી નીચેની તરફ પાણીનું તાપમાન ઠંડુ રાખે છે. પર્યાવરણવિદોના જણાવ્યા મુજબ, આ વિસ્તારની ઘણી જળચર પ્રજાતિઓ માટે આ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમને ટકી રહેવા માટે ઠંડા પાણીના તાપમાનની જરૂર પડે છે. હિમનદીઓના નુકશાનની સીધી અસર એવી પ્રજાતિઓ પર પડે છે જે ફૂડ વેબનો આવશ્યક ભાગ છે. ગ્લેશિયર્સ પીગળવાને કારણે સમુદ્રનું સ્તર વધે છે.
નિષ્ણાતો સૂચવે છે કે વેનેઝુએલાના હમ્બોલ્ટ ગ્લેશિયરમાં સમુદ્રનું સ્તર વધવા માટે પૂરતો બરફ નથી, પરંતુ ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિક બરફની ચાદર, જેને ગ્લેશિયર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે – વૈશ્વિક દરિયાઈ સપાટીમાં વધારો કરવામાં સૌથી મોટો ફાળો આપશે. જો મોટા ગ્લેશિયર્સ ઓગળશે તો તે દરિયાની સપાટીમાં વધારો કરશે, જેને કારણે દરિયાકાંઠાના શહેરો માટે ખતરો નિર્માણ થઇ શકે છે.