Moscow Attack: અમેરિકાએ 15 દિવસ પહેલા આપી હતી ચેતાવણી, પછી કેમ પગલાં ન લેવાયા?
મોસ્કોઃ મોસ્કોમાં થયેલી નરસંહારની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમેરિકાએ ચોંકાવનારો દાવો કરી જણાવ્યું છે કે તેમણે આવા હુમલા અંગેની ચેતાવણી લગભગ 15 દિવસ પહેલા જ આપી હતી. જોકે ત્યારબાદ કોઈ પગલાં કેમ ન લેવાયા તે અંગે કોઈ સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી.
મોસ્કોમાં યુએસ એમ્બેસીએ 7 માર્ચે તેની વેબસાઈટ પર એડવાઈઝરી જારી કરી હતી, જેમાં આવા હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. યુએસ એમ્બેસીએ તેના નાગરિકોને એક એડવાઈઝરી જારી કરીને કહ્યું હતું કે ઉગ્રવાદીઓ મોસ્કોમાં કોઈ એવા સ્થળને નિશાન બનાવશે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે.
રશિયન રાજધાની મોસ્કો નજીક ક્રોકસ સિટી હોલમાં એક સંગીત સમારંભ દરમિયાન લશ્કરી ગણવેશમાં સજ્જ બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા હતા અને 145 ઘાયલ થયા હતા.
છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયામાં આ પ્રકારનો આ સૌથી ખરાબ હુમલો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઓછામાં ઓછા પાંચ બંદૂકધારી કોન્સર્ટ હોલમાં પ્રવેશતા અને નાગરિકો પર ગોળીબાર કરતા જોવા મળે છે. જ્યારે આ હુમલો ક્રોકસ હોલમાં થયો ત્યારે પ્રખ્યાત સોવિયેત રોક બેન્ડ પિકનિકનો કોન્સર્ટ ચાલી રહ્યો હતો.
હવે એવી માહિતી મળી છે કે કે મોસ્કોમાં યુએસ એમ્બેસીએ 7 માર્ચે પોતાની વેબસાઈટ પર એડવાઈઝરી જારી કરી હતી, જેમાં આવા હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. યુએસ એમ્બેસીએ તેના નાગરિકોને એક એડવાઈઝરી જારી કરીને કહ્યું હતું કે ઉગ્રવાદીઓ મોસ્કોમાં મોટા મેળાવડાને નિશાન બનાવી શકે છે.
Tеrrоrrists shooting at people inside the music venue in Moscow and setting it on fire pic.twitter.com/h0MgZhgozA
— What the media hides. (@narrative_hole) March 22, 2024
યુએસ એમ્બેસીએ મોસ્કોમાં રહેતા પોતાના નાગરિકોને ભીડવાળી જગ્યાઓ અથવા મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવા કોઈ કાર્યક્રમમાં ન જવાની સલાહ આપી હતી. આ એડવાઈઝરીના 15 દિવસ બાદ જ મોસ્કોમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન આટલો મોટો આતંકી હુમલો થયો છે, જેણે આખા વિશ્વને ફરી આતંકવાદનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે.