ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

આખરે ઝેલેન્સકીએ નમતું મુક્યું; અમેરિકા-યુક્રેન વચ્ચે મિનરલ્સ ડીલ પર હસ્તાક્ષર કર્યા

વોશીંગ્ટન: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ કરવવા યુએસને હજુ સુધી સફળતા મળી નથી, પરંતુ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આખરે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) નમતું જોખે એ માટે મજબુર કરવામાં સફળ થયા. યુક્રેન તેના દુર્લભ ખનિજો અમેરિકાને આપવા સંમત થયું છે. બુધવારે યુએસ અને યુક્રેને ખનિજ સંસાધનોના સોદાની જાહેરાત (US-Ukraine Minerals Deal) કરી હતી.

બંને દેશો વચ્ચે આ કરાર અંગે અગાઉ પણ ચર્ચા થઇ હતી. પરંતુ, ઘણા અવરોધોને કારણે કરાર ટાળવામાં આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએ યુક્રેનને લશ્કરી સહાય બંધ કરી દીધી હતી. અહેવાલ મુજબ યુક્રેનને આ કરાર કરવા માટે મજબુર કરવામાં આવ્યું છે.

અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન આ ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવાના હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પ સાથે દલીલો થયા બાદ કરાર મુલતવી રાખવામાં આવ્યો હતો.

યુએસએ શું કહ્યું?
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે X પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં આ કરાર વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું આ કરારથી યુનાઇટેડ સ્ટેટ્સને યુક્રેનમાં રોકાણ કરી શકશે. આ કરાર યુક્રેનના રોકાણ વાતાવરણમાં સુધારો કરશે અને યુક્રેનના આર્થિક સુધારાને વેગ આપશે.

યુક્રેને શું કહ્યું?
યુક્રેનિયન વડા પ્રધાન ડેનિસ શ્મીગલે યુએસ સાથેના નવા નિજ કરારને “ન્યાયી, સમાન અને ફાયદાકારક” ગણાવ્યો હતો. તેમણે ટેલિગ્રામ દ્વારા જાહેરાત કરી કે બંને રાષ્ટ્રો સંયુક્ત રીતે રીકન્સ્ટ્રકશન ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્થાપિત કરશે, જેમાં બંને પક્ષો માટે સમાન 50 ટકા મતદાન અધિકારો હશે.

આપણ વાંચો:  કેનેડાના નવા પીએમને અમેરિકા સાથે સંબંધો સુધારવામાં રસ નથી, ટ્રમ્પની સાથે ફોન પર વાત કરતા કહ્યું કે…

યુએસને મળશે દુર્લભ ખનીજો:
આ કરાર બાદ અમેરિકાને યુક્રેનના કિંમતી ખનીજો સુધી પહોંચ મળી ગઈ છે. હવે બંને દેશો સાથે મળીને યુક્રેનની ધરતીમાં રહેલા કિંમતી ખનિજોનું ખાણકામ અને ઉપયોગ કરશે. યુક્રેનની ભૂમિમાં લિથિયમ, ટાઇટેનિયમ, યુરેનિયમ જેવા ખનિજો આવેલા છે, જેનો ઉપયોગ બેટરી, વિમાન અને પરમાણુ ઉર્જા જેવી આવશ્યક વસ્તુઓ બનાવવામાં થાય છે.

ડ્રાફ્ટ કરાર મુજબ, બંને દેશો સંયુક્ત રીતે ફંડ એકત્ર કરશે અને એ ફંડની ઉપયોગ ખનિજોનું ખાણકામ કરવામાં આવશે. આનાથી યુએસને જરૂરી ખનિજો મળશે અને યુક્રેનને નાણા અને આર્થિક સહાય મળશે. યુક્રેન આ સોદા દ્વારા યુદ્ધને કારણે નબળી પડેલી અર્થવ્યવસ્થાને મજબૂત પ્રયત્ન કરશે. બીજી તરફ, અમેરિકા આ ચીન જેવા દેશો પર નિર્ભરતા ઘટાડવા ઈચ્છે છે.

યુક્રેનમાં છે દુર્લભ ખનીજોનો ભંડાર:
અહેવાલ મુજબ વિશ્વના કુલ દુર્લભ ખનિજનો 5% હિસ્સો યુક્રેનમાં છે. જોકે આ ખનીજોનું ખાણકામ થયું નથી, કેમ કે ઘણી જગ્યાઓ હાલ રશિયન નિયંત્રણ હેઠળ છે. ફ્રાન્સના બ્યુરો ઓફ જીઓલોજીકલ એન્ડ માઈનીંગ રિસર્ચ નુસાર, યુક્રેન પાસે વિશ્વનું લગભગ 20% ગ્રેફાઇટ છે – જે ઇલેક્ટ્રિક વિહિકલ બેટરી માટે આવશ્યક છે. આ ઉપરાંત યુક્રેન પાસે મેંગેનીઝ અને ટાઇટેનિયમનો મોટો જથ્થો છે. યુરોપમાં સૌથી મોટો લિથિયમ ભંડાર પણ યુક્રેન પાસે છે.

યુદ્ધના ત્રણ વર્ષથી વધુ સમય પછી, રશિયા હવે યુક્રેનિયન પ્રદેશના લગભગ 20% ભાગ પર કબજો કરી ચૂક્યું છે, અને આ સંઘર્ષમાં હજારો લોકો માર્યા ગયા છે, જેમાં ઘણા નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button