USA mass shooting: ઓહાયોના નાઇટક્લબમાં ગોળીબાર, બેના મોત, બે ઘાયલ
ઓહાયો: યુએસએમાં ગન કલ્ચર(Gun culture) ખતરનાક સાબિત થઇ રહ્યું છે, વધતા જતા ફાયરીંગના બનાવો વચ્ચે ઓહાયોમાં વધુ એક ફાયરીંગની ઘટના બની છે. ઓહાયોના એક નાઈટક્લબની અંદર માસ શૂટિંગ(Ohia mass shooting)ની ઘટના બની છે, જેમાં બે લોકોના મોતના અહેવાલ છે જયારે બે લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક મીડિયાના રીપોર્ટસ અનુસાર કે કોલંબસના ડાઉનટાઉનમાં એવલોન ડાન્સ ક્લબમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડા બાદ શૂટિંગની ઘટના બની હતી.
આશરે રાત્રે 1:45 વાગ્યે, પોલીસ અધિકારીઓના સંપર્ક કરવામાં આવ્યો, આસિસ્ટન્ટ ચીફ ઓફ પોલીસ ગ્રેગ બોડકરના જણાવ્યા અનુસાર, એક પુરૂષને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
બે વ્યક્તિઓને ગંભીર સ્થિતિમાં ગ્રાન્ટ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા. ગોળીબારનો ભોગ બનેલા એકને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્યની હાલતમાં થોડો સુધારો છે. પીડિતોની ઉંમર 20 થી 40ની વચ્ચે છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક અહેવાલો મુજબ બોલાચાલી બાદ ગોળીબાર થયો હતો. શંકાસ્પદ સંબંધીત માહિતી હજુ સુધી મળી નથી, હજુ સુધી કોઈ ધરપકડ પણ કરવામાં આવી નથી.
Also Read –